Acer ની ભારતમાં પોતના Aspire 3 લેપટોપના નવા વેરિયેન્ટ લોન્ચ કર્યો છે, લેટેસ્ટ એસ્પાયર 3 વેરિયન્ટનો એક intel Core i3 N305 ની સાથે લોન્ચ કર્યો હતો. અહીં જણાવી દઈએ કે, પ્રોસેસની સાથે આવતું આ દેશનું પહેલું લેપટોપ છે, નવા લેપટોપનું વજન ઓછું અને 1.7 કિલોગ્રામ ભારે છે, આ લેપટોપની જાડાઈ 18.9 મીલીમીટર છે, આ લેપટોપને એસરએ થર્મલ સિસ્ટમ ફીચર્સની સાથે લોન્ચ કર્યું છે, એસ્પાયર 3 લેપટોપ દેશમાં 40,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે. જાણો તેની કિંમત અને ફીચર્સ વિશે,
Acer Aspire 3 પ્રાઈઝ
એસર એસ્પાયર 3 લેપટોપને દેશમાં 39,999 રૂપિયામાં લોન્ચ કર્યો છે, આ લેપટોપ એસર એક્સક્લુઝિવ સ્ટોર, એસર ઈ-સ્ટોર, વિજય સેલ્સ, એમઝોન અને એસર સ્ટોરથી ખરીદી શકાય છે.
આ પણ વાંચો: બેંકોમાં જમા ₹ 35,012 કરોડની થાપણોનો કોઇ દાવેદાર નથી, શું છે RBIનો નિયમ? જાણો
Acer Aspire 3 સ્પેસિફિકેશન
નવા એસર એસ્પાયર 3 લેપટોપ 8 જીબીની સાથે આવે છે, આ લેપટોપને 14 કે 15.6 ઇંચ ફૂલ HD ડિસ્પેલની સાથે ખરીદી શકાય છે. લેપટોપમાં Acer purifiedVoice અને AI Noise Reduction ઓડિયો સિસ્ટમ અપાઈ છે જેની સાથે લેપટોપ આજુબાજુનો અવાજને એનલાઈઝ કરે છે અને જાતેજ સૌથી પ્રભાવી નોઇઝ કેસલીંગ મોડને પસંદ કરે છે.
એસરના લેપટોપને વોઇસ અને wake-on-voice ફીચર્સની સાથે સ્પેશિયલ microsoft cortana ની સાથે લોન્ચ કર્યું છે જેથી યુઝર્સને સારો અનુભવ મળી શકે, આ મોડલને લઈને કમ્પનીનો દાવો છે કે લેપટોપ સિંગલ ચાર્જમાં 11 કલાકની બેટરી લાઈફ આપે છે, આ લેપટોપ વિન્ડોઝ 11 ની સાથે આવે છે, જેમ કે આપણે માઇયે છીએ કે, acer aspire 3 માં ઇન્ટેલ કોર i 3 N305 પ્રોસેસર અપાયું છે.
આ પણ વાંચો: twitter logo : એલન મસ્કે બદલ્યો ટ્વિટરનો લોગો, બ્લૂ બર્ડના બદલે લગાવી ડોગીની તસવીર
લેટેસ્ટ Aspire 3 માં યુઝર્સને નુકસાન કરતી લાઈટ એક્સપોઝરથી બચાવવા માટે BlueLightShield અપાઈ છે, આ મશીનમાં યુએસબી ટાઈપ સીની સાથે ફૂલ-ફન્ક્શન યુએસબી ટાઈપ સી પોર્ટ અપાયું છે, આ સિવાય type A USB 3.2 Gen 1 અને HDMI 2.1 પોર્ટ પણ આ લેપટોપમાં મળે છે.
અહીં જણાવી દઈએ કે, એસરએ જાન્યુઆરી 2023 માં Ryzen 57000 series પ્રોસેસરની સાથે Aspire 3 લેપટોપ લોન્ચ કરાયું હતું. આ વેરિયન્ટને 47,990 રૂપિયામાં ઉપલબ્ધ કરાયું હતું.