Reliance Power Share: અનિલ અંબાણી પર આફત, રિલાયન્સ પાવર શેર 5 ટકા તૂટ્યો, જાણો કેમ

Anil Ambani Reliance Power Share: અનિલ અંબાણીની રિલાયન્સ પાવર શેરમાં 5 ટકાની મંદી સર્કિટમાં લાગી છે. SECI દ્વારા રિલાયન્સ પાવર અને પેટા કંપની પર 3 વર્ષના પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાણો સમગ્ર મામલો

Written by Ajay Saroya
November 08, 2024 10:51 IST
Reliance Power Share: અનિલ અંબાણી પર આફત, રિલાયન્સ પાવર શેર 5 ટકા તૂટ્યો, જાણો કેમ
Anil Ambani Reliance Power Share: રિલાયન્સ પાવર અનિલ અંબાણીની માલિકીની કંપની છે. (Express File Photo)

Anil Ambani Reliance Power Share Down: અનિલ અંબાણી સામે એક પછી એક નવી મુશ્કેલી ઉભી થઇ રહી છે. અનિલ અંબાણીની રિલાયન્સ પાવર અને તેની સહાયક કંપનીઓ પણ 3 વર્ષ માટે ભવિષ્યના ટેન્ડરમાં બિડિંગ કરવા પર સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SECI) એ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિલાયન્સ પાવર દેવા મુક્ત થયાના એક દિવસ બાદ જ અનિલ અંબાણીને મોટો ઝટકો લાગ્યો છે. SECI દ્વારા પ્રતિબંધ મૂકવાના પ્રતિબંધ બાદ રિલાયન્સ પાવર શેરમાં 5 ટકાની મંદીની સર્કિટ લાગી છે. ચાલો જાણીયે સમગ્ર મામલો

અનિલ અંબણીની રિલાયન્સ પાવર અને તેની પેટા કંપની પર SECI એ 3 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. ટેન્ડર બિડિંગમાં રિલાયન્સ પાવરની સહાયસ કંપનીએ SBIના એક ઇમેલ સાથે એક વિદેશી બેંક ગેરંટી રજૂ કરી હતી. SECIને આ ઘટનામાં જાણવા મળ્યું કે, એસબીઆઈ તરફથી ક્યારેય આવા કોઇ કોલેટરલ જારી કરવામાં આવ્યા નથી અને ઇમેલ એક બોગસ ઇમેલ આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો. રિલાયન્સ એનયુ બીઇએસએસ એ બોગસ બેંક ગેરંટી માટે એક થર્ડ પાર્ટીને દોષી ગણાવી હતી. જો કે SECI દ્વારા તપાસમાં ક્યાંય પણ આવી કોઇ થર્ડ પાર્ટીનો ઉલ્લેખ કરવામાં આ્વ્યો નથી.

આ કારણે ટેન્ડર બિડિંગ રદ કરવામાં આવ્યું અને SECI એ રિલાયન્સ પવાર અને તેન પેટાકંપની રિલાયન્સ એનયુ બીઆઈએસએસ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. SECIના પ્રતિબંધ બાદ અનિલ અંબાણીની રિલાયન્સ પાવર સામે નવી મુશ્કેલી ઉભી થઇ છે.

Reliance Power Share Down : રિલાયન્સ પાવર શેર 5 ટકા તૂટ્યો

રિલાયન્સ પાવર શેર 5 ટકા તૂટ્યો છે. SECI દ્વારા પ્રતિબંધ મૂકવાના અહેવાલ બાદ રિલાયન્સ પાવર શેર 5 ટકાની મંદીની સર્કિટે ખૂલ્યો અને 41.47 રૂપિયા શેર ફ્રિઝ થઇ ગયો છે. આગલા દિવસે શેર 43.65 બંધ થયો હતો.

Anil Ambani | Reliance Power Share | Anil Ambani Net Worth | Reliance Power News
Anil Ambani : અનિલ અંબાણી ભારતીય ઉદ્યોગપતિ છે. (Express File Photo)

અનિલ અંબાણી પર સેબીનો 5 વર્ષનો પ્રતિબંધ

તમને જણાવી દઇયે કે, ઓગસ્ટમાં ભારતીય શેરબજાર નિયામક સેબીએ અનિલ અંબાણી પર મૂડીબજારમાં કામકાજ કરવા પર 5 વર્ષનો પ્રતિબંધ અને 25 કરોડ રૂપયાનો દંડ ફટાકર્યો હતો. સેબીએ અનિલ અંબાણી પર કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સોનલ (KMP) અથવા બજાર નિયામકમાં રજિસ્ટર્ડ કોઈપણ ઇન્ટરમીડિયેટર સહિત સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશ પર 5 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. સાથે સંકળાયેલા રહેવાથી રોક્યા છે. સેબીએ અનિલ અંબાણી સહિત અન્ય 24 એન્ટિટીને કુલ દંડ રૂ. 625 કરોડથી વધુ દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો | 3 રૂપિયા નો શેર 1 સપ્તાહમાં ₹ 3.16 લાખ નો થયો, જાણો શેર કેમ 70000 ગણો ઉછાળ્યો, કંપની શું બિઝનેસ કરે છે?

અલબત્ત સિક્યોરિટી એપલેટ ટ્રિબ્યૂનલે ઓક્ટોબરમાં સેબ દ્વારા દંડ વસૂલવા પર મનાઇ ફરમાવી હતી જો કે મૂડીબજારમાં પ્રવેશ યથાવત રાખ્યો છે. આ પ્રતિબંધ રિલાયન્સ કેપિટલની સહાયક કંપની રિલાયન્સ હોમ ફાઈનાન્સ દ્વારા લોન વિતરણમાં ગેરરીતિ સંબંધિત મામલે મૂકાયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ