/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-77.jpg)
દીપડો (Photo: Canva)
Gujarat Wildlife Census : ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ગબ્બર પર દીપડો દેખાતા વહીવટીતંત્ર અને દર્શનાર્થીઓમાં ફફડાટનો માહોલ છે. દીપડો દેખાવાની ઘટના એક રીતે સારી છે અને માનવ સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી બાબત છે. દીપડો હિંસક પ્રાણી હોવાથી ગબ્બર પર પગથિયાં ચઢીને દર્શને કરવા જતા દર્શનાર્થીઓ પર હુમલાનું સંકટ તોળાઇ રહ્યુ છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયમાં મનુષ્યો પર દીપડાના હુમલાની ઘટનામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. જેનું કારણ મુખ્ય કારણ બેફામ વૃક્ષ નિકંદનથી જંગલ વિસ્તારમાં ઘટાડો અને દીપડાની સંખ્યામાં વધારો છે.
ગુજરાતમાં દીપડાની વસ્તી 12 વર્ષમાં 96 ટકા વધી
ગુજરાતમાં જંગલમાં શિકાર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવાના પ્રયાસોની ફળશ્રૂતિએ દીપડાની વસ્તી નોંધપાત્ર વધી ગઇ છે. ગુજરાત વન વિભાગના આંકડા અનુસર ગુજરાતમાં દીપડાની વસ્તી છેલ્લા 12 વર્ષમાં 96 ટકા વધી છે. રાજયમાં વર્ષ 2016માં દીપડાની વસ્તી 1395 હતી, જે વર્ષ 2023માં 2274 થઇ છે. તો ગુજરાતમાં વર્ષ 2011માં 1160 અને વર્ષ 2006માં 1070 દીપડા નોંધાયા હતા. આમ વર્ષ 2011થી 2023 સુધીમાં રાજ્યમાં દીપડાની વસ્તી 96 ટકા વધી છે.
ગુજરાતના ક્યાં જિલ્લામાં સૌથી વધુ દીપડા
ગુજરાતમાં જિલ્લાવાર દીપડાની વસ્તીની વાત કરીયે તો જુનાગઢમાં સૌથી વધારે છે. જુનાગઢમાં વર્ષ 2016માં દીપડાની વસ્તી 354 હતી, જે વર્ષ 2023માં વધીને 578 પહોંચી ગઇ છે. ત્યારબાદ 257 દીપડા સાથે ગીર સોમનાથ બીજા અને 200 દીપડા સાથે દાહોદ ત્રીજા ક્રમે છે.
ગુજરાતમાં દીપડાની વસ્તી પર એક નજર
| જિલ્લો | 2016 | 2023 |
|---|---|---|
| જુનાગઢ | 354 | 578 |
| ગીર સોમનાથ | 111 | 257 |
| દાહોદ | 209 | 200 |
| પંચમહાલ | 90 | 119 |
| છોટા ઉદેપુર | 82 | 111 |
અમદાવાદમાં પણ પહેલીવાર દીપડો દેખાયો હતો
ગુજરાતમાં દીપડાની વસ્તીમાં ઝડપી વૃદ્ધિ, જેને માનવ-પ્રાણી સંઘર્ષની ઘટનાઓમાં વધારો સામે ચેતવણી તરીકે પણ જોવા આવે છે. દીપડાની વસ્તી વધતા તેઓ માનવ વસ્તીમાં આવી પહોંચ્યાની ઘણી ઘટનાઓ બની છે. સપ્ટેમ્બર 2021માં પહેલીવાર અમદાવાદ દીપડો દેખાયાનો કિસ્સો સામે આવ્યો હતો. રાજ્યના ઘણા નવા સ્થળો દીપડાના નિવાસ સ્થાન બની રહ્યા છે જેમ કે ભરૂચ 105 દીપડા નોંધાયા છે, જ્યાં અગાઉ તેમનું કોઈ અસ્તિત્વમાં ન હતું. તેમજ જુનાગઢ, સુરત અને ગીરસોમનાથ જેવા જિલ્લાઓમાં દીપડાની સંખ્યા બમણી થઈ ગઈ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us