Akshaya Tritiya 2024 Gold Invest Retrun: અખાત્રીજે સોના અને ચાંદીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જો તમે અખાત્રીજ પર સોનું કે ચાંદી ખરીદવા જઇ રહ્યા છે તો તમારે વધારે રૂપિયા ચૂકવવા પડશે. સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 75000 રૂપિાયને કદાવી ગઇ છે. તો ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. અખાત્રીજ પર સોનું ખરીદનારને વાર્ષિક ધોરણે સરેરાશ 20 ટકા સુધીનું જંગી વળતર મળ્યું છે. જાણો તમારા શહેરમાં સોના ચાંદીના આજના ભાવ
સોનામાં 1700 રૂપિયાનો ઉછાળો
અખા ત્રીજના દિવસે સોનામાં મોટા ઉછાળો આવ્યો છે. અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં આજે સોનામાં 1700 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો કિંમત 75500 રૂપિયા થયો છે. 3 સપ્તાહનો સૌથી ઉંચો ભાવ છે. છેલ્લે 20 એપ્રિલના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 76200 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. પાછલા દિવસે સ્થાનિક બજારમાં 99.9 શુદ્ધ સોનાની 10 ગ્રામની કિંમત 73800 રૂપિયા હતી.

ચાંદી સર્વોચ્ચ શિખરે, 1 કિલોના ભાવ 85000 રૂપિયા
સોનાની પાછળ પાછળ ચાંદીમાં મોટો ઉછાળો આવ્યો છે. સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદી 2000 રૂપિયા મોંઘી થઇ છે. આ સાથે ઇતિહાસમાં પહેલીવાર 1 કિલો ચાંદીની 85000 રૂપિયા થઇ છે. પાછલા દિવસે સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 83000 રૂપિયા હતી.
વિવિધ શહેરમાં 10 મેના રોજ સોનાના ભાવ
દેશના વિવિધ શહેરોની વાત કરીયે તો દિલ્હીમાં 99.9 શુદ્ધ સોનાની 10 ગ્રામની કિંમત 73240 રૂપિયા છે. તો મુંબઇમાં સોનાનો ભાવ 73090 અને ચેન્નઇમાં 73150 રૂપિયા બોલાયો છે.

આ પણ વાંચો | સોનાના દાગીના ખરીદવા કે ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું? ક્યો વિકલ્પ શ્રેષ્ઠ છે? જાણો
અખાત્રીજ પર સોનું ચાંદી ખરીદનારને જંગી વળતર
અખાત્રીજ પર સોનું ચાંદી ખરીદનારને આકર્ષક વળતર મળ્યું છે. આજે 10 એપ્રિલ, 2024ના રોજ અખાત્રીજ પર અમદાવાદમાં 99.9 શુદ્ધ સોનાના 10 ગ્રામનો ભાવ 75500 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 85000 રૂપિયા છે. વર્ષ 2023માં 22 એપ્રિલે અખાત્રીજ પર 10 ગ્રામ સોનાના ભાવ 62100 અને 1 કિલો ચાંદીની કિંમત 74000 રૂપિયા હતા. આમ અખાત્રીજ પર વાર્ષિક ધોરણે સોનું 13400 અને ચાંદી 11000 રૂપિયા મોંઘા થયા છે. ટકાવારીની રીતે સોનામાં 21.57 ટકા અને ચાંદીમાં 14.86 ટકાનું વળતર મળ્યું છે.





