Adani Group Company Stocks: અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં જબરદસ્ત રિકવરી જોવા મળી છે. જાન્યુઆરી 2024માં હિડેનબર્ગ રિપોર્ટના વિવાદ બાદ અદાણી ગ્રૂપની 6 કંપનીઓના શેરમાં રોકાણકારોને થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઇ થઇ ગઇ છે. નોંધનિય છે કે, યુએસ શોર્ટ સેલર ફર્મ હિડેનબર્ગ રિસર્ચના વિવાદ બાદ અદાણ ગ્રૂપ કંપનીઓના શેરમાં 75 ટકા સુધીનું ધોવાણ થયું. પરિણામે અદાણી ગ્રૂપની કૂલ માર્કેટકેપમાં 150 અબજ ડોલરથી વધુ ઘટાડો થયો હતો.
અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં સંપૂર્ણ રિકવરી
અદાણી ગ્રૂપની શેરબજારમાં 10 લિસ્ટેડ કંપની છે, જેમાંથી 6 કંપનીઓના શેર હિંડનબર્ગ રિસર્ચના આંચકામાંથી સંપૂર્ણપણે રિકવર થયા છે. આ સાથે અદાણી ગ્રૂપનુ બજારમૂલ્ય 200 અબજ ડોલરને વટાવી ગયું છે.
કંપનીનું નામ | આજનો બંધભાવ | માર્કેટકેપ |
---|---|---|
અદાણી એન્ટરપ્રાઇસ | 3384 | 385850 |
એસીસી લિમિટેડ | 2608 | 48986 |
અદાણી પોર્ટ્સ સેઝ | 1415 | 305821 |
અદાણી ગ્રીન | 1925 | 304989 |
અદાણી એનર્જી | 1105 | 123261 |
અદાણી ટોટલ ગેસ | 980 | 107786 |
અદાણી પાવર | 707 | 272666 |
અંબુજા સિમેન્ટ | 638 | 157147 |
અદાણી વિલ્મર | 345 | 44838 |
એનડીટીવી | 242 | 1564 |
અદાણી ગ્રૂપની કંપનીઓમાં અદાણી પોર્ટ્સ સેઝ અને અદાણી પાવર લિમિટેડના શેરે ચાલુ વર્ષે સૌથી સારો દેખાવ કર્યો છે. ઉપરોક્ત બંને શેરમાં અનુક્રે 40ટકા અને 35 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. અંબુજા સિમેન્ટ અને અદાણી એન્ટરપ્રાઇસના શેરમાં અનુક્રમે 25 ટકા અને 20 ટકાની તેજી આવી છે. તો એનટીડીવી શેરમાં સૌથી ઓછો 5.5 ટકાનો સુધારો થયો છે.

અદાણી ગ્રૂપના શેરમાં તેજીનું કારણ
અદાણી ગ્રૂપ કંપનીઓના શેર છેલ્લા 2 – 3 મહિનાથી સતત વધી રહ્યા છે. હિંડનબર્ગ રિપોર્ટ કેસમાં સેબી અને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં રિકવરી જોવા મળી છે. ઉપરાંત હિંડનબર્ગ વિવાદ બાદ રોકાણકારોનો ગુમાવેલો વિશ્વાસ ફરી હાંસલ કરવા માટે અદાણી ગ્રૂપ દ્વારા ઋણ બોજમાં ઘટાડો, લોન રિપેમેન્ટ, કંપનીઓમાં શેરહોલ્ડિંગમાં વધારો જેવા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેની સાનુકુળ અસરે કંપનીઓના શેર વધ્યા છે.
આ પણ વાંચો | કોણ છે ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ? ડોક્ટર માંથી બિઝનેસમેન બન્યા હવે ચલાવે છે 20852 કરોડની કંપની
સેન્સેક્સ ઇન્ડેક્સમાં અદાણી એન્ટરપ્રાઇસની એન્ટ્રી સંભવ
બીએસઇ સેન્સેક્સ ઇન્ડેક્સમાં અદાણી એન્ટપ્રાઇસની એન્ટ્રી થઇ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આઈઆઈએફએળ ઓલ્ટરનેટિવ રિસર્ચે એક નોટમાં જણાવ્યું છે કે, બીએસઇ સેન્સેક્સ ઇન્ડેક્સમાં અદાણી એન્ટપ્રાઇસનો સમાવેશ થવા સંભવ છે. જે 30 સ્ટોક વાળા સેન્સેક્સ ઇન્ડેક્સમાં સામેલ થનાર અદાણી ગ્રૂપની પ્રથમ કંપની હશે. સેન્સેક્સમાં વિપ્રોનું સ્થાને અદાણી એન્ટપ્રાઇસ લઇ શકે છે. સેન્સેક્સમાં અદાણી એન્ટપ્રાઇસનો સમાવેશ થવાથી ઇન્ડેક્સ ફોક્સ્ડ પેસિવ ફંડમાંથી 118 મિલિયન ડોલર એટલે લગભગ 1000 કરોડ રૂપિયાનો ઇનફ્લો જોવા મળી શકે છે.