scorecardresearch

5G ના આગમન સાથે, આપણે ગોપનીયતાની ચિંતાઓની પણ તૈયારી કરવી જોઈએ

5G and privacy : 5જી સાથે 2023માં રોમાંચક સમય આપણી રાહ જોઈ રહ્યો છે. તમામ હિતધારકોએ 5G પેકેજના સુરક્ષા પડકારો માટે તૈયાર રહેવાની જરૂર છે. આપણે સુરક્ષાનો બોજ નાગરિકો પર નાખવાનું જોખમ ન લેવું જોઈએ.

5G ના આગમન સાથે, આપણે ગોપનીયતાની ચિંતાઓની પણ તૈયારી કરવી જોઈએ
5G સાથે ગોપનીયતાની ચિંતા જરૂરી

રાહુલ ગુપ્તા અને રોહિત રાજબીર સિંહ : ડિસેમ્બર 2022 માં, AIIMS ડેટાબેઝ પર રેન્સમવેર એટેક થયો હતો. એક એવા નેટવર્કની કલ્પના કરો કે જેમાં આવા માલવેર સમગ્ર સિસ્ટમ સાથે ચેડા કરીને એકબીજા સાથે જોડાયેલા ઉપકરણો દ્વારા મુસાફરી કરી શકે છે. 5G ટેક્નોલોજીના આગમન સાથે, તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો સંભવિતપણે ઈન્ટરનેટ સાથે કનેક્ટ થઈ જશે. સાયબર નુકસાનના દૃશ્યો, જે ફક્ત ડાયસ્ટોપિયન ફિક્શનમાં કલ્પના કરવામાં આવે છે, તે વાસ્તવિકતા બની શકે છે.

2022 ના છેલ્લા ક્વાર્ટરમાં 13 ભારતીય શહેરોમાં 5G રોલ આઉટ થઈ રહ્યું છે. સેવા અલ્ટ્રા-લો લેટન્સી, વધેલી ક્ષમતા અને બહેતર ઉપયોગકર્તા અનુભવ સાથે ઉચ્ચ મલ્ટિ-ગીગાબાઇટ્સ પ્રતિ સેકન્ડ પીક ડેટા સ્પીડ પ્રદાન કરશે. સામાન્ય 2 GB મૂવી જે 4G નેટવર્કમાં ડાઉનલોડ થવામાં ઓછામાં ઓછી 200 સેકન્ડ લે છે તેને 10 સેકન્ડથી ઓછા સમયમાં ડાઉનલોડ કરી શકાય છે.

ગીગાહર્ટ્ઝની બેન્ડવિડ્થમાં વધારો આપણા ઉપકરણોને ઓનલાઈન લાવશે અને તેને બિલ્ટ-ઇન સિરિસ અને એલેક્સા સાથે તેને વધુ સ્માર્ટ બનાવશે. 5G દ્વારા સક્ષમ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) સ્માર્ટ જીવનનો આગળનો તબક્કો હશે. ઝડપી ડેટા એનાલિટિક્સ, રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે 5G ની સંભવિતતા વિશે વ્યવસાયો ઉત્સાહિત છે. 5G ટ્રાફિક મેનેજમેન્ટ, ડ્રોન ઓપરેશન્સ અને સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન્સમાં ઉપયોગી થશે.

5G ડિઝાઇનિંગ અગાઉના ધોરણોમાં અપનાવવામાં આવેલા “બોલ્ટ-ઓન” અભિગમને બદલે શરૂઆતથી જ સુરક્ષાનું ધ્યાન રાખે છે. તેના એન્ક્રિપ્શન ધોરણો એટલા મજબૂત છે કે, જો સાયબર હુમલાખોરને કેટલીક માહિતી મળે તો પણ તે બિનઉપયોગી ફોર્મેટમાં હશે. આ સિવાય, પ્રોટોકોલ એકબીજા સાથે જોડાયેલા ઉપકરણોની ગોપનીયતાને સુરક્ષિત કરે છે. હવે પ્રશ્ન એ છે કે, ટેલિકોમ કંપનીઓ આ ધોરણોને અપનાવશે કે કેમ તે તેમને પરવડી શકે તેવા રોકાણો પર આધારિત છે.

કેટલીક સુરક્ષા ચિંતા રહી શકે છે. પ્રથમ, 5G ની પ્રારંભિક લહેર હાલના 4G ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જ બનાવવામાં આવશે, તેથી, તે ભૂતકાળની નબળાઈઓને વારસામાં આપશે. બીજું, ઈન્ટરનેટ સાથે જોડાયેલા મોટાભાગના ઉપકરણો સાયબર હુમલાના અવકાશને વિસ્તૃત કરે છે. એક કનેક્ટેડ નેટવર્કમાં, જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો આવા હુમલાઓ જંગલની આગની જેમ ફેલાઈ શકે છે. ત્રીજું, જેમ જેમ ઉપકરણોની સંખ્યામાં વધારો થાય છે, તેમ-તેમ ગોપનીયતાની ચિંતાઓ વધશે. છેલ્લે, 5G નેટવર્ક ઘટકોનો એક મોટો હિસ્સો ચીનમાં સ્થિત ફેક્ટરીઓથી આયાત અને ઉત્પાદિત થાય છે. આવા સાધનોની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, પ્રતિબંધ અમલમાં આવ્યો તે પહેલા આયાત કરાયેલા સાધનોના ઉપયોગ અંગે ચિંતા રહી શકે છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા સહિતના કેટલાક દેશોએ Huawei અને ZTE દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રોટોકોલ પર ચિંતા વ્યક્ત કરી છે જે વપરાશકર્તાઓની ગોપનીયતા સાથે ચેડા કરે છે.

જ્યારે 5G નો વિકાસ અને પરિનિયોજન બજારની તાકાત દ્વારા સંચાલિત થાય છે, તો પણ સરકારોએ સુરક્ષાના મોરચે સક્રિય રહેવું જોઈએ. તેના માટે સરકાર, શિક્ષણવિદો અને વ્યવસાયો વચ્ચે એક સહયોગી વ્યવસ્થા રાખે તે સમયની જરૂરિયાત છે. C-DOTનું 5G ગઠબંધન એવો જ એક પ્રયાસ છે. તેના 10 કન્સોર્ટિયામાંથી એકને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. ગઠબંધનને શ્રેષ્ઠતાના કેન્દ્રો તરીકે વધારવામાં આવવી જોઈએ, જેમાં IIT અને ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) અથવા અન્ય કોઈપણ રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થા સામેલ હોય. ટેલિકોમ કંપનીઓને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પરીક્ષણ કરવા માટે આમંત્રિત કરી શકાય છે અને એથિકલ હેકર્સને તેમની કુશળતા ઉજાગર કરવા આમંત્રિત કરી શકાય છે.

સુરક્ષા ધોરણોના પાલનને પ્રોત્સાહન આપવા માટે 5G સેવા પ્રદાતાઓ માટે પુરસ્કાર પદ્ધતિ ઉપયોગી પદ્ધતિ હોઈ શકે છે. અધિકૃત એજન્સીઓ તેમના સલામતી માપદંડોના આધારે કંપનીઓને રેન્ક આપી શકે છે અને સરકાર તેના આધારે ટેક્સમાં છૂટ આપી શકે છે.

આ ઇકોસિસ્ટમના કેન્દ્રમાં ગ્રાહકો છે. CERT-In એ અંતિમ ઉપયોગર્તાઓ માટે સમજવામાં સરળ ફોર્મેટમાં સલાહ પ્રકાશિત કરવાનું ચાલુ રાખવું જોઈએ. તો, આપણે સુરક્ષાનો બોજ નાગરિકો પર નાખવાનું જોખમ ન લેવું જોઈએ. અન્ય હિતધારકોએ વધુ જવાબદારી લેવી જોઈએ. AI સક્ષમ હુમલાખોરો રક્ષા તંત્ર વિશે જાણી શકે છે અને તેમની મોડસ ઓપરેન્ડી પણ બદલી શકે છે. સેવા પ્રદાતાઓએ આ જોખમોને ખાસ ધ્યાનમાં લેવું જોઈએ.

આ પણ વાંચોનેશનલ હાઇવે અને એક્સપ્રેસ-વે પર વાહન ચલાવવું મોંઘુ પડશે, 1 એપ્રિલથી ટોલ ટેક્સ વધવા સંભવ

2023માં રોમાંચક સમય આપણી રાહ જોઈ રહ્યો છે. તમામ હિતધારકોએ 5G પેકેજના સુરક્ષા પડકારો માટે તૈયાર રહેવાની જરૂર છે.

(ભાવનુવાદ – કિરણ મહેતા)

લેખક – AGMUT કેડરના IPS અધિકારી છે, જે અરુણાચલ પ્રદેશમાં પોલીસ અધિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે.

Web Title: 5g and privacy concerns central goverment telecom companies 5g service providers must prepare

Best of Express