Adani Group Companies Share Price: અદાણી ગ્રૂપ સામે હિંડનબર્ગ રિસર્ચે નવા આક્ષેપો કર્યા છે. સેબીએ અદાણી ગ્રૂપ કેસમાં હિંડનબર્ગ રિસર્ચને 46 પાનાની શો કોઝ નોટિસ મોકલી હતી. જેના પ્રત્યુત્તરમાં હિંડનબર્ગ રિસર્ચે સેબીની કાર્ય પ્રણાલી સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યો છે સાથે સાથે કોટક મહિન્દ્ર બેંકનો પણ ઉલ્લેખ કર્યો છે. હિંડનબર્ગના આક્ષેપોની અદાણી ગ્રૂપ પર નકારાત્મક અસર થાય છે. જુઓ આજે અદાણી ગ્રૂપ કંપનીઓના શેરના શું છે હાલ
અદાણી ગ્રૂપ કંપની શેર ભાવ પર એક નજર (Adani Group Companies Share Price)
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની શેરબજારમાં 10 કંપનીઓ લિસ્ટેડ છે. હિંડનબર્ગ રિસર્ચના આક્ષેપોને પગલે અદાણી ગ્રૂપના શેરમાં મિશ્ર અસર જોવા મળી હતી. શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રપની 10માંથી 5 કંપનીના શેર વધ્યા હતા જ્યારે 5 કંપનીના શેર ઘટ્યા હતા.

આજે અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇસ કંપનીનો શેર સૌથી વધુ 1 ટકા ઘટી 3150 રૂપિયા બંધ થયો હતો. સેશન દરમિયાન શેર ઉપરમાં 3207 અને નીચામાં 3130 રૂપિયા સુધી ગયો હતો. કંપનીની માર્કેટકેપ 359168 કરોડ રૂપિયા થઇ હતી. તો અદાણી પાવર 1 ટકા ઘટી 710 રૂપિયા અને અંબુજા સિમેન્ટનો શેર અડધા ટકાના ઘટાડે 691 રપિયા બંધ થયો હતો.
તો બીજી બાજુ અદાણી ગ્રૂપની જે 5 કંપનીના શેર વધ્યા હતા તેમા અદાણી એનર્જી સોલ્યુશન સૌથી વધુ અઢી ટકા વધ્યો હતો અને 1023 રૂપિય બંધ થયો હતો. અદાણી ટોટલ ગેસ 1.8 ટકા, એનડીટીવી 1.7 ટકા, અદાણી વિલ્મર 1 ટકા અને એસીસી લિમિટેડ પોણા ટકા વધ્યો છે.
| કંપની નામ | બંધ ભાવ | વધારો | માર્કેટકેપ (કરોડ) |
|---|---|---|---|
| અદાણી એન્ટરપ્રાઇસ | ₹ 3150 | -1.01% | ₹ 359168 |
| અદાણી પાવર | ₹ 710 | -0.98% | ₹ 274151 |
| અંબુજા સિમેન્ટ | ₹ 691 | -0.50% | ₹ 170263 |
| અદાણી ગ્રીન એનર્જી | ₹ 1773 | -0.16% | ₹ 280872 |
| અદાણી પોર્ટ સેઝ | ₹ 1474 | -0.04% | ₹ 318404 |
| કંપની નામ | બંધ ભાવ | ઘટાડો | માર્કેટકેપ (કરોડ) |
| અદાણી એનર્જી સોલ્યુશન | ₹ 1023 | +2.43% | ₹ 114204 |
| અદાણી ટોટલ ગેસ | ₹ 904 | +1.82% | ₹ 99444 |
| એનડીટીવી | ₹ 224 | +1.68% | ₹ 1445 |
| અદાણી વિલ્મર | ₹ 336 | +1.01% | ₹ 43682 |
| એસીસી લિમિટેડ | ₹ 2770 | +0.73% | ₹ 52022 |
અદાણી હિંડનબર્ગ વિવાદમાં નામ આવતા કોટક બેંક શેર તૂટ્યો

આ પણ વાંચો | અદાણી હિંડનબર્ગ વિવાદમાં કોટક બેંકનું નામ ઉછળ્યું, જાણો શું છે મામલો
હિંડનબર્ગ રિસર્ચ સેબીની શો કોઝ નોટિસમાં કોટક મહિન્દ્રા બેંકનો ઉલ્લેખ કર્યો છે. અદાણી હિંડનબર્ગ વિવાદમાં નામ આવતા કોટક બંકનો 2.2 ટકા ઘટી 1769 રૂપિયા બંધ થયો છે. હિંડનબર્ગના જણાવ્યા મુજબ, સેબીએ તેની નોટિસમાં માત્ર K-India ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો ઉલ્લેખ કર્યો છે અને કોટક નામને અને KMIL ના સંક્ષિપ્ત નામની આડમાં છુપાવવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકન ફર્મે તેના નિવેદનની નીચે ફૂટનોટમાં જણાવ્યું છે કે KMIL નો અર્થ હકીકતમાં કોટક મહિન્દ્રા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ થાય છે.





