ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ : અશ્વિને એકસાથે હરભજન સિંહ અને અનિલ કુંબલેનો મોટો રેકોર્ડ તોડ્યો

Ashwin Record : અશ્વિને વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં બે વિકેટ ઝડપી ખાસ સિદ્ધિ મેળવી, કપિલ દેવ ભારત તરફથી ટેસ્ટમાં કેરેબિયન ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તેમના નામે 89 વિકેટ છે

Written by Ashish Goyal
July 24, 2023 15:23 IST
ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ : અશ્વિને એકસાથે હરભજન સિંહ અને અનિલ કુંબલેનો મોટો રેકોર્ડ તોડ્યો
ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે આર.અશ્વિન હવે બીજા નંબર પર પહોંચી ગયો છે (Pics - BCCI)

Ind vs WI 2nd Test : ભારતીય સ્પિનર આર.અશ્વિને પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે બીજી ઈનિંગ્સમાં બે વિકેટ ઝડપી હતી અને આ બંને વિકેટની મદદથી તેણે બે ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. તે અનિલ કુંબલે અને હરભજન સિંહને પાછળ રાખી ટેસ્ટ ક્રિકેટમાં વિન્ડીઝ સામે ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપવામાં બીજા ક્રમે આવી ગયો છે. એટલું જ નહીં ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે આર.અશ્વિન હવે બીજા નંબર પર પહોંચી ગયો છે.

અશ્વિને અનિલ કુંબલેને પાછળ છોડ્યો

અનિલ કુંબલે હવે ભારત તરફથી વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં બીજા નંબર પર પહોંચી ગયો છે. અનિલ કુંબલેએ વિન્ડીઝ સામે ટેસ્ટમાં 74 વિકેટ ઝડપી હતી. આર અશ્વિને હવે આ ટીમ સામે કુલ 75 વિકેટ ઝડપીને કુબલેને પાછળ રાખી દીધો છે. કપિલ દેવ ભારત તરફથી ટેસ્ટમાં કેરેબિયન ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તેમના નામે 89 વિકેટ છે.

વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર ભારતીય

89 વિકેટ – કપિલ દેવ75 વિકેટ – રવિચંદ્રન અશ્વિન74 વિકેટ – અનિલ કુંબલે68 વિકેટ – શ્રીનિવાસ વેંકટરાઘવન65 વિકેટ – ભાગવત ચંદ્રશેખર

આ પણ વાંચો – વિરાટ કોહલીએ 29મી સદી ફટકારી ડોન બ્રેડમેનની બરાબરી કરી, સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો

અશ્વિને હરભજન સિંહનો રેકોર્ડ તોડ્યો

અશ્વિન ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે પણ બીજા ક્રમે આવી ગયો છે. હવે તેના નામે કુલ 712 વિકેટ છે. અશ્વિનની વિકેટમાં એશિયા ઈલેવન સામે લેવાયેલી વિકેટોનો પણ સમાવેશ થાય છે. આ પહેલા હરભજન સિંહ 711 વિકેટ સાથે બીજા નંબર પર હતો પરંતુ હવે તે ત્રીજા નંબર પર સરકી ગયો છે. ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર અનિલ કુંબલે છે, જેણે કુલ 956 વિકેટ ઝડપી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય બોલરોની સૌથી વધુ વિકેટ

અનિલ કુંબલે – 956 વિકેટરવિચંદ્રન અશ્વિન – 712 વિકેટહરભજન સિંહ – 711 વિકેટ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ