scorecardresearch

Anand mahindra : આનંદ મહિન્દ્રાએ 68મો જન્મ દિવસ ઉજવ્યો, જાણો તેમની પાસે કેટલી સંપત્તિ છે?

Anand mahindra : આનંદ મહિન્દ્રાના નેતૃત્વમાં મહિન્દ્રા મહિન્દ્રા ગ્રૂપે વિવિધ સેક્ટરોમાં ઘણો વિકાસ અને વૃદ્ધિ કરી છે. વર્ષ 2022ની ફોર્બ્સ મેગેઝિન અનુસાર સૌથી ધનિકોની યાદીમાં આનંદ મહિન્દ્રા 91માં ક્રમે છે.

anand mahindra
મહિન્દ્રા – મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આજે 68મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો.

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા આજે તેમનો 68મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આનંદ મહિન્દ્રાનો જન્મ 1લી મે, 1955ના રોજ બોમ્બેમાં દિવંગત ઉદ્યોગપતિ હરીશ મહિન્દ્રા અને ઈન્દિરા મહિન્દ્રાને ત્યાં થયો હતો. તેમણે અમેરિકાની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતો. તેઓ વર્ષ 1981માં મહિન્દ્રા ગ્રૂપમાં જોડાયા અને કંપનીને એક ગ્લોબલ બ્રાન્ડ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

આનંદ મહિન્દ્રા પાસે કેટલી સંપત્તિ છે?

ફોર્બ્સ મેગેઝિન – 2022 અનુસાર વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં આનંદ મહિન્દ્રા 91માં ક્રમે છે. ફોર્બ્સ રિપોર્ટ અનુસાર હાલ આનંદ મહિન્દ્રાની કુલ સંપત્તિ 2.1 અબજ ડોલર છે.આનંદ મહિન્દ્રા મહિન્દ્રા પરિવારની ત્રીજી પેઢીના વંશજ છે અને હાલમાં તેઓ 19 અબજ ડોલર (ઇન્કમ) ધરાવતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જૂથના વડા છે. તેમની સંપત્તિ મુખ્યત્વે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં તેમની હિસ્સેદારીમાંથી અને કોટક મહિન્દ્રા બેંકના શેરહોલ્ડિંગમાંથી આવે છે.

સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા હેન્ડલ પર ખૂબ જ એક્ટિવ રહેવા માટે પણ જાણીતા છે. ગયા વર્ષની શરૂઆતમાં, તેમણે એક યુઝર્સના પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે તે ભારતના સૌથી ધનિકોની યાદીમાં નંબર 1 ક્યારે આવશે. તેના પ્રત્યુત્તરમાં આનંદ મહિન્દ્રાએ જવાબ આપ્યો હતો કે, “સત્ય એ છે કે હું ક્યારેય સૌથી અમીર નહીં બની શકું. કારણ કે આ મારી ઈચ્છા ક્યારેય નહોતી.” આનંદ મહિન્દ્રા અવારનવાર ઓફ-બીટ વિષયો પર પોસ્ટ શેર કરે છે, બિઝનેસ સિવાય પ્રેરણાદાયી વાર્તાઓ શેર કરે છે અને યુઝર્સના પ્રશ્નોના જવાબો પણ આપે છે.

આનંદ મહિન્દ્રાના નેતૃત્વમાં મહિન્દ્રા ગ્રૂપનો વિકાસ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને 1945માં જેસી મહિન્દ્રા, કેસી મહિન્દ્રા અને મલિક ગુલામ મુહમ્મદ દ્વારા લુધિયાણા, પંજાબમાં સ્ટીલના વેપાર માટે મહિન્દ્રા એન્ડ મોહમ્મદ તરીકે શરૂઆત કરવામાં આવી હતી. બે વર્ષ બાદ વર્ષ 1947માં મોહમ્મદે કંપનીમાં પોતાનો હિસ્સો વેચી નાખ્યો અને પાકિસ્તાન ચાલ્યો ગયા. આનંદ મહિન્દ્રાએ 1997માં સમૂહના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ઓગસ્ટ 2012માં તેમણે તેમના કાકા, કેશુબ મહિન્દ્રા પાસેથી બોર્ડના ચેરમેન અને મહિન્દ્રા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી લીધી તે સમયે ગ્રૂપનું માર્કેટ કેપિટલાઇઝેશન 53,000 કરોડ રૂપિયા હુતં. વર્તમાનમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપની માર્કેટ વેલ્યૂએશન 1.5 લાખ કરોડ રૂપિયા છે.

ઓટો મોબાઇલ સહિત 22 બિઝનેસ શરૂ કર્યા

મહિન્દ્રા ગ્રૂપ ઓટો મોબાઇલ ઉપરાંત વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં વિસ્તરણ કર્યું છે. મહિન્દ્રા ગ્રૂપ ઘણા સંયુક્ત સાહસો બનાવ્યા અને ઓટોમોબાઈલ ઉત્પાદક તરીકે અન્ય વ્યવસાયો સુધી વિસ્તરણ કર્યું જે આજે ઓટોમોબાઈલ, એરોસ્પેસ, ડિફેન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, હોસ્પિટાલિટી અને ફાઇનાન્સ સહિત 22 ઉદ્યોગોનું સંચાલન કરે છે. વર્ષ 1994માં મહિન્દ્રા ગ્રૂપનો બિઝનેસ એટલો બધો વધી ગયો હતો કે તેણે મોટા રિસ્ટ્રક્ચરિંગમાંથી પસાર થવું પડ્યું હતું જેના પરિણામ સ્વરૂપ મહિન્દ્રા ગ્રૂપના ઓટોમોટિવ, ફાર્મ ઇક્વિપમેન્ટ, ફાઇનાન્સિયલ સર્વિસિ, આઇટી , ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સર્વિસ અને સ્ટીલ ટ્રેડિંગ સહિત છ સ્ટ્રેટેજીક બિઝનેસ અસ્તિત્વમાં આવ્યા.

આનંદ મહિન્દ્રાના નેતૃત્વ હેઠળ વર્ષ 2000માં નવા લોગોની રજૂઆત સાથે મહિન્દ્રા ગ્રૂપનું મેકઓવર થયું અને તે જ વર્ષે 2002માં મહિન્દ્રા બોલેરો અને પછી મહિન્દ્રા સ્કોર્પિયો લોન્ચ કરવામાં આવી. મહિન્દ્રા તેના ટ્રેક્ટર અને તેના સ્પોર્ટ્સ યુટિલિટી વાહનો માટે જાણીતી છે. 2021માં, આનંદ મહિન્દ્રાએ XUV 700 SUV અને 2022માં સ્કોર્પિયોનું સુધારેલું વર્ઝન લોન્ચ કર્યું. 2010માં, મહિન્દ્રાએ FIFA વર્લ્ડ કપને સ્પોન્સર કર્યું હતુ અને પાછળથી 2014માં તેણે FIA ફોર્મ્યુલા E ચેમ્પિયનશિપમાં પ્રવેશ કર્યો હતો. આનંદ મહિન્દ્રા કોટક મહિન્દ્રા બેંકમાં પણ હિસ્સો ધરાવે છે . તેમણે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકેનું પદ છોડ્યું અને એપ્રિલ 2020માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા છે.

Disclaimer : આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Web Title: Anand mahindra birthday net worth mahindra group market cap stock market

Best of Express