Asaram Rape Case : આસારામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી છે કે તેની સજાને થોડા સમય માટે બરતરફ કરી દેવામાં આવે. આસારામને તેની શિષ્યા પર બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેનું કહેવું છે કે સજા સામે પહેલા પણ અપીલ દાખલ કરી ચુક્યો છે. તેને નથી લાગતું કે તેની રિટની સુનાવણી જલ્દી કરવામાં આવશે. જેથી જ્યાં સુધી સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી સજા રદ કરવી જોઈએ.
આસારામે પોતાની અપીલમાં કહ્યું કે આ કેસ ખોટો છે. એફઆઈઆર અનુસાર જ્યારે તેની બળાત્કાર થયો ત્યારે તેની ઉંમર 64 વર્ષની હતી. યુવતીની ઉંમર માત્ર 21 વર્ષની હતી. તે આરામથી તેને ધક્કો મારીને ભાગી શકતી હતી. પરંતુ તે કહી રહી છે કે તેની સાથે બળજબરીથી બળાત્કાર કરવામાં આવ્યો હતો. આસારામનું કહેવું છે કે આ આખો મામલો ખોટો છે. તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો કારણ કે કેટલાક લોકો તેના અને તેના આશ્રમથી ચીડાઇ ગયા હતા.
આશ્રમમાં કશું ખોટું ન હતું પણ લોકો તેને ફસાવવા માટે સાક્ષી બન્યા
સાક્ષીઓનો ઉલ્લેખ કરતા આસારામે કહ્યું કે આ કેસમાં જે લોકો કોર્ટમાં પહોંચ્યા હતા તેઓ કોઇને કોઇ કારણોસર તેનાથી નારાજ હતા. કેટલાકને આશ્રમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને કેટલાકને આશ્રમ પસંદ ન હતો. આસારામે તપાસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે તેમના રિપોર્ટમાં જણાવાયું છે કે કેટલાક સાક્ષીઓએ સ્વીકાર્યું હતું કે તેમને આશ્રમમાં કશું વાંધાજનક દેખાતું નથી. પરંતુ તેમની ગવાહીથી આસારામને સજા મળશે તો તે નિવેદન આપશે. તેનું કહેવું છે કે ઘટનાના 12 વર્ષ બાદ જે રીતે કેસ નોંધવામાં આવ્યો તે પણ શંકાના દાયરામાં છે. કેસ તાત્કાલિક કેમ નોંધવામાં ન આવ્યો?
આ પણ વાંચો – અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ : FSLના રિપોર્ટમાં ખુલાસો, તથ્ય પટેલની કારની સ્પીડ 142.5 કિમી હતી
આસારામની અરજી પર મંગળવારે જસ્ટિસ એકે કોગ્જે અને હસમુખ સુથારની બેંચ સુનાવણી કરવાની હતી. પરંતુ હાલ તેને 17 ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવ્યું છે. આસારામે એવી પણ દલીલ કરી હતી કે તેઓ 84 વર્ષના છે. અનેક બીમારીથી પીડાય છે. તે લાંબા સમયથી જેલમાં છે. વધતી ઉંમરને કારણે તે અનેક પરેશાનીઓ સામે ઝઝૂમી રહ્યો છે.
આસારામ હાલ જોધપુર જેલમાં છે બંધ
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર પીડિતાને આસારામે 2001થી 2006 સુધી સુરતમાં પોતાના આશ્રમમાં બળજબરીથી ગોંધી રાખી હતી. તેના પર અનેક વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જો કે આ પહેલો કેસ નથી કે જેમાં આસારામને દોષી ઠેરવવામાં આવ્યા હોય. આ પહેલા પણ આસારામને બે કેસમાં દોષી ઠેરવવામાં આવી ચુક્યો છે. બંને કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તે 2018થી જોધપુર જેલમાં બંધ છે. 2013માં આસારાનની ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજસ્થાનની જેલમાં ખસેડ્યા હતા.