દિવાળી બાદ સેકન્ડરી માર્કેટની સાથે સાથે પ્રાયમરી માર્કેટમાં પણ ધમધમાટ જોવા મળ્યો રહ્યો છે. ચાલુ સપ્તાહે ચાર ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO આવ્યા બાદ આગામી સપ્તાહે વધુ 3 કંપનીના IPO આવી રહ્યા છે. આ IPOમાં રોકાણકારોને કમાણી કરવાની તક મળશે.
હાલ ભારતીય શેરબજારની વાત કરીયે તો બેન્ચમાર્ક સેન્સેક્સ 60,000 અને નિફ્ટી 18,000ની મહત્વપૂર્ણ સપાટીની ઉપર ટ્રેડ થઇ રહ્યા છે જે માર્કેટ માટે સારા સંકેત માનવામાં આવી રહ્યા છે.
આગામી સપ્તાહે આર્કેન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ લિમિટેડ અને કીન્સ ટેકનોલોજી ઇન્ડિયાનો IPO ખુલી રહ્યો છે. તો ચાલો જાણીયે આ ત્રણેય કંપનીના IPO વિશે…
Archean chemicals (આર્કેન કેમિકલ) :
આર્કેન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનો IPO આગામી સપ્તાહે 9 નવેમ્બર, 2022ના રોજ ખુલશે અને 11 નવેમ્બર બંધ થશે. એન્કર ઇન્વેસ્ટરો માટે આ IPO ઇશ્યૂ 7 નવેમ્બર ખુલશે. આ IPO રૂ. 1462 કરોડનો છે અને શેરની ઇસ્યૂ પ્રાઇસ પ્રતિ ઇક્વિટી શેર દીઠ 386 થી 407 રૂપિયા નક્કી કરાઇ છે. કંપની IPO ઇશ્યૂ હેઠળ 805 કરોડ રૂપિયાના નવા શેર ઇસ્યૂ કરશે અને હાલના શેરધારકો 1.61 કરોડના શેર ઓફર ફોર સેલ હેઠળ વેચશે.
Five Star Business Finance (ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનન્સ) :
ફઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ કંપનીનો IPO આગામી સપ્તાહે 9 નવેમ્બરના રોજ ખુલશે અને 11 નવેમ્બર બંધ થશે. આ કંપનીનો રૂ. 1960 કરોડનો IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલનો છે. કંપનીના શેરની ઇસ્યૂ પ્રાઇસ 450 થી 474 રૂપિયા નક્કી કરી છે. દક્ષિણ ભારતમાં આવેલી આ ફાઇનાન્સ કંપનીના શેરની કિંમત હાલ ગ્રે માર્કેટમાં શેર દીઠ 525-530 રૂપિયા બોલાઇ રહી છે, જે કંપનીની આઇપીઓ માટેનની પ્રાઇસ રેન્જની સામે 10.6 ટકાનું પ્રીમિયમ દર્શાવે છે. અલબત્ત અત્રે ઉલ્લેખનિય છે કે, ઑક્ટોબર 2021ની ટોચથી ગ્રે માર્કેટમાં કંપનીના શેરની પ્રાઇસ 35 ટકા જેટલી ઘટી ગઇ છે.
Kaynes Technology (કીન્સ ટેકનોલોજી) :-
કીન્સ ટેકનોલોજી કંપનીનો IPO 10 નવેમ્બરે ખુલશે અને 14 નવેમ્બર, 2022ના રોજ બંધ થશે. કંપની IPO મારફતે 856 કરોડ રૂપિયા એકઠાં કરવા ધારે છે અને તેની માટે શેરની પ્રાઇસ રેન્જ 559 થી 587 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર દીઠ નક્કી કરી છે.
આ પણ વાંચોઃ- શેરબજારમાં 1.85 ટકાનો સાપ્તાહિક સુધારો, ચાંદી ₹1000 વધી, જાણો સોનાનો ભાવ
IPOની વણઝાર પાછળનું કારણ શું?
દિવાળી બાદ IPOની વણઝાર લાગી હોય તેવો માહોલ છે. ચાલુ સપ્તાહે ચાર કંપનીના IPO આવ્યા બાદ હવે આગામી સપ્તાહે વધુ 3 કંપનીઓ IPO લઇને આવી રહી છે. આ બાબતે જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્મેન્ટ સ્ટ્રેટેજીસ્ટ ડો. વી.કે. વિજયાકુમારનું માનવું છે કે, ભારતીય બજારનું પ્રદર્શન પ્રોત્સાહક છે અને ફંડામેન્ટલ પણ મજબૂત છે. તે ઉપરાંત કંપનીઓની શાનદાર કમાણીના આંકડાએ પણ IPOની માટે માર્કેટમાં ઉત્સાહિત માહોલ બનાવ્યો છે. નાના રોકાણકારો પણ IPOમાં બહુ રોકાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જે IPOની વેલ્યૂએશન સારી હશે તેને માર્કેટમાં સારો રિસ્પોન્સ મળશે.
આ પણ વાંચોઃ- રોકાણકારો તૈયાર રહો, ચાલુ સપ્તાહે 4 કંપનીઓના IPO આવશે