Kotak Mahindra Bank In Adani Adani Hindenburg Case: અદાણી ગ્રૂપ હિંડનબર્ગ વિવાદમાં હવે કોટક મહિન્દ્રા બેંકનું નામ ઉછળ્યું છે. હકીતમાં સેબીની કારણદર્શક નોટિસના પ્રત્યુત્તરમાં હિંડનબર્ગ રિસર્ચે પણ કોટક બેન્ક વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. અમેરિકન ફર્મે તેના નિવેદનમાં કહ્યું છે કે, એક તરફ, સેબીએ અમને તેના અધિકારક્ષેત્રમાં જાહેર કરવાનો દાવો કરીને પોતાની જાતને મૂંઝવણમાં મૂકતી દલીલ કરી છે, પરંતુ તેની નોટિસમાં, તેણે સ્પષ્ટપણે તે પક્ષના નામનો ઉલ્લેખ કર્યો નથી કે જેની સામે ભારત સાથે સંબંધ છે. આ નામ છે કોટક બેંક, જેની સ્થાપના ઉદય કોટક દ્વારા કરવામાં આવી હતી, જે ભારતની અગ્રણી ખાનગી બેંક અને બ્રોકરેજ ફર્મ છે, જેણે અમારા ઈન્વેસ્ટર પાર્ટનર દ્વારા અદાણી વિરુદ્ધ દાવ લગાવવા માટે ઉપયોગમાં લેવાતા ઑફશોર ફંડ સ્ટ્રક્ચરની રચના અને મોનેટરિંગ કરે છે.
સેબી તરફથી હિંડનબર્ગ રિસર્ચને 46 પાનાની શો કોઝ નોટિસ
હિંડનબર્ગ રિસર્ચે નિવેદનમાં જણાવ્યું કે, સેબી તરફથી 27 જૂને 46 પાનાંની શો કોઝ નોટિસ મળી હતી. હિંડનબર્ગ રિસર્ચે તેના પ્રત્યુત્તરમાં સેબીની શો કોઝ નોટિસને બકવાસ અને પૂર્વ નિર્ધારિત ઉદ્દેશ્ય પૂરા કરવા માટે રચાયેલ ગણાવ્યું છે. હિંડનબર્ગના મતે આ એક પૂર્વ નિર્ધારિત ઉદ્દેશ્ય છે, ભારતમાં અમુક સૌથી શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો પર્દાફાશ કરનારાઓને ચૂપ કરવા અને ડરાવવાની કોશિશ છે.

હિંડનબર્ગના જણાવ્યા મુજબ, સેબીએ તેની નોટિસમાં માત્ર K-India ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો ઉલ્લેખ કર્યો છે અને કોટક નામને અને KMIL ના સંક્ષિપ્ત નામની આડમાં છુપાવવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકન ફર્મે તેના નિવેદનની નીચે ફૂટનોટમાં જણાવ્યું છે કે KMIL નો અર્થ હકીકતમાં કોટક મહિન્દ્રા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ થાય છે.
સેબીનો ઉદ્દેશ શક્તિશાળી ઉદ્યોગપતિઓને બચાવવાનો : હિંડનબર્ગ રિસર્ચ
હિંડનબર્ગ રિસર્ચે તેના પ્રત્યુત્તરમાં લખ્યું છે કે, કોટક બેંકના સ્થાપક ઉદય કોટક સેબીની 2017 કોર્પોરેટ ગવર્નન્સ કમિટીના વડા હતા અને અમને શંકા છે કે સેબી દ્વારા કોટક અથવા કોટક બોર્ડના અન્ય કોઈ સભ્યનો ઉલ્લેખ ન કરવાનો હેતુ શક્તિશાળી ભારતીય ઉદ્યોગપતિઓને તપાસથી બચાવવાનો હોઇ શકે છે. આ એક એવી ભૂમિકા છે જે સેબી અપનાવી રહી હોય તેવું લાગે છે. હિંડનબર્ગ રિસર્ચના નિવેદનમાં કરવામાં આવેલા આ મુદ્દાઓ પર હજુ સુધી સેબી અથવા કોટક જૂથ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવ નથી.

આ પણ વાંચો | ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી કેટલો પગાર મેળવે છે? ભારતના બે સૌથી ધનિક વ્યક્તિ કેટલી કમાણી કરે છે
અદાણી પર ‘શોર્ટ’ કરવાની વાત ક્યારેય છુપાવી નથી: હિંડનબર્ગ રિસર્ચ
હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, અદાણી જૂથમાં “બેશરમ સાથે ચાલી રહેલા સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડ નો આરોપ મૂકતો અહેવાલ જારી કરતી વખતે, તેણે પોતે જ ખુલાસો કર્યો હતો કે શેરમાં ઘટાડા પર તેણે દાવ લગાવ્યો છે. એટલે કે તેણે અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડાની ધારણા સાથે ટ્રેડિંગ કર્યું હતું. શોર્ટ સેલિંગ ફર્મે કહ્યું છે કે, આ કોઈ ગોપનિય રહસ્ય ન હતું. હકીકતમાં, વિશ્વભરમાં દરેકને ખબર હતી કે અમે અદાણી પર ‘શોર્ટ’ છીએ, કારણ કે અમે પોતે વારંવાર આ વાતનો ખુલાસો કર્યો છે.





