Boxer Jake Paul : પ્રોફેશનલ બોક્સર જેક પોલને જેટલો તેના યુ ટ્યૂબ વીડિયો અને ફાઇટ્સ માટે ઓળખવામાં આવે છે તેટલી જ લોકપ્રિય તેની લવસ્ટોરી પણ છે. જેક પોલનું નામ ઘણા સમય સુધી અભિનેત્રી એલિસન વોલેટ સાથે જોડવામાં આવ્યું હતું પણ પણ પછી વોલેટ જેક પોલના મોટા ભાઇ લોગનને ડેટ કરવા લાગી હતી. લોગન પણ પ્રોફેશનલ બોક્સર છે. સોશિયલ મીડિયા પર પ્રશંસકો આ ટ્રાઇએંગલને સમજવાના પ્રયત્નમાં લાગેલા છે.
જેક પોલ તેની ભાવનાને સમજી શક્યો નહીં – એલિસન
એલિસનનું કહેવું છે કે તેણે ક્યારેય જેક પોલને ઓફિશિયલ ડેટ કર્યું નથી. તે એક સાથે રહે છે પણ રિલેશનશિપમાં નથી. તે ઘણા સમય સુધી જેકના પાછળ રહી કારણ કે તે ઇચ્છતી હતી કે જેક તેનો બોયફ્રેન્ડ બને. એલિસને દાવો કર્યો કે તેણે જેકને એક સારો માણસ બનાવવાનો પ્રયત્ન કર્યો પણ તે આવું કરી શક્યો નહીં. જેક તેની ભાવનાને સમજી શક્યો નહીં.
લોગનને ડેટ કરવા લાગી હતી એલિસન
જેકે એલિસન પર આરોપ લગાવ્યો હતો કે તે તેના મોટા ભાઇ લોગનને ડેટ કરી રહી હતી અને તેણે દગો આપ્યો હતો. આ દગા પહેલા તે એલિસનને ઘણો પ્રેમ કરતો હતો. એલિસન આ વાતથી સહમત નથી. તેનું કહેવું છે કે જ્યારે તે બન્ને ડેટ કરી રહ્યા ન હતા તો દગો આપવાની વાત ક્યાંય આવતી નથી. તે લોગનને મળી અને બન્ને વચ્ચે સારી વાતચીત થઇ જે પછી તે તેની સાથે ચાલી ગઇ હતી.
આ પણ વાંચો – લિયોનેલ મેસ્સી ઇન્ટર મિયામી ક્લબ માટે બન્યો જીતનો બાજીગર, ગોલનો વીડિયો થયો વાયરલ
જેકને મળ્યો નવો પ્રેમ
એલિસનના મતે બન્ને ભાઇએ તેને આ ખેલમાં એક મોહરા તરીકે ઉપયોગ કર્યો. હવે એલિસન બન્ને ભાઇઓથી અલગ થઇ ગઇ છે. જ્યારે જેક પોલ હાલના દિવસોમાં સ્કેટિંગ સુપરસ્ટાર જુટ્ટા લીરડમને ડેટ કરી રહ્યો છે. તેણે આ વર્ષે પોતાની નવી ગર્લફ્રેન્ડ સાથે ઘણી તસવીરો શેર કરી છે. જૈકે ફક્ત સાડા ત્રણ વર્ષમાં પ્રોફેશનલ બોક્સિંગમાં પોતાનું મોટું નામ બનાવી લીધું છે. તે પોતાના ભાઇથી પણ નારાજ નથી અને બન્ને ઘણા પ્રસંગે સાથે જોવા મળે છે.





