Delhi Flood : દિલ્હીના મુકુંદપુરમાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. ત્રણેય બાળકો ન્હાવા માટે મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર ખાડામાં કુદી પડ્યા હતા. આ ઘટના બપોરે 3 વાગ્યે બની હતી. બાળકો ન્હાવા માટે ગયા હતા પરંતુ પાણી એટલું ઊંડું હતું કે બાળકો ડૂબી ગયાં હતાં. એક પોલીસ કોન્સ્ટેબલે કૂદકો મારીને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પ્રયાસ નિષ્ફળ સાબિત થયો હતો.
દિલ્હીમાં સંકટ મોટું, રાહત ક્યારે મળશે?
આ અકસ્માતની ઘટના મૂળ પાણી ભરાવાવના કારણે બની છે. જેના કારણે આખું દિલ્હી પરેશાન થઇ રહી છે. આઈટીઓ હોય, લાલ કિલ્લો હોય કે સિવિલ લાઈન, દરેક જગ્યાએ પાણી જ પાણી છે. યમુનાના જળસ્તરમાં થોડો ઘટાડો થયો છે પરંતુ સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. એલજીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મહત્વની બેઠક કરી છે સાથે મળીને કામ કરવા પર પણ ભાર મુકવામાં આવ્યો છે. પરંતુ જમીન પર વધારે સુધારો થયો નથી.
હાલ તો ઘણા લોકોને રાહત શિબિરોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. યમુના પાસે નીચાણવાળા વિસ્તારોમાં જે પણ લોકો હતા તે તમામ લોકોને ત્યાંથી જતા રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે સરકાર સામે આ પડકાર ઉભો થયો છે જેથી પૂરતા પ્રમાણમાં રાશન બધા સુધી પહોંચી શકે. આ મુદ્દે પણ આપ વિરુદ્ધ ભાજપની લડાઈ જમીન પર ચાલુ છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટી પીડિતોને મદદ કરવા દેતી નથી.
યમુના નદીમાં જળસ્તર વધવાનું મુખ્ય કારણ હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી છોડાયેલ પાણી
યમુના નદીમાં જળસ્તર વધવાનું મુખ્ય કારણ હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી છોડાયેલ પાણી રાજધાની દિલ્હીમાં યમુના નદીમાં જળસ્તર વધવાનું મુખ્ય કારણ હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાનું છે. ચોમાસાની સિઝનમાં લગભગ દર વખતે હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવે છે. જ્યારે પણ અહીંથી પાણી છોડવામાં આવે છે ત્યારે દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધી જાય છે. હવે તમે વિચારતા હશો કે જો દર વર્ષે આવું થતું હોય તો આ વખતે દિલ્હીમાં પૂર જેવી સ્થિતિ કેમ ઉભી થઇ રહી છે.
આ પણ વાંચો – દિલ્હી ડૂબી રહ્યું… પૂરનો ખતરો વધી રહ્યો, રેકોર્ડ તૂટી રહ્યા, ત્યારે નેતાઓ કરી રહ્યા… આક્ષેપ, પ્રતિઆક્ષેપ અને રાજકારણ
સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલું પાણી થોડા જ સમયમાં દિલ્હી પહોંચી ગયું હતું. આ પાણીની ગતિના કારણે થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે યમુનાની આસપાસ અતિક્રમણને કારણે તેના પ્રવાહ માટેની જગ્યા સતત ઓછી થઈ રહી છે. આ ઉપરાંત નદીના ઉપરના તળ પર કાપનું પ્રમાણ પણ પૂરનું કારણ બની શકે છે.
હરિયાણાનો હથિનીકુંડ બેરેજ યમુનાનગરમાં છે. જે રાજધાની નવી દિલ્હીથી લગભગ 180 કિમી દૂર છે. અહીંથી છોડવામાં આવેલ પાણીને દિલ્હી પહોંચવામાં લગભગ બે થી ત્રણ દિવસનો સમય લાગે છે. સીડબલ્યુસીના એક અધિકારીએ જણાવ્યું કે હથિનીકુંડ બેરાજથી છોડવામાં આવેલ પાણીને દિલ્હી પહોંચવામાં વર્ષોની સરખામણીમાં ઓછો સમય લાગ્યો છે. તેનું કારણ અતિક્રમણ અને કાપ હોઇ શકે છે.