Raksha Bandhan (રક્ષાબંધન) : રક્ષાબંધન હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે. ભાઇ બહેનના પર્વ રક્ષાબંધન નું મહત્વ અનોખું છે. ભાઇની રક્ષા માટે બહેન એના હાથ પર રાખડી બાંધે છે અને ભગવાન પાસે ભાઇના દિર્ઘ આયુષ્ય અને સુરક્ષા માટે આર્શીવાદ માંગે છે. બહેન રાખડી બાંધે તો ભાઇ સામે બહેનને કંઇક ભેટ આપે છે.