SEBI Investigation On Adani Group Hindenburg Case : ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપકંપનીની મુશ્કેલીઓ હાલ સમાપ્ત થવાની કોઇ શક્યતા દેખાતી નથી. યુએસ શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપ સામે સતત ગંભીર આક્ષેપો થતા રહે છે. હવે અદાણી-હિંડનબર્ગ વિવાદમાં જાહેરહિત અરજીના અરજકર્તા પૈકીના એક અરજકર્તાએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કર્યુ છે. અરજકર્તાએ એક એફિડેવિટમાં આરોપ મૂક્યો છે કે, ભારતીય બજાર નિયામક સેબીએ સુપ્રીમ કોર્ટથી તથ્યો છુપાવ્યા છે અને અદાણી ગ્રૂપની કંપનીઓ દ્વારા શેરમાં હેરાફેરી અંગેના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના પત્રને નજર અંદાજ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે અદાણી- હિંડનબર્ગ વિવાદ સંબંધિત ચાર જાહેરહિતની અરજીઓ સ્વીકારી છે, જેમાં – વકીલ એમએલ શર્મા અને વિશાલ તિવારી, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને કાયદાના વિદ્યાર્થી અનામિકા જયસ્વાલની અરજી સામેલ છે.
25 ઓગસ્ટના રોજ શેરબજાર નિયામક સેબીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે, તેણે અદાણી ગ્રૂપ વિરુદ્ધની બે ને બાદ કરતા તમામ આરોપની તપાસ પૂર્ણ કરી લીધી છે અને કોર્પોરેટ ગ્રૂપમાં રોકાણ કરનાર વિદેશી વિદેશી સંસ્થાના વાસ્તવિક માલિકો વિશે પાંચ ટેક્સ હેવનથી માહિતી આપવવાની રાહ જોવાઇ રહી છે.
ભારતીય બજાર નિયામક સેબીએ સુપ્રીમ કોર્ટમાં એક સ્ટેટ્સ રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, તેણે 24 કેસોની તપાસ કરી રહી છે, તેમાંથી 22ના અંતિમ પરિણામ છે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સોગંદનામામાં અનામિકા જયસ્વાલે જણાવ્યુ કે, જ્યારે અદાણી ગ્રૂપની વિરુદ્ધ ઓવર ઇનવોઇસિંગ કેસની તપાસ ચાલી રહી હતી, તો DRIએ 2014માં તત્કાલિન સેબીના અધ્યક્ષને એક પત્ર મોકલીને સચેત કર્યા હતા. આ જૂથ વીજ ઉપકરણોની આયાતમાં વધારે વેલ્યૂએશન દર્શાવીને કથિત રીતે કરેલી કમાણીનો ઉપયોગ શેર બજારમાં સટ્ટાકીય ટ્રેડિંગ કે શેરની હેરાફેરી માટે કરી શકે છે.
આ એફિડેવિટમાં દાવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ પત્ર સાથે એક સીડી પણ હતી, જેમાં 2,323 કરોડ રૂપિયાની હેરાફેરીનો પુરાવા અને ડીઆરઆઇ દ્વારા તપાસ કરાયેલા કેસની બે નોંધ હતી. સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, એક પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ડીઆરઆઈની મુંબઈ ઝોનલ યુનિટમાંથી વધુ દસ્તાવેજો પ્રાપ્ત કરી શકે છે.

અરજકર્તાનું કહેવુ છે કે, સેબીએ ન માત્ર અદાલતથી આ મહત્વપૂર્ણ તથ્યો છુપાવ્યા છે અને ડીઆરઆઇની ચેતવણીને નજરઅંદાજ કરી છે, ઉલટાનું સેબી દ્વારા અદાણીની તપાસ કરવામાં હિતોનો સ્પષ્ટ સંઘર્ષ પણ છે.
આ એફિડેવિટમાં જણાવ્યું હતું કે, “સિરિલ શ્રોફ મેનેજિંગ પાર્ટનર, સિરિલ અમરચંદ મંગલદાસ કોર્પોરેટ ગર્વનન્સ અંગેની સેબીની સમિતિના સભ્ય હતા, જે ઇનસાઇડર ટ્રેડિંગ જેવા અપરોધો પર નજર રાખે છે. સોગંદનામામાં કહેવાયુ છે કે, તેમની દિકરીના લગ્ન ગૌતમ અદાણીના દિકરા સાથે થયા છે.
અરજકર્તા એ કહ્યું કે, સેબીની 24 તપાસ રિપોર્ટમાંથી પાંચ અદાણી જૂથની કંપનીઓ વિરુદ્ધ ઇનસાઇડર ટ્રેડિંગના આરોપોની છે.
તાજેતરમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટની તપાસ દરમિયાન સામે આવેલા દસ્તાવેજોનો હવાલો આપતા આ એફિડેવિટમાં કહેવાયુ છે કે, મોરેશિયસ સ્થિત બે કંપનીઓ – ઇમર્જિંગ ઇન્ડિયા ફોકસ ફંડ (ઇઆઇએફએફ) અને ઇએમ રિસર્જેટ ફંડ (ઇએમઆરએફ)એ રોકાણ અને ટ્રેડિંગ કર્યુ હતુ. વર્ષ 2013થી 2018 દરમિયાન ચાર અદાણી કંપનીઓના શેરમાં મોટો ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચો | અદાણી ગ્રૂપ સામે આક્ષેપ કરનાર OCCRP શું છે અને કોણ સહાય આપે છે? અત્યાર સુધી કેટલા કૌભાંડનો પર્દાફાશ કર્યો? જાણો
જયસ્વાલે એફિડેવિટમાં દાવો કર્યો છે કે, આ બંને કંપનીઓના નામ સેબીની 13 શંકાસ્પદ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ / વિદેશી સંસ્થાઓની યાદીમાં સામેલ છે, પરંતુ સેબી તેના અંતિમ લાભકાર માલિક કે આર્થિક હિત મેળવનાર શેરધારકોની જાણકારી મેળવવામાં અસમર્થ છે.





