મારૂતિ સુઝુકી સ્વિફ્ટ 2024 જૂના મોડલ કરતા કેટલી ખાસ છે? કિંમત, માઇલેજ સહિત તમામ વિગત જાણો

Maruti Suzuki Swift New vs Old Model: મારૂતિ સુઝુકી સ્વિફ્ટ 2024 4 જનરેશન વાળી સ્વિફ્ટ હેચબેક કાર છે, જે જૂના સ્વિફ્ટ મોડલ કરતા બહુ ખાસ છે. ઓટો કંપનીનો દાવો છે કે, જૂના મોડલ કરતા નવી સ્વિફ્ટની એવરેજ અને માઇલેજ વધુ શ્રેષ્ઠ છે.

Written by Ajay Saroya
May 10, 2024 16:52 IST
મારૂતિ સુઝુકી સ્વિફ્ટ 2024 જૂના મોડલ કરતા કેટલી ખાસ છે? કિંમત, માઇલેજ સહિત તમામ વિગત જાણો
મારુતિ સુઝુકીની નવી સ્વિફ્ટ કારની કિંમત 6.49 લાખ થી 9.64 લાખ રૂપિયાની વચ્ચે છે જ્યારે જુની સ્વિફ્ટ કારની કિંમત 6.24 લાખ રૂપિયા થી 9.28 લાખ રૂપિયાની વચ્ચે છે. (Image: Maruti Swift)

2024 Maruti Suzuki Swift vs Old Model: મારુતિ સુઝુકી એ ભારતીય બજારમાં 4 જનરેશન વાળી સ્વિફ્ટ હેચબેક લોન્ચ કરી છે. નવી સ્વિફ્ટની કિંમત 6.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટોપ વેરિઅન્ટની કિંમત 9.64 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જૂની સ્વિફ્ટ કારની સરખામણીમાં નવી સ્વિફ્ટ લગભગ 25,000 રૂપિયા મોંઘી છે. ઓટો કંપનીનો દાવો છે કે જૂના મોડલ એટલે કે વર્તમાન સ્વિફ્ટની સરખામણીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનવાળી નવી સ્વિફ્ટ 10 ટકા વધુ એવરેજ માઈલેજ આપશે અને ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી નવી કાર જૂની કાર કરતાં 14 ટકા વધુ સારી માઈલેજ આપી શકશે.

અગાઉના મોડલ (3 જનરેશનની સ્વિફ્ટ) ની સરખામણીમાં કાર્બન ઉત્સર્જન 12% ઓછું હશે. જો તમે નવી મારૂતિ સ્વિફ્ટ હેચબેક ખરીદવાનું વિચારી રહ્યા છે, તો નવી સ્વિફ્ટના ફીચર્સ જૂની સ્વિફ્ટ કરતા કેટલા ખાસ છે, એન્જિન, માઇલેજ સહિત તમામ વિગત જાણી શકો છો.

નવી મારૂતિ સ્વિફ્ટ માં 1.2 લિટર Z શ્રેણી 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે, જ્યારે જૂનું મોડલ 1.2 લિટર K શ્રેણી 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. ટ્રાન્સમિશન માટે નવા એન્જિન સાથે મેન્યુઅલ અને એજીએસ વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે. ભલે નવી સ્વિફ્ટ આઉટપુટની દ્રષ્ટિએ ઓછી છે. પરંતુ માઈલેજમાં તે વધુ બેસ્ટ છે.

આ પણ વાંચો | એપ્રિલની ટોપ 10 સેલિંગ કારની યાદીમાંથી ટાટા નેક્સન આઉટ, આ કારની થઇ એન્ટ્રી, જુઓ સંપૂર્ણ યાદી

ઓટો કંપની મારૂતિ સુઝુકીનો દાવો છે કે નવી સ્વિફ્ટ એક લિટર ફ્યૂઅલના વપરાશ પર 24.8 થી 25.75 કિમી દોડે છે. જ્યારે જૂનું મોડલ સમાન ઇંધણનો ઉપયોગ કરીને 22.38 થી 22.56 કિમી સુધીની માઇલેજ આપવામાં સક્ષમ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ