scorecardresearch

રોકાણકારોને બખ્ખા, નવેમ્બરમાં લિસ્ટેડ 9માંથી 7 IPOમાં 45 ટકા સુધીનું રિટર્ન

IPO returns : નવેમ્બર મહિનો (November) શેરબજાર (stock market)ના રોકાણકારો માટે ઘણો જ ફાયદાકારક સાબિત થયો છે. સેન્સેક્સ (sensex) – નિ્ફ્ટી (nifty) સતત નવી ઉંચાઇએ પહોંચવાની સાથે સાથે મોટી સંખ્યામાં લિસ્ટેડ થયેલા IPOમાં રોકાણકારોને કમાણી કરવાની સારી તક મળી છે, જાણો ક્યા IPOમાં કેટલું રિટર્ન મળ્યું…

રોકાણકારોને બખ્ખા, નવેમ્બરમાં લિસ્ટેડ 9માંથી 7 IPOમાં 45 ટકા સુધીનું રિટર્ન

નવેમ્બર મહિનો શેરબજાર માટે ઘણો જ પ્રોત્સાહિક રહ્યો છે. સેન્સેક્સ – નિ્ફ્ટી સતત નવી ઉંચાઇએ પહોંચવાની સાથે સાથે મોટી સંખ્યામાં લિસ્ટેડ થયેલા IPOમાં રોકાણકારોને કમાણી કરવાની તક મળી છે, જાણો ક્યા IPOમાં કેટલું રિટર્ન મળ્યું…

ભારતીય શેરબજાર માટે નવેમ્બર મહિના નફો કમાવવાનો મહિનો સાબિત થયો છે. ભારતીય શેરબજાર સતત નવી ઐતિહાસિક ઊંચાઇએ પહોંચવાની સાથે સ્ટોક એક્સચેન્જ ખાતે પણ મોટી સંખ્યામાં નવી કંપનીઓના લિસ્ટિંગથી રોકાણકારોને સારી એવી કમાણી થઇ છે. નવેમ્બરમાં શેરબજારમાં નવી નવ કંપનીઓનું લિસ્ટિંગ થયુ છે જેમાંથી 7 કંપનીઓમાં રોકાણકારોને 5થી 45 ટકા સુધીનું પોઝિટિવ રિટર્ન મળ્યુ છે જ્યારે બે કંપનીઓના શેર હાલ તેમની ઇશ્યૂ પ્રાઇસથી 7 ટકા જેટલા ભાવે ટ્રેડ કરી રહ્યા છે.

નવેમ્બરમાં લિસ્ટેડ ક્યાં IPOમાં કેટલું રિટર્ન મળ્યું

નવેમ્બરમાં ભારતીય શેરબજાર પર કુલ નવ કંપનીઓના શેરનું લિસ્ટિંગ થયુ છે જેમાંથી 7 આઇપીઓમાં રોકાણકારોને સારી કમાણી થઇ છે. કમાણી કરાવનાર આઇપીઓની વાત કરીયે તો સૌથી વધારે બીકાજી ફૂ્ડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં રોકાણકારોને લિસ્ટિંગથી અત્યાર સુધીમાં 44.70 ટકા જેટલું તગડું રિટર્ન મળ્યુ છે. 300 રૂપિયાની આઇપીઓ ઇશ્યૂ પ્રાઇસ સામે બીકાજી ફૂડ્સનો શેર 11 નવેમ્બરના રોજ 317 રૂપિયાના ભાવે સ્ટોક એક્સચેન્જ પર બંધ થતા લિસ્ટિંગના દિવસે જ આ તેના રોકાણકારોને 6 ટકા જેટલું વળતર છુટ્યુ હતુ. 30 નવેમ્બરના રોજ BSE પર બીકાજી ફૂડ્સના શેરનો બંધ ભાવ 415 રૂપિયા છે. આમ રોકાણકારોને લિસ્ટિંગથી અત્યાર સુધીમાં આ કંપનીએ 45 ટકા સુધીનું પોઝિટિવ રિટર્ન આપ્યુ છે.

રોકાણકારોને કમાણી કરાવનાર અન્ય આઇપીઓની વાત કરીયે તો નવેમ્બર મહિનામાં ગ્લોબલ હેલ્થ લિમિટેડનો શેર 38 ટકા, આર્ચીન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનો શેર 32 ટકા, કેઇન્સ ટેકનોલોજીનો શેર 25 ટકા વધ્યો છે. જે આઇપીઓમાં નેગેટિવ રિટર્ન મળ્યુ છે તેમાં આઇનોક્સ ગ્રીન એનર્જીનો શેર તેની ઇશ્યૂ પ્રાઇસથી 6.77 ટકા અને કિસ્ટોન રિયલ્ટર્સનો શેર 0.4 ટકા ડાઉન છે.

કંપનીનું નામલિસ્ટિંગ તારીખઇશ્યૂ પ્રાઇસલિસ્ટિંગ બંધ ભાવલિસ્ટિંગ ગેઇન
વધ/ઘટ(%)
હાલનો બંધ ભાવનફો/નુકસાન(%)
કિસ્ટોન રિયલ્ટર્સ24 નવેમ્બર₹ 541₹ 557.80+3.11543.10+0.39%
આઇનોક્સ ગ્રીન એનર્જી23 નવેમ્બર₹ 65₹ 59.10-9.0860.60-6.77%
કેઇન્સ ટેકનોલોજી22 નવેમ્બર₹ 587₹ 690.10+17.56733.55+24.97%
આર્ચીન કેમિકલ21 નવેમ્બર₹ 407₹ 457.95+12.52538.30+32.26%
ફાઇવ સ્ટાર બિઝનેસ21 નવેમ્બર ₹ 474₹ 489.50+3.27499.60+5.40%
બીકાજી ફૂડ્સ16 નવેમ્બર₹ 300₹ 317.45+5.82434.10+44.70%
ગ્લોબલ હેલ્થ16 નવેમ્બર₹ 336₹ 415.65+23.71464.20+38.15%
ફ્યૂઝન માઇક્રો ફાઇ.15 નવેમ્બર ₹ 368₹ 324.90-11.71366.95-0.29%
DCX સિસ્ટમ્સ11 નવેમ્બર ₹ 207₹ 308.80+49.18254.15+22.78%
નવેમ્બરમાં IPO થકી 9500 કરોડ રૂપિયા એક્ત્ર કરાયા

નવેમ્બર મહિનામાં શેરબજારમાં લિસ્ટેડ થયેલી નવ કંપનીઓએ આઇપીઓ મારફતે 9500 કરોડ રૂપિયાથી વધારે નાણાં એક્ત્ર કર્યા છે. જેમાં સૌથી મોટો આઇપીઓ ગ્લોબલ હેલ્થ લિમિટેડ (મેદાંતા)નો હતો, તેણે પ્રાયમરી માર્કેટમાં 2205 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. ત્યારબાદ ફાઇવસ્ટાર ગ્લોબલ ફાઇનાન્સે 1593 કરોડ અને આર્ચીન કેમિકલે 1462 કરોડ રૂપિયા જાહેર ભરણું લાવીને ઉભા કર્યા છે.

કંપનીનું નામIPOનું કદ
ધર્મજ ક્રોપ ગાર્ડ₹251.15 કરોડ
કિસ્ટોન રિયલ્ટર્સ₹635.00 કરોડ
આઇનોક્સ ગ્રીન₹740.00 કરોડ
કેઇન્સ ટેકનોલોજી₹857.82 કરોડ
આર્ચીન કેમિકલ₹1462.31 કરોડ
ફાઇવસ્ટાર બિઝનેસ₹1593.45 કરોડ
ગ્લોબલ હેલ્થ₹2205.57કરોડ
બીકાજી ફૂડ્સ₹881.22 કરોડ
ફ્યૂઝન માઇક્રો ફાઇ.₹1103.99 કરોડ
DCX સિસ્ટમ્સ₹500.00 કરોડ
સેન્સેક્સ 80,000ની ઉંચાઇએ પહોંચવાની આગાહી

સેન્સેક્સ આગામી વર્ષ 2023ના અંત સુધીમાં 80,000ને સ્પર્શી જવાની આગાહી એક અગ્રણી વિદેશી બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેન્લી સ્ટેનલી દ્વારા કરવામાં આવી છે. જો કે આવુ ત્યારે જ બનશે જ્યારે ભારતનો ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સમાં સમાવેશ થાય અને ક્રૂડ સહિતની કોમોડિટીની કિંમતમાં ઘટાડો આવે તો સેન્સેક્સ આ સ્તરે પહોંચી શકે છે.

Web Title: 7 out of 9 listed ipo in november is giving up to 45 percent return ipo returns stock market news

Best of Express