/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/vastu-tips-for-home-8.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરતા યુએસના પ્રમુખ જો બિડેન. (@PMOIndia)
PM Modi US visit h1b visa rule : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે ત્યારે યુએસમાં સ્થાયી થવાની ઇચ્છા ધરાવતા ભારતીયો માટે સારા સમાચાર આવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે, અમેરિકા દ્વારા H-1B વિઝાના નિયમોમાં મોટી છૂટછાટ આપવામાં આવી છે, આ ઑફર ફક્ત ભારતીયો માટે જ હશે. આવી સ્થિતિમાં, જેમણે અમેરિકામાં કામ કરવું છે, જેમણે વિઝા માટે અરજી કરવી છે, તેમનો રસ્તો ઘણો સરળ થઈ જશે.
H-1B વિઝા શું છે?
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે H-1B વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે હેઠળ અન્ય દેશોના નાગરિક પણ અમેરિકન કંપનીમાં કામ કરી શકે છે. હકીકતમાં, અમેરિકાને પણ તેની કંપનીઓમાં કુશળ કર્મચારીઓની જરૂર છે, વર્ક ફોર્સની દ્રષ્ટિએ ભારત એક બહુ મોટું બજાર છે અને ઘણા ભારતીયો અમેરિકામાં નોકરી કામ કરવા જાય છે. અમેરિકામાં નોકરી કરવા માટે H-1B વિઝા સૌથી વધારે મદદરૂપ સાબિત થાય છે. આ વિઝાની માન્યતા 6 મહિનાની છે અને તેને સમયાંતરે રિન્યુઅલ કરી શકાય છે.
PM @narendramodi was warmly welcomed by @POTUS@JoeBiden and @FLOTUS@DrBiden at the @WhiteHouse. pic.twitter.com/M51kYC7Sv5
— PMO India (@PMOIndia) June 22, 2023
નિયમોમાં શું ફેરફાર થશે?
હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ H-1B વિઝાના નિયમોમાં વધુ સુગમતા લાવવાની યોજના છે. એવા સમાચાર છે કે જે વિઝાને હાલ રિન્યુ કરવા માટે અમેરિકા જવાની જરૂર રહે છે, હવે એવું થશે નહીં. નવા નિયમો અનુસાર તમે તમારા દેશમાં રહીને સરળતાથી વિઝા રિન્યૂ કરાવી શકશો. હવે આ ફેરફાર ઘણો મહત્વપૂર્ણ છે કારણ કે અમેરિકાના H-1B વિઝાનો ઉપયોગ મોટાભાગે ભારતીયો દ્વારા જ નોકરી / કરિયર મેળવવા હેતુ કરવામાં આવે છે. જો ગત વર્ષની વાત કરીએ તો આ વિઝાના કારણે 73 ટકા ભારતીયોને સીધો ફાયદો થયો હતો.
આ પણ વાંચોઃ પીએમ મોદીએ વ્હાઇટ હાઉસમાં ડિનર વખતે અમેરિકાના પ્રમુખ જો બિડેન તેમના પત્નીને શું શું ગિફ્ટ આપી
સ્ટેટ વિઝિટનો અર્થ શું છે?
આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ સ્ટેટ વિઝિટ છે. આમ તો પીએમ નરેન્દ્ર મોદી આ પહેલા પણ ઘણી વખતે અમેરિકાના પ્રવાસે જઈ ચુક્યા છે, પરંતુ આ તેમની પ્રથમ સ્ટેટ વિઝિટ છે. સ્ટેટ વિઝિટનો અર્થ એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ પોતે કોઈ દેશના નેતાને તેમના દેશની મુલાકાતે આવવવા માટે આમંત્રણ આપે છે. એવામાં અમેરિકન રાષ્ટ્રપતિએ યજમાની કરવાની હોય છે અને વ્હાઇટ હાઉસમાં ખાસ ડિનરનું આયોજન કરવામાં આવે છે. આ જ કારણસર વડાપ્રધાન મોદીની આ વખતની અમેરિકા મુલાકાત ઘણી ખાસ બની ગઇ છે. મહત્વપૂર્ણ વાત એ પણ છે કે, પીએમ મોદી યુએસ સંસદને પણ સંબોધિત કરવાના છે. તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે જે બીજી વખત અમેરિકન સંસદને સંબોધન કરવા જઈ રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us