ગુજરાત: ભાજપ તરફથી રાજ્યસભા ચૂંટણી માટે એસ. જયશંકરે ઉમેદવારી નોંધાવી
July 10, 2023 14:39 IST
રાજ્ય સભા ભારતીય સંસદનું મહત્વનું ઊપલું સદન છે. ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે. રાજ્યસભાનું ક્યારે વિસર્જન થતું નથી. ભારતીય બંધારણ મુજબ રાજ્ય સભાના 250 સભ્યો છે જે પૈકીના 12 સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. જ્યારે બાકીના સભ્યો માટે ચૂંટણી યોજાય છે. ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટાયેલા સભ્યો મતદાન કરે છે અને સભ્યોને ચૂંટે છે. રાજ્ય સભાના સભ્યોની મુદત 6 વર્ષની હોય છે. દર વર્ષે એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે ચૂંટાય છે.