scorecardresearch

વર્ષ 2023 માં પણ થશે છટણી : અમેઝોને કહ્યું આવનારા દિવસોમાં 18,000 કર્મચારીઓ ગુમાવશે નોકરી

Amazon job cuts :અમેઝોનમાં નોકરી પર છટણી (Amazon job cuts) કરવાનું શરૂ જાન્યુઆરી 18 થી થશે, જે કંપનીના ઈ- કોમર્સ અને માનવ સંસાધન સંસ્થાઓને મોટાભગે અસર કરશે.

The cuts amount to 6% of Amazon's roughly 300,000-person corporate workforce. (Photo: AP)
કાપનો આંકડો એમેઝોનના આશરે 300,000-વ્યક્તિ કોર્પોરેટ કર્મચારીઓના 6% જેટલી છે. (તસવીરઃ એપી)

 Reuters :ચીફ એક્ઝિક્યુટિવ એન્ડી જેસીએ બુધવારે જાહેર સ્ટાફની નોંધમાં જણાવ્યું હતું કે, અગાઉ જાહેર કરેલા કર્મચારીઓની છટણીના ભાગરૂપે Amazon.com Inc ના હવે 18,000 થી વધુ કર્મચારીઓની છટણી થશે.

છટણી કરવાનો નિર્ણય પર કામ,એમેઝોન જાન્યુઆરી 18 થી શરૂ કરશે, કંપનીના ઈ- કોમર્સ અને માનવ સંસાધન સંસ્થાઓને મોટાભગે અસર કરશે એવું તેઓએ જણાવ્યું હતું.

આ કાપ એમેઝોનના લગભગ 3,00,000 કોર્પોરેટ કર્મચારીઓના 6% જેટલો છે. અને રિટેલર માટે લાભદાયી સાબિત થઇ શકે છે જેને તાજેરતમાં પોતાના ટેલેન્ટ માટે આક્રમક સ્પર્ધા કરીને બમણી કમાણી કરી રહ્યા છે.

આ પણ વાંચો: Xiaomi Redmi Note 12, Redmi Note 12 Pro plus Launch : રેડમી નોટ 12 5G સિરીઝના 3 ફોન લોન્ચ

જસ્સીએ વાર્ષિક આયોજનની નોંધમાં જણાવ્યું હતું કે,”અનિશ્ચિત અર્થતંત્રને કારણે વધુ મુશ્કેલ બની રહ્યું છે તેમ છતાં છેલ્લા ઘણા વર્ષોમાં ઘણાને લોકોને નોકરીઓ આપી છે.

એમેઝોન પાસે વેરહાઉસ સ્ટાફ સહિત 1.5 મિલિયનથી વધુ કર્મચારીઓ છે, એમઝોન હાલ વોલમાર્ટ પછી અમેરિકાની બીજા ક્રમની સૌથી મોટી ખાનગી નોકરીદાતા છે. તે આવનારી ધીમી વૃદ્ધિ માટે પૂરીઓ તૈયારીમાં છે કારણ કે વધતા જતા ફુગાવાએ વ્યવસાયો અને ગ્રાહકોને ખર્ચમાં ઘટાડો કરવા પ્રોત્સાહિત કર્યા છે. અને અગાઉના વર્ષોમાં તેના શેરની કિંમત અડધી થઇ ગઈ છે.

આ પણ વાંચો: કેન્દ્રીય કેબિનેટે ગ્રીન હાઇડ્રોજન મિશનને આપી મંજૂરી

એમેઝોનએ તેના ડિવાઇસ ડિવઝનમાંથી કર્મચારીઓને નવેમ્બરમાં છટણી કરવાનું શરૂ કર્યું હતું. એક સ્રોતે રોઈટર્સને જણાવ્યું હતું કે તે સમયે તે 10,000 નોકરીમાં કાપ મુકવાનો લક્ષ્ય રાખ્યો હતો.

તેની છટણી હવે ફેસબુક-પેરેન્ટ મેટા પ્લેટફોર્મ કંપનીમાં 11,000 જોબ કટ તેમજ અન્ય ટેક- ઉદ્યોગ પીઅર્સમાં મુકેલા કાપથી પણ વધારે છે.

Web Title: Amazon job cuts employees lays off exceed 18000 roles

Best of Express