2025 Hero Destini 125 Launched In India: હીરો ડેસ્ટિની 125 લોન્ચ થઇ છે. ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 પહેલા હીરો મોટોકોર્પે અપડેટેડ 2025 ડેસ્ટિની 125 ને 3 વેરિએન્ટમાં રજૂ કરી છે. આ ટુ વ્હીલરની આરંભિક કિંમત 80450 રૂપિયા (એક્સ શોરૂમ- દિલ્હી) છે. ડિઝાઇનમાં ફેરફારની સાથે હીરો મોટોકોર્પે નવા હાર્ડવેર, અપગ્રેડેડ ફીચર્સ સાથે ક્લાસ-લીડિંગ માઇલેજનો દાવો કર્યો છે. આ આર્ટિકલમાં જાણો 2025ના ડેસ્ટિનીની દરેક વિગત જે તમારે જાણવી જોઈએ.
2025 Hero Destini 125 : કિંમત અને વેરિયન્ટ
હીરો ડેસ્ટિની 125 ત્રણ ટ્રિમમાં ઉપલબ્ધ છે – વીએક્સની કિંમત 80,450 રૂપિયા, ઝેડએક્સની કિંમત 89,300 રૂપિયા અને ઝેડએક્સ+ ની કિંમત 90,300 રૂપિયા છે. 125સીસી સેગમેન્ટમાં પહેલાથી હાજર હીરો સ્કૂટરની ટક્કર સુઝુકી એક્સેસ 125, હોન્ડા એક્ટિવા 125, યામાહા ફાસિનો 125 અને ટીવીએસ જ્યુપિટર 125 જેવા ટુ વ્હીલર સાથે હીરો ડેસ્ટિની 125 ટક્કર કરશે.
2025 Hero Destini 125 : ફીચર્સ
હીરો મોટોકોર્પે ડેસ્ટિની 125 સ્કૂટર ઘણા નવા ફીચર્સથી સજ્જ છે, જેમાં એલ્યુમિનિટેડ સ્વિચ, અંડર સીટ સ્ટોરેજ લાઇટિંગ, ફ્રન્ટ ઇિન્ડકેટર અને ઓટો-કેન્સલિંગ ઇિન્ડકેટર સામેલ છે- જે તેના સેગમેન્ટમાં પ્રથમ વખત છે.
2025 હીરો ડેસ્ટિની 125 સ્કૂટરમાં એક સંપૂર્ણ-નવી ઓલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ છે જે બ્લૂટૂથ કનેક્ટિવિટી દ્વારા મોબાઇલ ફોન સાથે કનેક્ટ કરી શકાય છે. તેમાં ટર્ન બાય ટર્ન નેવિગેશન, ઇકો ઇિન્ડકેટર, રિયલ ટાઇમ માઇલેજ ડિસ્પ્લે (આરટીએમઆઇ), ડિસ્ટન્સ-ટુ-ખાલી, ચાર્જિંગ પોર્ટ અને લો ફ્યુઅલ ઇિન્ડકેટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સ્માર્ટ ડેશ મિસ્ડ કોલ, મેસેજ અને ઇનકમિંગ કોલ માટે પણ એલર્ટ મોકલે છે.
2025 Hero Destini 125 : ડિઝાઇન અને હાર્ડવેર
હીરો ડેસ્ટિની 125માં હવે મોટું ફ્લોરબોર્ડ્સ, લાંબા અને વધુ સારી ગાદીવાળી સીટ છે, જેમાં પાછળ બેઠેલા લોકો માટે વધારાની પેડિંગ, પહોળા 12 ઇંચના પાછળના ટાયર્સ (100/80) અને 190 એમએમની ફ્રન્ટ ડિસ્ક બ્રેક મળે છે.
સ્ટાઇલિંગની વાત કરીએ તો નવી ડેસ્ટિનીમાં કોપર-ટોન્ડ ક્રોમ એલિમેન્ટ્સ સાથે નિયો-રેટ્રો ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ, ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ અને સિગ્નેચર એચ-આકારના એલઇડી ટેલ લેમ્પ્સ મળે છે.
2025 Hero Destini 125 : કલર ઓપ્શન્સ અને એન્જિન
હીરો ડેસ્ટિની 125 સ્કૂટર 5 કલરમાં ઉપલબ્ધ છે. VX કાસ્ટ ડ્રમ ઇટર્નલ વ્હાઇટ, રીગલ બ્લેક અને ગ્રુવી રેડમાં ઉપલબ્ધ છે. કાસ્ટ ડિસ્ક ZX કોસ્મિક બ્લુ અને મિસ્ટિક મજેન્ટામાં છે, જ્યારે કાસ્ટ ડિસ્ક ZX+ ઇટર્નલ વ્હાઇટ અને રિગલ બ્લેકને કોપર ક્રોમ એક્સેન્ટ સાથે ઓફર કરે છે.
હીરો સ્કૂટરમાં 124.6 સીસીનું એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 7,000rpm પર 9bhp અને 5,500rpm પર 10.4Nm નું ઉત્પાદન કરે છે. હીરોના જણાવ્યા અનુસાર, નવી ડેસ્ટિની 125 59 કિમી પ્રતિ લિટર માઇલેજ આપે છે, જે સેગમેન્ટમાં બેસ્ટ છે. કંપનીનો દાવો છે કે તેની i3S આઇડલ સ્ટોપ-સ્ટાર્ટ સિસ્ટમ ટેક્નોલોજીને કારણે હાઇ ફ્યુઅલ ઇકોનોમી હાંસલ થઇ છે.





