/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-15.jpg)
અજિત પવારે આજે રવિવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા
ફરી એક વખત મહારાષ્ટ્રનું રાજકારણ ચર્ચામાં છે. આજે રવિવારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. અજિત પવાર એકનાથ શિંદેના મંત્રીમંડળમાં સામેલ થઇ ગયા છે. અજિત પવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. અજિત પવારે 5મી વખત મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બન્યા છે. ત્યારે તેમના નામે 14મી વિધાનસભામાં ત્રણવાર શપથ લેવાનો રેકોર્ડ છે. વર્ષ 2019 પછી અજિત પવાર ત્રીજી વખત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે નિમાયા છે.
આ મામલો 23 નવેમ્બર વર્ષ 2019નો છે. જ્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા દેવેન્દ્ર ફડણવીસની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે નિમણૂંક કરી હતી. તો બીજી તરફ NCP દ્વારા અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કરી અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. જો કે, શપથ લીધા પછી, બંને માત્ર 80 કલાક માટે જ પોતપોતાના પદ પર રહી શક્યા હતા, ત્યારબાદ આ સરકાર પડી ગઇ હતી અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારનો સુર્યોદય થયો હતો. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર સત્તાપર આવી હતી. જેમાં અજિત પવાર ફરી નાયબ મુખ્યમંત્રી બન્યા. તેવામાં આજે રવિવારે ફરી એકવાર તેમને એકનાથ શિંદે સાથે જોડાઇને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ બાદ હવે અજિત પવારને લઇને મોટી ચર્ચાએ જોર પકડ્યું છે.
અજિત પવાર ભાજપમાં જોડાશે? કે પછી NCPમાં ભાગલા ફૂંટ?
અજીત પવારને નાયબ મુખ્યમંત્રી બનવા તરફેંણ 40 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. હવે અજીત પવાર ભાજપમાં જોડાશે કે કેમ તો તેના શપથ ગ્રહણ દર્શાવે છે કે તેઓ પક્ષનમાં ફૂંક ડલવા અને વિધાનસભામાં તેમની બહુમતિ સાબિત કરવાના માર્ગ પર છે.
શરદ પવાર નક્કર પગલા લેશે?
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, તેમણે NCP પ્રમુખ શરદ પવાર સાથે વાત કરી અને કહ્યું કે, તેઓ મજબૂત સ્થિતિમાં છે. તો રાજકીય નિષ્ણાતોના મતે, શરદ પવાર સરકાર સાથે હાથ મિલાવનારા ધારાસભ્યોની અયોગ્યતા વિરૂદ્ધ કડક પગલા લેશે. સંજય રાવતે કહ્યું કે, તેમણે માત્ર શરદ પવાર સાથે વાત કરી હતી. વધુમાં સંજય રાઉતે કહ્યું કે, શરદ પવાર અનુસાર, હું મજબૂત છું, અમને લોકોનું સમર્થન પ્રાપ્ત છે. અમે ઉદ્ધવ ઠાકરે સાથે મળીને ફરી બધુ સ્થાપિશું. તેમજ લોકો આ ખેલને લાંબો સમય સુધી સહન નહીં કરી શકે.
આ ઘટનાક્રમ સમગ્ર રાજકીય હલચલ અંગે હવે NCP ચીફ શરદ પવારે મોટો દાવો કર્યો છે. NCP વડા શરદ પવારે ગુરુવારે પુણેમાં મીડિયા સમક્ષ પોતાના સંબોધનમાં 23 નવેમ્બર 2019ના ઘટનાક્રમનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તે દિવસે અજિત પવાર સાથે દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ કાર્યક્રમે એ સ્પષ્ટ કરી દીધું હતું કે, બીજેપી સત્તા પર આવવા માટે કોઇ પણ સાથે જોડાઇ શકે છે.
દેવેન્દ્ર ફડણવીસે શરદ પવાર પર નિશાન સાધ્યું
ફડણવીસે 2019માં મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા શરદ પવાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે 2019માં ચૂંટણીના પરિણામો બાદ એનસીપીના કેટલાક લોકોએ તેમનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેઓ સ્થિર સરકાર બનાવવા માટે તૈયાર છે. ત્યારબાદ આ અંગે શરદ પવાર સાથે બેઠક યોજવામાં આવી હતી અને સરકાર રચાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ સત્તા મને અને અજિત પવારને આપવામાં આવી હતી, પરંતુ શપથ ગ્રહણની તૈયારીઓ શરદ પવારે પોતાનો નિર્ણય પાછો લઈ લીધો.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે અગાઉ પણ આ વાત કહી છે. ફેબ્રુઆરી 2023માં, ફડણવીસે દાવો કર્યો હતો કે શરદ પવાર જાણતા હતા કે ભાજપ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી રહ્યા છે અને તેણે તેને સમર્થન પણ આપ્યું હતું, પરંતુ પછીથી એનસીપીએ તેની વ્યૂહરચના બદલી. જો કે, શરદ પવારે ત્યારે ફડણવીસના નિવેદનને ખોટું ગણાવતા કહ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતાએ આવા ખોટા દાવા ન કરવા જોઈએ.
2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન
મહારાષ્ટ્રમાં વર્ષ 2019માં વિધાનસભા ચૂંટણી સમયે બીજેપીએ 105 બેઠકો પર જીત હાંસિલ કરી હતી. જ્યારે શિવેસેનાએ 56 સીટો પર જીત મેળવી હતી. વિધાનસભા ચૂંટણી 2019 ભાજપ અને શિવસેનાએ ગઠબંધન સાથે લડી હતી. ત્યારે આ ગઠબંધનને મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો જનાદેશ મળ્યો હતો, પરંતુ 24 ઓક્ટોબરે આવેલા પરિણામના લીઘે તેમની વચ્ચે દરાર આવી ગઇ. બંને પક્ષ વચ્ચે સત્તાને લઇને ખેંચતાણ શરૂ થઇ ગઇ હતી. શિવસેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, મુખ્યમંત્રીના પદભાર માટે દાવો કર્યો હતો કારણ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહે વિશ્વાસ આપ્યો હતો.
વધુમાં શિવસેનાએ કહ્યું હતું કે, અઢી-અઢી વર્ષ માટે બંને પક્ષમાંથી સીએમની પસંદગી કરાશે. જો કે બીજેપી તેનાથી સહમત નહોતી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની વિધાનસભાની કુલ 288 બેઠકો છે. મહારાષ્ટ્રમાં સરકાર સ્થાપિત કરવા માટે 145 બેઠકો હોવી અનિવાર્ય છે. ત્યારે બંનેમાંથી કોઇપણ પક્ષ પાસે આ જાદુઇ આંકડો નહોતો. જે બાદ કેન્દ્ર સરકારે રાજ્યપાલની ભલામણ પર 12 નવેમ્બર 2019ના મહારાષ્ટ્માં રાષ્ટ્રપતિ શાનસ લાગુ કરી દીધું હતું.
જે બાદ શિવસેનાએ કોગ્રેસ અને એનીસીપી સાથે હાથ મિલાવી મહા વિકાસ અધાડી (MVA) નામનું ગઠબંધન બનાવ્યું. જે બાદ શરદ પવારે ઘોષણા કરી હતી કે, MVA તરફથી ઉદ્વવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. આ પછી 23 નવેમ્બરના રોજ અચાનક રાષ્ટ્રપતિ શાસન હટાવી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યિારીએ વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને અજિત પવારને ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરાવી દીધા હતા, પરંતુ 80 કલાકમાં આ સરકાર પડી ભાંગી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us