Amazon Great Freedom Festival 2025: એમેઝોને ભારતમાં તેના ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ 2025 ની જાહેરાત કરી છે. એમેઝોન પ્રાઇમ મેમ્બર્સને આવતા મહિનાથી શરૂ થનારા આ ફેસ્ટવલ સેલમાં વહેલી તકે એક્સેસ મળશે. ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ 2025 સેલમાં સ્માર્ટફોન, એસેસરીઝ, લેપટોપ, હોમ એપ્લાયન્સીસ અને એમેઝોન ડિવાઇસ સહિતની ઘણી કેટેગરીની પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળશે. એસબીઆઇ કાર્ડથી ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળવા ઉપરાંત ગ્રાહકો એક્સચેન્જ અને ઇએમઆઇ ઓફરનો પણ લાભ લઇ શકે છે.
એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ 2025 સેલ કયારે શરૂ થશે?
એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ 2025 સેલ ભારતમાં 1 ઓગસ્ટથી શરૂ થશે. એમેઝોન પ્રાઇમ મેમ્બર્સને 12 કલાક પહેલા એક્સેસ મળશે.
તમને જણાવી દઈએ કે જે યૂઝર્સ પાસે પ્રાઈમ સબ્સક્રિપ્શન નથી, તેઓ દર મહિને 299 રૂપિયાની પ્રારંભિક કિંમતે મેમ્બરશિપ લઈ શકે છે. તમારે ત્રણ મહિના માટે 599 રૂપિયા અને એક વર્ષ માટે 1499 રૂપિયા ચૂકવવા પડશે. Amazon Prime Shopping Edition માટે વાર્ષિક ફી 399 રૂપિયા છે.
Amazon Great Freedom Festival 2025 Offers : એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ 2025 ઓફર્સ
એમેઝોને ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ કેટલો સમય ચાલશે તે અંગે હજી સુધી સત્તાવાર રીતે ખુલાસો કર્યો નથી. પરંતુ પાર્ટનર એસબીઆઇ કાર્ડ છે અને એસબીઆઇ ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન દ્વારા કરવામાં આવેલી ખરીદી પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ગ્રાહકો એક્સચેન્જ ઓફર અને નો-કોસ્ટ ઈએમઆઈ પ્લાનનો લાભ લઈ શકે છે.
આ સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને મોટા હોમ એપ્લાયન્સીસ જેવા કે ફ્રીજ અને વોશિંગ મશીનને આકર્ષક ઓફર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેલમાં ટ્રેન્ડિંગ ડીલ્સ, રાત્રે 8 વાગ્યે ડીલ્સ અને બ્લોકબસ્ટર ડીલ્સ જેવી ઘણી મર્યાદિત સમયની ઓફર્સ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે એમેઝોને હાલમાં જ પ્રાઈમ ડે સેલ 2025નું આયોજન 12થી 14 જુલાઈ વચ્ચે કર્યું હતું. આ સેલમાં પ્રાઇમ મેમ્બર્સને ઘણી પ્રોડક્ટ કેટેગરીમાં એક્સક્લૂસિવ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મળશે.





