Bhim Army chief Chandrashekhar Azad : ભીમ આર્મી અને આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ પર બુધવારે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં હુમલો થયો છે. હરિયાણા નંબરની કારમાં આવેલા બદમાશોએ આઝાદ પર ગોળીબાર કર્યો હતો. તેમને સામાન્ય ગોળી વાગી હતી. પોલીસે જણાવ્યું કે આઝાદને કમરમાં ગોળી વાગી છે અને તેને દેવબંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની કાર પર ફાયરિંગના નિશાન સ્પષ્ટ જોઇ શકાય છે.
ચંદ્રશેખર આઝાદ પર હુમલાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું છે. આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ પર ફાયરિંગ કરનારા લોકો કોણ હતા તે અંગે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેની પાછળ તે લોકોનો હેતુ શું હતો?
પીટીઆઈ દ્વારા પોલીસ અધિક્ષક (સિટી) અભિમન્યુ માંગલિકને ટાંકીને કહ્યું હતું કે હુમલાખોરો કારમાં હતા અને જમણી બાજુથી આઝાદની એસયુવી પર ગોળીબાર કર્યો. એક ગોળી તેના કમરમાં વાગી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – આર્ટિકલ 370, રામ મંદિર અને હવે યૂનિફોર્મ સિવિલ કોડ, પીએમ મોદીએ એમ જ નથી કરી UCC ની વાત, સમજો બીજેપીનો પ્લાન
એએનઆઈ સાથે વાત કરતા ઇજાગ્રસ્ત આઝાદે કહ્યું કે જ્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો ત્યારે કારમાં તેના નાના ભાઈ સહિત પાંચ લોકો હતા. આઝાદે કહ્યું કે મને બરાબર યાદ નથી પણ મારા લોકોએ તેમને ઓળખ્યા. તેમની કાર સહારનપુર તરફ ગઈ. જ્યારે આ ઘટના બની ત્યારે મારા નાના ભાઈ સહિત અમે કારમાં પાંચ વ્યક્તિ હતા.
એસએસપી ડો. વિપિન ટાડાએ કહ્યું કે ચંદ્રશેખર આઝાદના કાફલા પર કેટલાક કાર સવાર હથિયારબંધ લોકોએ ગોળીબારી કર્યો છે. એક ગોળી તેની પાસેથી નીકળી ગઇ હતી. તે ઠીક છે અને તેને સારવાર માટ સીએચસી લાવવામાં આવ્યા છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
ચંદ્રશેખર પર ફાયરિંગની ઘટના અંગે યુપીના એડીજી લો એન્ડ ઓર્ડરે જણાવ્યું કે ગોળી ચંદ્રશેખરને સ્પર્શીને બહાર આવી હતી. પોલીસ પ્રશાસનને આ સમગ્ર મામલાની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
હુમલાની સૂચના ચંદ્રશેખરના રાજનીતિક દળ આઝાદ સમાજ પાર્ટીએ પણ ટ્વિટ કરીને આપી છે. પાર્ટીએ ટ્વિટ કરીને લખ્યું કે દેવબંદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલો થયો છે. આ બહુજન મિશન મૂવમેન્ટને રોકવા માટે કાયરતા ભર્યું કૃત્ય છે. આરોપીઓની જલ્દી ધરપકડ, સખત કાર્યવાહી અને ચંદ્રશેખર આઝાદની સુરક્ષાની માંગ કરીએ છીએ.