Adani Ports: ગૌતમ અદાણી માટે માઠા સમાચાર, નોર્વે વેલ્થ ફંડે અદાણી ગ્રૂપની આ કંપનીને બ્લેક લિસ્ટ કરી, જાણો કેમ

Adani Ports Sez: અદાણી ગ્રૂપની અદાણી પોર્ટ સેઝ કંપનીને નોર્વેના સરકારી વેલ્થ ફંડ તેના પોર્ટફોલિયોમાંથી બાકાત કરી છે. નોર્જેસ બેંક દુનિયાની લગભગ 9000 કંપનીઓમાં હોલ્ડિંગ ધરાવે છે.

Written by Ajay Saroya
May 16, 2024 17:58 IST
Adani Ports: ગૌતમ અદાણી માટે માઠા સમાચાર, નોર્વે વેલ્થ ફંડે અદાણી ગ્રૂપની આ કંપનીને બ્લેક લિસ્ટ કરી, જાણો કેમ
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. (Express Photo)

Adani Ports Sez: ગૌતમ અદાણી માટે એક માઠા સમાચાર આવ્યા છે. અદાણી ગ્રૂપ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને એક વિદેશી વેલ્થ ફંડે બ્લેક લિસ્ટ કરી છે. આ સોવરિન વેલ્થ ફંડ અદાણી પોર્ટ્સ ઉપરાંત અન્ય બે કંપની અમેરિકાની એલ3 હેરિસ ટેકનોલોજી અને ચીનની વેઇચાઇ પાવરને પણ તેના પોર્ટફોલિયોમાંથી બહાર કરી દીધી છે. જાણો વેલ્થ ફંડે અદાણી પોર્ટ્સને કેમ બ્લેક લિસ્ટ કરી

સોવરિન વેલ્થ ફંડ નોર્જેસ બેંકે અદાણી પોર્ટ્સને બ્લેક લિસ્ટ કરી

નોર્જેસ બેંક, જે નોર્વેની સેન્ટ્રલ બેંક છે, તેણે 15 મેના રોજ જણાવ્યું કે, તેના એક્સિક્યુટિવ બોર્ડે નૈતિક ચિંતાઓના કારણે તેના સરકારી પેન્શન ફંડમાંથી ત્રણ કંપનીઓને બાકાત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ 3 કંપનીમાં ભારતની અદાણી પોર્ટ્સ સેઝ, અમેરિકાની એલ3 હેરિસ ટેકનોલોજી અને ચીનની વેઇચાઇ પાવરનો સમાવેશ થાય છે.

Adani Group Share | Adani Group Companies | Gautam Adani | Adani Group Marketcap | Adani Enterprises
ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં તોફાની તેજી, માર્કેટકેપ ફરી 11 લાખ કરોડને પાર, રોકાણકારો માલામાલ

નોર્વે વેલ્થ ફંડે અદાણી પોર્ટ્સે કેમ બ્લેક લિસ્ટ કરી

નોર્વે વેલ્થ ફંડે જણાવ્યું કે, ઉપરોક્ત કંપનીઓ યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિમાં વ્યક્તિના અધિકારના ઉલ્લંઘન સાથે સંકળાયેલી છે. મ્યાનમારમાં એક પોર્ટ ટર્મિનલમાં અદાણી પોર્ટ્સની ભાગીદારના કારણે નોર્વે સરકારના મોનેટરિંગ હેઠળ હતી. કંપનીએ પાછલા વર્ષે જ આ પોર્ટ પ્રોજેક્ટ વેચી દીધી હતો. જો કે નોર્વેની કાઉન્સિલ ઓફ એથિક્સે જણાવ્યું કે, ખરીદદાર વિશે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, મે 2023માં APSEZ એ ખુલાસો કર્યો હતો કે તેણે મ્યાનમારમાં તેનો પોર્ટ બિઝનેસ વેચી દીધો છે. ખરીદનાર વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. APSEZ એ જણાવ્યું છે કે તે ગોપનીયતાના આધારે આવી કોઈપણ માહિતી શેર કરી શકતું નથી.

Vibrant Gujarat Global Summit 2024 | gautam adani | Investment | Gujarat
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 – ગૌતમ અદાણીનો ગુજરાતમાં રોકાણનો પ્લાન

અદાણી પોર્ટ્સ સેઝ શેર ભાવ પર અસર

અદાણી પોર્ટ્સ સેઝ અદાણી ગ્રૂપ ની શેરબજારમાં લિસ્ટેડ કંપની છે. નોર્વે વેલ્થ ફંડમાંથી બ્લેક લિસ્ટ રાખવાના અહેવાલની અદાણી પોર્ટ્સ સેઝના શેર પર ખાસ અસર જોવા મળી ન હતી. બીએસઇ પર અદાણી પોર્ટ્સ સેઝનો શેર અડધા ટકા વધી 1344.75 રૂપિયા બંધ થયો હતો.કંપનીની માર્કેટકેપ 290484 કરોડ રૂપિયા હતી. તમને જણાવી દઇયે કે, APSEZ અદાણી ગ્રૂપની એક લોજિસ્ટિક્સ કંપની છે જે બંદરો અને બંદર સર્વિસના સંચાલનમાં અન્ય બાબતો સાથે સંકળાયેલી છે.

આ પણ વાંચો | કોણ છે ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ? ડોક્ટર માંથી બિઝનેસમેન બન્યા હવે ચલાવે છે 20852 કરોડની કંપની

નોર્વે સોવરિન વેલ્થ ફંડ દુનિયાનું સૌથી મોટું ફંડ

નોર્વેનું સરકારી પેન્શન ફંડ ગ્લોબલ GPFG એ વિશ્વનું સૌથી મોટું ફંડ છે, જે દુનિયાભરની લિસ્ટેડ કંપનીઓમાં લગભગ 1.5 ટકા હિસ્સો ધરાવે છે. તે દુનિયાની લગભગ 9000 કંપનીઓમાં હોલ્ડિંગ ધરાવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ