youth drowned in rajula : અમરેલી જિલ્લાના રાજુલાથી ચાર યુવાનો દરિયામાં ડુબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. જેમાંથી ત્રણને બચાવી લેવામાં સફળતા મળી છે, જ્યારે એકની શોધખોળ હજુ ચાલુ છે.
ચાર યુવાનો ડુબ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના રાજુલાના પટવા ગામ પાસે દરિયામાં ચાર યુવાનો નાહ્વા પડ્યા હતા, તે સમયે દરિયામાં કરંટ હોાથી ચાર યુવાનો ડુબ્યા હતા. સ્થાનિકોને માહિતી મળતા તરવૈયાઓની ટીમ દરિયામાં બચાવ માટે ગઈ હતી. ત્રણને બચાવી લેવાયા છે.
ધારાસભ્ય પણ બચાવ ટીમ સાથે જોડાયા
મહત્વની વાત એ છે કે, દરિયામાં યુવાનો ડુબ્યા હોવાની માહિતી ધારાસભ્ય હીરા સોલંકીને મળતા તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, અને યુવાનોની બચાવવા ગયેલી ટીમ સાથે જોડાઈ ગયા અને દરિયામાં કુદ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, દરિયામાં કરંટ હોવા છતા ધારાસભ્ય યુવાનોને બચાવવા જીવની પરવા કર્યા વગર જોડાયા હતા.
આ પણ વાંચો – ગુજરાતમાં દીપડાના હુમલામાં વધુ એક મોત, દાહોદમાં વૃદ્ધ મહિલાના ગળામાં દાંત ભરાવતા મોત
ત્રણને બચાવવામાં સફળતા મળી
હાલમાં ડુબેલા યુવાનોમાંથી 3ને શોધી કાઢી બચાવવામાં સફળતા મળી છે, પરંતુ હજુ એક યુવાનની શોધખોળ ચાલુ છે. દરિયામાં કરંટ હોવાથી યુવકને શોધવામાં મુશ્કેલી થઈ રહી છે. બચાવ ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ બચાવકાર્યમાં જોડાયા છે.





