Asteroids Earth Collision Prediction: અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એસ્ટ્રોઈડને લઈ વધુ એક વખત એલર્ટ જાહેર કર્યું છે. તાજેતરની ચેતવણી અનુસાર, આ અઠવાડિયે 3 એસ્ટ્રોઈડ પૃથ્વી તરફ આવી શકે છે. આ ત્રણેય એસ્ટ્રોઈડ ખુબ જ વિશાળ છે અને ખુબ જ ઝડપી ધરતી તરફ આગળ વધી રહ્યા છે. જો તેની ટક્કર ધરતી સાથે થાય તો ભયાનક સ્થિતિનું સર્જન થઈ શકે છે.
દરિયામાં તોફાની લહેરો અને ધરતીની પ્લેટોના હલવાથી ભૂકંપનો ખતરો પણ મંડરાઈ શકે છે. ત્યાં જ વીજળી ઠપ્પ થવાથી બ્લેકઆઉટ અને કોમ્યુનિકેશન સિસ્ટમ ઠપ્પ થવાથી ડિજિટલ શટડાઉનનો ખતરો પણ છે. માટે નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી સતત આ ત્રણેય એસ્ટ્રોઈડ પર નજર રાખી રહી છે. જેથી કોઈ પણ પ્રકારના ખતરાથી ધરતીવાસીઓને સમય રહેતા એલર્ટ કરી શકાય.
આ ત્રણ એસ્ટ્રોઈડ પૃથ્વી તરફ વધી રહ્યા છે
નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) ના એલર્ટ અનુસાર, ત્રણેય એસ્ટ્રોઈના નામ 2024 TP17, 2002 NV16 અને 2024 TR6 છે. જે 2024 TP17 એક ઈમારત જેટલો મોટો અને 270 ફુટ મોટો છે. આ 45 લાખ કિલોમીટર દૂર છે. 2002 NV16 એસ્ટ્રોઈડનો આકાર એક સ્ટેડિયમ જેટલો મોટો લગભગ 900 ફુટ પહોળો છે. આ ધરતીથી 45 લાખ કિલોમીટર દૂર છે.
આ પણ વાંચો: મંગળ ગ્રહ પર જીવન? NASA ના સંશોધનમાં લાલ ગ્રહ પર સંભવિત એલિયનની હાજરીના સંકેત
E
એસ્ટ્રોઈડ 2024 TR6 લગભગ 240 ફુટ પહોળો છે અને ધરતીથી 56 લાખ કિલોમીટર દૂર છે. 2002 NV16 એસ્ટ્રોઈડ 24 ઓક્ટોબરના દિવસે ગુરૂવારે રાત્રે સવા વાગે 9 વાગે ધરતીની પાસેથી પસાર થશે. જે 17542 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે. આ ધરતીથી 4520000 કિલમીટર દૂર છે. આ અંતર પૃથ્વી અને ચંદ્રમા વચ્ચેના અંતરથી 384400 કિલોમીટરથી 11 ગણુ વધુ છે.
અત્યાર સુધીમાં મળી ચુક્યા છે 13 લાખ એસ્ટ્રોઈડ
જોકે અંતરિક્ષમાં આ સ્પીડ સામાન્ય છે અને એસ્ટ્રોઈડના ધરતીથી અથડાવાની સંભાવના પણ ના બરાબર છે. પરંતુ સૌર વાવાઝોડુ ઉઠવા પર અથવા રસ્તો ભટક્યા બાદ આ સામાન્ય સ્પીડ પણ ધરતી માટે ખતરો બની શકે છે. માટે નાસા અને દુનિયાભરની સ્પેસ એજન્સીઓ સતત દુરબીન અને ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા તેની દેખરેખ રાખતી રહે છે.
નાસાની આધિકારિક વેબસાઈટ અનુસાર, અત્યાર સુધી 13 લાખથી વધુ એસ્ટ્રોઈડ મળી ચુક્યા છે. જેમાં ઘણા એસ્ટ્રોઈડની સાઈઝ ક્રિકેટ મેદાન જેટી મોટી હોય છે. મોટાભાગના એસ્ટ્રોઈડ લોખંડ અને નિકલ ધાતુઓથી બનેલા હોય છે. બૃહસ્પતિ અને મંગળ ગ્રહની કક્ષા વચ્ચે એસ્ટ્રોઈડ બેલ્ટ છે, જેનાથી નીકળીને એસ્ટ્રોઈડ રસ્તો ભટકી જાય છે. જ્યારે કોઈ એસ્ટ્રોઈડ ધરતીથી 80 લાખ કિલોમીટરના અંતરમાં આવી જાય છે તો નાસા એલર્ટ જાહેર કરે છે.





