બિપરજોય વાવાઝોડું આજે સાંજે ગુજરાતમાં ટકરાશે, જાણો ચક્રવાત લેન્ડફોલ થશે ત્યારે કેટલી રહેશે પવનની ઝડપ

Biparjoy Cyclone : 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું

Written by Ashish Goyal
Updated : June 15, 2023 00:07 IST
બિપરજોય વાવાઝોડું આજે સાંજે ગુજરાતમાં ટકરાશે, જાણો ચક્રવાત લેન્ડફોલ થશે ત્યારે કેટલી રહેશે પવનની ઝડપ
વાવાઝોડું બિપરજોય ચક્રવાત ગુજરાતની નજીક પહોંચ્યું (તસવીર - આઈએમડી)

Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. તે આજે (15 જૂન) સાંજે જખૌ બંદરે ટકરાશે. આઈએમડીના ડેઇલી બ્રિફિંગમાં જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર પરનું અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય 14મી જૂનના રોજ 21.9 ° અક્ષાંશની નજીકના સમાન પ્રદેશ પર કેન્દ્રિય છે.જખૌ બંદર (ગુજરાત)થી લગભગ 260 કિમી દક્ષિણ પશ્ચિમ, દેવભૂમિ દ્વારકાથી 270 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, નલિયાથી 280 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, પોરબંદરથી 330 કિમી પશ્ચિમમાં અને કરાચીથી 340 કિમી દૂર છે.

તે લગભગ ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 15મી જૂને સાંજે માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરશે. આ સમયે પવનની ગતિ 135 કિમીથી લઇને 150 કિમી પ્રતિ કલાકની રહેશે. લેન્ડફોલ થશે ત્યારે વાવાઝોડું વધુ સ્ટ્રોંગ બનશે. બિપરજોય વાવાઝોડાની દિશા નોર્થ ઈસ્ટ તરફ રહેશે.

વરસાદની આગાહી (તસવીર – આઈએમડી)

આ પણ વાંચો – બિપરજોય વાવાઝોડાની લાઇવ અપડેટ જોવા માટે ક્લિક કરો

15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ

15 જૂને વરસાદની તીવ્રતા વધશે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે. 16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત અને આજુબાજુના દક્ષિણ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 17 જૂને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે.

કેવી રીતે પવનની ગતિ

15 જૂને બપોર સુધીમાં કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં પવનની સ્પીડ વધીને 125-135 Kmph થશે. 16મી જૂને પવનની સ્પીડ ઘટીને બપોર સુધીમાં ઉપરોક્ત તમામ વિસ્તારોમાં 85-95 kmph થશે.

વરસાદની આગાહી (તસવીર – આઈએમડી)

વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકો 17 જૂન સુધી કોઈપણ મોબાઈલ નેટર્વકનો ઉપયોગ કરી શકશે

રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે. દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયાઝ (GLSA) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે બિપરજોય વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં 17 જૂન 2023ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ