Govt hikes sugarcane FRP price : શેરડી ઉત્પાદક ખેડૂતોને માટે મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે વર્ષ 2023-24 સિઝન માટે શેરડીની ફેર એન્ડ રેમ્યુનેટિવ પ્રાઇસ (વાજબી અને મહેનતાણું કિંમત/FRP) 10 રૂપિયા કરી છે. એફઆરપી એ કિંમત છે, જે ભાવે સુગર મિલો ખેડૂતો પાસેથી શેરડી ખરીદે છે.
શેરડીની એફઆરપી વધારવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2023-24 સિઝન માટે શેરડીની એફઆરપી 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટે 2023-24 માટે શેરડીની FRP વધારીને 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી છે. ગયા વર્ષે શેરડીની એફઆરપી 305 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. સરકારે ખેતી અને ખેડૂતોને પ્રાથમિકતા આપી રહી છે.
આ પણ વાંચોઃ મોંઘવારીનો માર : ટામેટા થયા લાલઘૂમ, ભાવ આસમાને એક કિલોના 100 રૂપિયા
નોંધનિય છે કે, કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ કૃષિ પેદાશોના ટેકાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. શેરડીની એફઆરપી વર્ષ 2014-15ની સિઝનમાં 210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી, તે હવે વર્ષ 2023-24ની સિઝનમાં વધીને 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચી ગઇ છે.