રાજસ્થાનમાં રાજકીય ભૂકંપઃ અશોક ગેહલોતના 90 ધારાસભ્યોના રાજીનામા પર ‘રમત’ કરવાના મૂડમાં BJP
October 01, 2022 07:25 IST
અશોક ગેહલોત (Ashok Gehlot) ભારતના જાણીતા દિગ્ગજ રાજકીય નેતા છે. તેઓ વર્ષ 2018 થી રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓનો જન્મ 3 મે 1951 માં રાજસ્થાનના જોધપુર ખાતે થયો હતો. તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. તેમની પત્નીનું નામ સુનિતા ગેહલોત છે અને તેમને બે સંતાન છે. તેઓએ 1977 થી રાજકીય સફર શરૂ કરી હતી. રાજસ્થાનના તેઓ કદાવર નેતા છે. જોકે વર્તમાનમાં તેઓ સચિન પાયલોટ સાથેના વિવાદને લઇને ચર્ચામાં છે. કોંગ્રેસ પાર્ટી માટે પણ બંને નેતાઓનો વિવાદ માથાના દુ:ખાવા સમાન છે.