Anil Ambani Loan Fraud Case: અનિલ અંબાણીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અનિલ અંબાણીને ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ સમન્સ મોકલ્યું છે. આ સમન્સમાં અનિલ અંબાણીને 5 ઓગસ્ટે દિલ્હીમાં ઈડીની ઓફિસમાં પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, થોડાક દિવસ અગાઉ ઇડીએ અનિલ અંબાણીની કંપનીઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા છે.
17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીની પુછપરછ
અનિલ અંબાણીને 17,000 કરોડ રૂપિયાના લોન ફ્રોડ કેસની તપાસના સંબંધમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલે અનિલ અંબાણીની મુશ્કેલીઓ હજુ વધી શકે છે. આવી સ્થિતિમાં તેઓ ઇડી સમક્ષ હાજર થાય છે કે નહીં તે જોવું રહ્યું. અથવા આ મામલે જવાબ ફાઇલ કર છે.
અનિલ અંબાણીની કંપનીઓ પર ED ના દરોડા
17,000 કરોડ રૂપિયાના લોન ફ્રોડ કેસમાં ઇડી સતત અનિલ અંબાણી સામે કાર્યવાહી કરી રહી છે. તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. 24 જુલાઇ, 2025ના રોજ ઈડીએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમની કલમ 17 હેઠળ રિલાયન્સ ગ્રૂપની કંપનીઓ સંબંધિત 35 થી વધુ પરિસર, 50 કંપનીઓ અને 25 થી વધુ વ્યક્તિઓને ત્યાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. આ દરોડામાં કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાની લોન છેતરપિંડી અને નાણાકીય અનિયમિતતાના અન્ય ઘણા આરોપો હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા હતા.
તપાસ એજન્સી સીબીઆઈ એ આ કેસમાં 2 એફઆઈઆર નોંધી હતી, ત્યાર બાદ ઇડીએ દરોડા પાડ્યા છે. ઇડીના સુત્રો તરફથી જણાવવવામાં આવ્યું છે કે, આ તપાસ મુખ્યત્વ 2017 – 2019 વચ્ચે અનિલ અંબાણીની કંપનીઓએ યસ બેંક દ્વારા આપવામાં આવેલી લોનના ડાયવર્ઝનના આરોપ સાથે સંબંધિત છે.
એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, અનિલ અંબાણીની કંપનીઓને લોન આપવાની પહેલા યસ બેંકના પ્રમોટર્સને તેમના બિઝનેસ માંથી જંગી કમાણી થઇ હતી.





