Ratha Yatra accident in Ahmedabad : ગુજરાતના અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કડિયાનાકા પાસે ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં ભગવાન જગન્નાથની રથયાત્રા નિહાળી રહેલા લગભગ એક ડઝન લોકો બીજા માળની બાલ્કનીમાંથી નીચે પડી ગયા હતા. બાલ્કની તૂટવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રથયાત્રામાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. જો કે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એકનું સારવાર દરમિયાન મોત થયાનું સામે આવ્યું છે.
અમદાવાદના કડિયાનાકા પાસે આ અકસ્માત થયો હતો
અકસ્માત સમયે બાળકો અને મહિલાઓ પણ બાલ્કનીમાં ઉભા હતા. અને બાલ્કનીની પાળી તૂટતા લોકો કાટમાળ સાથે નીચે પડી ગયા હતા. તો, કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગનો કાટમાળ નીચે ઉભેલા લોકો પર પણ પડ્યો હતો, જેના કારણે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. અમદાવાદના દરિયાપુર કડિયાનાકા પાસે આ અકસ્માત થયો હતો. શહેરમાં છેલ્લા એક મહિનાથી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી અને યાત્રાના રૂટ પરના જર્જરિત મકાનો અંગે અનેક સવાલો ઉઠવા છતાં, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
પ્રસાદ વિતરણ દરમિયાન બની દુર્ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે રથયાત્રા નીકળી રહી હતી. સાથે જ ટ્રકમાં બેઠેલા લોકો દર્શન કરવા આવેલા ભીડને પ્રસાદ વહેંચી રહ્યા હતા. તે જ સમયે બિલ્ડિંગની બાલ્કનીમાંથી પ્રસાદ લેવા માટે કેટલાક લોકો આગળ વધ્યા હતા, ત્યારે બાલ્કની તૂટતા લોકો નીચે પડ્યા હતા. આ ગંભીર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી પણ સામે આવી છે.
આ પણ વાંચો – Ahmedabad Rathyatra: જય રણછોડ… જય માખણચોર, અમદાવાદ રથયાત્રા અને જગન્નાથ મંદિરનો જાણો ઇતિહાસ
ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
સ્થાનિકોના જણાવ્યા અનુસાર AMCના પ્રોપર્ટી દબાણ વિભાગ દ્વારા કડિયાનાકા પાસે તૂટેલા આ મકાનને કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો. જોકે AMCના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, “કડિયાનાકા પાસે આ જૂનું મકાન હતું. તેની બીજા માળની બાલ્કનીનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો, જેના કારણે ત્યાં હાજર લોકોને ઈજા થઈ. લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.





