What’s app of 500 million users leaked : what’s app ને સામાન્ય રીતે એક સુરક્ષિત ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ મનાય છે જે લગભગ દરેક ડિવાઇસ પર કામ કરે છે. End to end encryption ટેકનોલોજીની સાથે વોટસએપ યુઝર ડેટાની સેફ્ટી અને પ્રાઈવસીનો પણ દાવો કરે છે. જો કે, cyber news ની એક રિપોર્ટ મુજબ meta ના હક ધરાવતા વોટ્સએપને કોઈએ હેક કરીને લગભગ 500 મિલિયન નો ડેટા ચોરી કર્યો છે.
લગભગ 500 મિલિયન યુઝરનો ડેટા ખરીદવા માટે ઉપલબ્ધ રિપોર્ટ મુજબ, એક એક્ટરએ એક હેકિંગ કોમ્યુનિટી ફોરમમાં એક વિજ્ઞાપન પોસ્ટ કર્યું જેમાં ૪૮૭ મિલિયન વોટસએપ યુઝરની ડેટા વેચવાની વાત કહેવાઈ હતી. આ ડેટામાં યુઝર્સનો મોબાઈલ નંબર પણ સામેલ છે. આ લિસ્ટીંગમાં આ પણ દાવો કરાયો છે કે આ ડેટા માં 84 અલગ અલગ દેશોના યુઝર્સ શામેલ છે, જેમાંથી લગભગ 32 મિલિયન યુઝર્સ માત્ર અમેરિકાના છે.
આ પણ વાંચો: Mudra loan: ગરીબોએ નથી પચાવ્યા બેંકોના પૈસા, મુદ્રા લોનમાં એનપીએ સૌથી ઓછી, સાત વર્ષમા માત્ર 3.3 ટકા
ભારતના વૉટ્સએપ યુઝર્સના ડેટા નથી થયા લીક
ચોરી કરાયેલ ડેટાની લિસ્ટમાં ઇટાલી, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, ફ્રાન્સ અને તુર્કી જેવા દેશોમાં યુઝર્સનો ડેટા શામેલ છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં ભારતના કોઈ યુઝર્સનો ડેટા શામેલ નથી. કોઈ પણ અમેરિકાના વૉટ્સએપ યુઝર્સ ડેટાબેઝને 7000 ડોલર જયારે બ્રિટેન અને જર્મનીના યૂઝર ડેટાબેસને ક્રમશ 2500 ડોલર અને 2000 ડોલરમાં ખરીદી શકે છે.
જ્યારે Sab CyberNews એ હેકરને સેમ્પલ બતાવવાનું કહ્યું ત્યારે તેણે અમુક ડેટા શેર કર્યો હતો. તેમાં અમેરિકાના 1097 ફોન નંબરના યુઝર ડેટા અને બ્રિટેનના 817 ફોન નંબરનો યુઝર ડેટા શામેલ થયો હતો.લીક થયેલ આ ફોન નંબરને ફિશિંગ અને ફ્રોડ જેવા કામો માટે ઉપયોગમાં લઇ શકાય છે. આ સિવાય યુઝર પ્રાઇવસી પર પણ જોખમ ઉભું થાય છે.
આ પણ વાંચો: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી ઘટાડો તમારા પ્રવાસનો ખર્ચ, જાણો
Meta તરફથી કોઈ નિવેદન આવ્યું નથી
વર્તમાનમાં, મેટાએ હજુ સુધી યુઝર ડેટા લીકની આ રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી હતી નથી. હાલ ન્યુઝમાં છે કે લગભગ 500 મિલિયન યુઝરનો વૉટ્સએપ ડેટા, ઓનલાઈન ઉપલબ્ધ છે જ્યાં સ્પેસિફિક સર્વિસથી ડેટાને કલેક્ટ કરવા માટે ઑટોમેટેડ ડેટા ટુલ ઉપયોગમાં લેવાય છે. અને આવું કરવુંએ વૉટ્સએપના નિયમ અને શરતોનું ઉલ્લંઘન છે.