Anant Ambani car collection : અનંત અંબાણી મુકેશ અંબાણીના નાના પુત્ર છે જેઓ તેમના પિતાની જેમ લક્ઝરી ગાડીઓનો શોખ છે. આ શોખના કારણે તેના ગેરેજમાં દુનિયાભરમાંથી પસંદ કરેલી લક્ઝરી કાર છે, જેમાં તે ઘણીવાર ફરતા જોવા મળે છે. આ કારોમાં બેન્ટલીથી લઈને BMW સુધીના કારનો સમાવેશ થાય છે.
જો તમે પણ જાણવા માંગતા હોવ કે અનંત અંબાણી પાસે કઇ કાર છે, તો અહીં જાણો અનંત અંબાણી કાર કલેક્શનની સંપૂર્ણ વિગતો.
Rolls Royce Phantom Coupe
અનંત અંબાણીની માલિકીની સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ફેન્ટમ કૂપ છે, જે વિશ્વની સૌથી મોંઘી કારોમાંની એક છે. આ રોલ્સ રોયસની કિંમત 8.99 કરોડ રૂપિયાથી 10.48 કરોડ રૂપિયાની વચ્ચે છે.
આ કારને ફરતી લકઝરી રૂમ કહેવાઈ છે જેનું એન્જિન સાઇલેન્ટ હોય છે અને કારમાં હોય છે પિન સાઇલેન્સ. આ રોલ્સ રૉયસમાં 6749 CCનું એન્જિન આપવામાં આવ્યું છે.

Bentley Bentayga
અનંત અંબાણી પાસે બેન્ટલી બેન્ટાયગા છે, જેનું નામ દુનિયાની પસંદગીની કારોમાં સામેલ છે. આ કારની કિંમત 4.10 કરોડ રૂપિયા છે. આ કારને ફરતું લક્ઝરી હોમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય.
તેની કિંમત અને લક્ઝરી ફીચર્સ સિવાય આ કાર તેની સ્પીડ માટે પણ જાણીતી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ લક્ઝરી કાર માત્ર 4 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી શકે છે.

આ પણ વાંચો: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પરંપરાગત વિધિ સાથે થઇ સગાઈ, જુઓ તસવીરો
Mercedes Benz S Class (W220)
અનંત અંબાણીની માલિકીની ત્રીજી કાર મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ ડબલ્યુ 220 છે જે ભારતની ટોચની લક્ઝરી કારોમાંની એક છે. આ કારની કિંમત 1.65 કરોડથી 1.74 કરોડ રૂપિયા છે.
લક્ઝરી કાર છ-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 376 PS પાવર અને 500 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 9-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

Range Rover Vogue
આ રેન્જ રોવર કાર અનંત અંબાણીની ચોથી કાર છે, જે લક્ઝરી એસયુવી છે. આ SUVની કિંમત 2.39 કરોડ રૂપિયાથી 4.17 કરોડ રૂપિયા છે.
SUVને હળવી હાઇબ્રિડ સિસ્ટમ સાથે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનની પસંદગી સાથે ઓફર કરવામાં આવે છે. આ SUVનું એન્જિન 3 લિટર પેટ્રોલ અને 3 લિટર ડીઝલ એન્જિન છે. જેની સાથે 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ઉપલબ્ધ છે.

BMW i8
BMW i8 એક લક્ઝરી સુપર કાર છે જે અનંત અંબાણીના ગેરેજમાં હાજર છે. આ કારની કિંમત 2.14 કરોડ રૂપિયા છે.
આ સુપરકારમાં 1499 cc એન્જિન છે જે 228 bhp પાવર અને 320 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

Mercedes Benz G63 AMG
મર્સિડીઝ બેન્ઝ G63 AMG એ મજબૂત ડિઝાઇન પરફોર્મન્સ સાથેની લક્ઝરી SUV છે જે અનંત અંબાણીની માલિકીની છે. આ SUVની કિંમત 2.45 કરોડ રૂપિયા છે.
SUVને 8-સિલિન્ડર 3942 cc એન્જિન મળે છે જે 576.63 bhpનો પાવર અને 850 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે જેની સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન ઉપલબ્ધ છે.
