2024 Kia Sonet Facelift Price And Feathers: આખરે ઇંતેજાર સમાપ્ત થયો છે અને કિયાએ 2024 સોનેટ ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. કાર નિર્માતાએ હજી સુધી નવી 2024 Kia સોનેટની કિંમત જાહેર કરી નથી. Kia Sonet 2024 વર્ઝન માટે બુકિંગ 20 ડિસેમ્બરથી શરૂ થશે. ઉપરાંત સૌથી મોટા સમાચાર એ છે કે કંપનીએ ADAS સાથે નવી સોનેટ લોન્ચ કરી રહી છે. ચાલો કિયાની આ નવી SUV કાર વિશે વિગતવાર જાણીયે…
2024 કિયા સોનેટ ફેસલિફ્ટ લુક (2024 Kia Sonet Facelift Look)
સૌથી પહેલા તો લુક વિશે વાત કરીએ – સોનેટને નવી હેડલાઈટ્સ અને ડીઆરએલ સેટઅપ સાથે લોન્ચ કરવામાં આવી છે. ઉપરાંત તેની ફ્રન્ટ ગ્રિલ પણ અપડેટ કરવામાં આવી છે જે તેને વધુ સ્પોર્ટી લુક આપે છે. આ Kia SUVના બમ્પરમાં થોડાક ફેરફાર કરવામાં આવ્યા છે અને ટેલ લેમ્પને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. નવી Kia Sonet બ્રાઉન ઈન્ટિરિયર્સ સાથે ઓલ-બ્લેક ફિનિશ સાથે ઉપલબ્ધ છે. તેમજ આ કારમાં વધુ ચાર કોમ્બિનેશન પણ ઉપલબ્ધ છે.
જૂની સોનેટમાં આવા 25 ફિચરસ હતા જે આ સેગમેન્ટની કારમાં પહેલીવાર જોવા મળ્યા હતા. અને ફેસલિફ્ટ વર્ઝનમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે. તેમાં ડ્યુઅલ 10.25 ઇંચની સ્ક્રીન છે. એક સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે અને બીજી ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ માટે આપવામાં આવી છે. આ કારમાં પાવર-એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, 360-ડિગ્રી કેમેરા, 70 થી વધુ કનેક્ટેડ કાર ફિચર, બોસની 7-સ્પીકર સિસ્ટમ વગેરે જેવા ફિચર પણ છે.
નવી Kia Sonet ફેસલિફ્ટમાં ત્રણ એન્જિન ઓપ્શન આપવામાં આવ્યા છે. પ્રથમ- 118bhp 1.-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન, 82bhp 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને 114bhp 1.5-લિટર ડીઝલ એન્જિન. ગિયરબોક્સમાં વેરિઅન્ટના આધારે 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ, 7-સ્પીડ DCT અને 6-સ્પીડ ઓટોમેટિક ઓપ્શન આવે છે.
નવા કારના સેફ્ટી ફિચર વિશે વાત કરીએ તો, નવી Kia સોનેટમાં 6 એરબેગ્સ, 10 ઓટોનોમસ ફંક્શન્સ સાથે ADAS સ્યુટ, પાર્કિંગ સેન્સર, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ABS વગેરે છે.
આ પણ વાંચો | ગૂગલ મેપ્સ લાવ્યું અનોખું ફિચર, પેટ્રોલ-ડીઝલના પૈસા બચશે; જાણો શું સેવ ફ્યૂઅલ ફિચર અને ઉપયોગ કરવાની રીત
તમને જણાવી દઈએ કે નવી Kia સોનેટ ફેસલિફ્ટ ભારતીય માર્કેટમાં પહેલાથી જ હાજર હ્યુન્ડાઈ વેન્યુ, નવી ટાટા નેક્સન ફેસલિફ્ટ, મારુતિ સુઝુકી બ્રેઝા, નિસાન મેગ્નાઈટ અને રેનો કાઇગરને ટક્કર આપશે.





