/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/httpswww.instagram.compCIQX-mPp1Kdhlenimg_index1.jpg)
Anil Ambani With Son Jai Anmol Ambani: અનિલ અંબાણ પુત્ર જય અનમોલ અંબાણી સાથે. (Photo: @jai_anshul_ambani_)
SEBI Slaps Penalty Rs 1 Crore on Jai Anmol Ambani: અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી સામે સેબી દ્વારા કડક કાર્યવાહી કરવાની સાથે સાથે તોતિંગ દંડ પર ફટકારવામાં આવ્યો છે. ભારતીય બજાર નિયામક સેબીએ સોમવાર 23 સપ્ટેમ્બરના રોજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ કેસમાં સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં કોર્પોરેટ લોનને મંજૂરી આપવા બદલ ફટકાર્યો છે.
આ ઉપરાંત માર્કેટ રેગ્યુલેટરે રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સના ચીફ રિસ્ક ઓફિસર કૃષ્ણન ગોપાલકૃષ્ણનને પણ 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ બંનેને 45 દિવસની અંદર દંડની રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.
અનિલ અંબાણી પર સેબીએ મૂક્યા પ્રતિબંધ
ઓગસ્ટ 2024માં સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડમાં ભંડોળના દુરૂપયોગના કિસ્સામાં અનિલ અંબાણી અને અન્ય 24 લોકો પર 5 વર્ષ માટે સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત અનિલ અંબાણીને 25 કરોડ રૂપિયાનો તોતિંગ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
સેબીના જણાવ્યા અનુસાર તપાસમાં સામે આવ્યું છે કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ અનિલ અંબાણીએ એક્યુરા પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડને 20 કરોડ રૂપિયાની લોનને મંજૂરી આપી હતી.
સેબીએ આદેશમાં શું કહ્યું?
સોમવારે સેબીએ એક આદેશમાં જણાવ્યું હતું કે રિલાયન્સ હોમ ફાઇનાન્સના બોર્ડમાં સામેલ જય અનમોલ અંબાણીએ જનરલ પર્પઝ લોન અથવા જીપીસીએલ લોનને મંજૂરી આપી હતી અને સેબી દ્વારા બોર્ડના ડિરેક્ટર્સને મંજૂરી વિના આવી કોઇ લોન ન આપવાની સ્પષ્ટ સૂચના અપાયા બાદ આમ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો | પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? એક સમયે વાસણ ધોતા હતા, હવે લાખ કરોડોની સંપત્તિના માલિક
સેબીનું કહેવું છે કે 11 ફેબ્રુઆરી 2019ના રોજ મેનેજમેન્ટને સૂચના આપવામાં આવી હતી કે તે કોઇપણ પ્રકારની જીપીસીએલ લોન ન આપે, પરંતુ આમ છતાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ જય અનમોલ અંબાણીએ એક્યુરા પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડને 20 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી. સેબીએ વધુમાં જણાવ્યું હતું કે ગોપાલકૃષ્ણને અનેક જીપીસીએલ લોનને પણ મંજૂરી આપી હતી.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us