/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Air-India-Express-Flight-Ticket-Discount.jpg)
Air India : હવે હવાઈ મુસાફરો માત્ર આટલા રૂપિયામાં હવાઈ મુસાફરીનો આનંદ માણશે! ટાટા એરલાઈન્સની આકર્ષક ઓફર
Air India Express Flight Ticket Discount : ટાટા ગ્રુપની ઓછી કિંમતની એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસે (Air India Express) 'ટાઈમ ટુ ટ્રાવેલ' (Time To Travel) ઓફરની જાહેરાત કરી છે. આ ઑફર હેઠળ, એરલાઇન ₹ 1,799ની શરૂઆતી કિંમતે ફ્લાઇટ ટિકિટ ઉપલબ્ધ કરાવી રહી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે બેંગલુરુ-ચેન્નઈ, દિલ્હી-જયપુર જેવા તમામ સ્થાનિક રૂટ પર સસ્તા હવાઈ ભાડા ઓફર કરવાની માહિતી આપી છે.
એર ઈન્ડિયા ટાઈમ ટુ ટ્રાવેલ સેલ હેઠળ, 11 જાન્યુઆરી, 2024 સુધી બુકિંગ કરાવી શકાશે. જ્યારે મુસાફરીનો સમયગાળો 30 સપ્ટેમ્બર 2024 છે.
આ પણ વાંચો: OPPO Find X7 Ultra : ઓપ્પોએ લોન્ચ કર્યો ડ્યુઅલ પેરિસ્કોપ લેન્સ વાળો નવો ફોન
Xpress Ahead સાથે પ્રાયોરિટી સર્વિસ
Highflyer અને Jetsetter બેજ ધરાવતા સભ્યો NeuPass Rewards પ્રોગ્રામમાં લૉગ ઇન કરવા પર Xpress Ahead હેઠળ અગ્રતા સેવા પ્રાપ્ત કરી શકે છે. Tata NeuPass રિવોર્ડ્સ પ્રોગ્રામના સભ્યો 8 ટકા સુધી NeuCoins પણ કમાઈ શકે છે. આ ઉપરાંત તેઓ માઈલ, સીટો, સામાન, ફેરફાર અને રદ કરવાની ફી વગેરે પર વિશિષ્ટ ડીલ પણ મેળવે છે.
આ પણ વાંચો: WhatsApp Safety : જો વોટ્સએપનો યુઝ કરો છો, તો જાણો આ 3 ટિપ્સ, ફ્રોડથી બચાવશે
એર ઈન્ડિયા એક્સપ્રેસનું કહેવું છે કે લોયલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, એસએમઈ, લશ્કરી કર્મચારીઓ અને તેમના આશ્રિતો પણ એરલાઈન્સ દ્વારા ઓફર કરવામાં આવતી વિશેષ ઓફરોનો લાભ લઈ શકે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ' મોબાઈલ એપ, વેબસાઈટ (airindiaexpress.com) નો ઉપયોગ 'ટાઈમ ટુ ટ્રાવેલ' સેલ હેઠળ ઓફર કરવામાં આવતા વિશેષ ભાડા પર ટિકિટ બુક કરવા માટે થઈ શકે છે.
મર્યાદિત સમયના વેચાણમાં, બેંગલુરુ-ચેન્નઈ, દિલ્હી-જયપુર, બેંગલુરુ-કોચી, દિલ્હી-ગ્વાલિયર અને કોલકાતા-બાગડોગરા જેવા વ્યસ્ત રૂટ માટે ટિકિટ બુક કરી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us