/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Amazon.jpg)
અમેરિકાની વિશાળ ટેક કંપની એમઝોનએ ભારતમાં ઘણા બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. આ મામલાને લઈને એક વ્યક્તિના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એમેઝોનની આ સેવાઓ બંધ થવાથી સેંકડો કર્મચારીઓની નોકરી જશે. એમેઝોન તેના કોર બિઝનેસ એટલે કે ભારતમાં ઓનલાઈન રિટેલ બિઝનેસ પર નિર્ભર રહેશે.
અહીં જણાવી દઈએ કે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધી રહેલ ઈ-કોમર્સ માર્કેટ ભારતમાં એમેઝોનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ભારતીય કંપની જેમ કે રિયલન્સ ઇન્ડસ્ટ્રી અને ટાટા ગ્રુપ સિવાય વોલમાર્ટ કે ફ્લિપકાર્ટ દ્વારા એમેઝોનને ટક્કર મળી રહી છે.
અમેઝોને ભારતમાં બંધ કરી ફૂલ ડિલિવરી સર્વિસ
અહીં જણાવી દઈએ કે ભારતમાં પોતાની ફૂલ ડિલિવરી સર્વિસ બંધ કરવાનો નિર્ણય અમેઝોન દ્વારા લેવામાં આવ્યો છે. આ સિવાય કંપની, નાના બિઝનેસને સામાન પહોંચાડતી કંપનીની સર્વિસ પણ બંધ કરી દીધી છે. દુનિયાભરમાં ઘણી જગ્યાએ એમેઝોનના બિઝનેસમાં ધીમે ધીમે ગ્રોથ ઓછો થઇ રહ્યો છે. જેના લીધે ચીફ એકઝીકયુટીવ ઓફિસર એન્ડી જેસી દુનિયાભરમાં ખર્ચ અને નોકરીઓમાં ઓછી કરી રહ્યા છે.
આ પણ વાંચો: વ્હાઇટ હાઉસનું મોટું નિવેદનઃ એલોન મસ્ક કહે છે કે એપલ પોતાના એપ સ્ટોરમાંથી ટ્વિટરને હટાવવાની આપે છે ધમકી
એમેઝોન એકેડમી લર્નિંગ પ્લેટફોર્મ પણ બંધ થશે
રિપોર્ટમાં જણાવ્યું હતું કે એમેઝોન ઘણા એવા પ્રોજેક્ટને પણ હોલ્ડ પર રાખી સકવાની સંભાવના છે જે હાલ બીટા ટેસ્ટિંગમાં છે. આ સાથે એમેઝોનએ હાલ કહ્યું હતું કે અમેઝોન એકેડેમી લર્નિંગ પ્લેટફોર્મને પણ આવનારા સમયમાં બંધ કરી દેવાશે. અહીં જણાવી દઈએ કે લર્નિંગ પ્લેટફોર્મ દ્વારા ભારતના મેડિકલ અને એન્જીયરીંગ સ્કૂલમાં એડમિશન માટે તૈયારી કરનારા વિધાર્થીઓને ઓનલાઇન ટેસ્ટ માટે રિસોર્સ ઓફર કરાય છે.
આ પણ વાંચો: Message yourself : વૉટ્સ એપ યુઝર્સ હવે કરી શકશે પોતાની સાથે વાતો, નવા ફિચરનો આ રીતે કરો યુઝ
10000 કર્મચારીઓની છટણી કરશે એમેઝોન
અહીં જણાવી દઈએ કે આઇટી ટેક વિશાળ કંપની એમેઝોન લગભગ 10000 થી વધારે કર્મચારીઓની છટણી કરી શકે છે. આ રિપોર્ટમાં જાણવામાં મળ્યું છે કે થોડા સમયથી એમેઝોન કંપનીએ કોઈ ખાસ પ્રોફિટ કર્યો ન હતો અને તેના લીધે કંપની નોકરીઓમાંથી કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. એમઝોન દુનિયાભરમાંથી લગભગ 16 લાખથી વધારે કર્મચારીઓ છે અને 0.6% કર્મચારીઓની છટણી કરી શકે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us