Parliament Monsoon Session : અમિત શાહે લોકસભામાં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા ભારતીય અપરાધિક કાયદામાં ફેરફારની જાહેરાત કરી છે. આ ત્રણ કાયદાઓમાં ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમને ભારતીય ન્યાય સંહિતાથી બદલવામાં આવશે. નવા બિલમાં રાજદ્રોહનું નામ હટાવી દીધું છે. કેટલાક ફેરફાર સાથે કલમ 150 અંતર્ગત જોગવાઇ યથાવત્ રાખવામાં આવ્યા છે. પ્રસ્તાવિત કલમ 150માં રાજદ્રોહ માટે આજીવન જેલ કે ત્રણ વર્ષની સજા થઇ શકે છે.
આ માટે કેન્દ્ર સરકારે એક બિલ રજૂ કર્યું છે. અમિત શાહે લોકસભામાં ભારતીય દંડ સંહિતા, સીઆરપીસી અને ભારતીય સાક્ષ્ય અધિનિયમને બદલવા માટે ત્રણ બિલ રજૂ કર્યા હતા. આ બિલ રજૂ કરતી વખતે અમિત શાહે કહ્યું હતું કે આ કાયદાઓ અંગ્રેજોએ બનાવ્યા છે. તેથી અમે તેને બદલવા માંગીએ છીએ. તેમાં ફેરફાર કરીને અમે નવા કાયદો લાવી રહ્યા છીએ. અમિત શાહે આની જગ્યાએ ત્રણ નવા કાયદાની જાહેરાત કરી છે. આ નવા ત્રણ કાયદાઓમાં ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ 2023નો સમાવેશ થાય છે.
અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 1860થી 2023 સુધી દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અંગ્રેજોએ બનાવેલા કાયદા પ્રમાણે ચાલતી હતી. હવે આ ત્રણ કાયદા બદલવામાં આવશે. આનાથી દેશની ગુનાહિત ન્યાય પ્રણાલીમાં મોટો ફેરફાર જોવા મળશે.
આ પણ વાંચો – અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નહીં પરંતુ વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે – પીએમ મોદી
તેમણે આગળ કહ્યું કે આજે હું જે ત્રણ બિલ સાથે લાવ્યો છું તે બધા પીએમ મોદીના પાંચ વચનોમાંથી એકને પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આ ત્રણ બિલમાં ઈન્ડિયન પીનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ, ઈન્ડિયન એવિડન્સ કોડ સામેલ છે. ઇન્ડિયન પીનલ કોડ 1860ના સ્થાને ભારતીય ન્યાય સંહિતા 2023, ક્રિમિનલ પ્રોસિજર કોડની જગ્યાએ ભારતીય સિવિલ ડિફેન્સ કોડ, 2023 અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872ના સ્થાને હવે ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આ કાયદાઓનો હેતુ કોઈને સજા કરવાનો નથી પરંતુ લોકોને ન્યાય આપવાનો છે.
જાણો શું ફેરફાર થયા
ભારતીય ન્યાય સંહિતા 2023: અપરાધો સાથે સંબંધિત જોગવાઈઓને એકીકૃત કરવા અને તેમાં સંશોધન કરવા અને તેની સાથે સંબંધિત અથવા આનુષંગિક કેસો માટે.
ભારતીય સાક્ષ્ય વિધેયક 2023: ન્યાયી સુનાવણી માટે પુરાવાના સામાન્ય નિયમો અને સિદ્ધાંતોને એકીકૃત કરવા અને પ્રદાન કરવા માટે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023: ફોજદારી પ્રક્રિયા સાથે સંબંધિત કાયદાને મજબૂત કરવા અને તેમાં સુધારો કરવા અને તેની સાથે સંબંધિત અથવા આનુષંગિક બાબતો માટે.