Apple iPhone 16 Launch Date: આઈફોન 16 સૌથી મોટો એપલ ફોન હશે? સ્ટોરેજ અને ફીચર્સ મામલે આઈફોન 15 કરતા હશે વધુ ખાસ

Apple iPhone 16 Expectations: એપલ આઈફોન 16 9 સપ્ટેમ્બરે યોજનાર એપલ ઈવેન્ટમાં લોન્ચ થવાનો છે. લેટેસ્ટ આઈફોન 16 મોટી સ્કીન અને સ્ટોરેજ સાથે રજૂ થાય તેવી અપેક્ષા છે.

Written by Ajay Saroya
September 06, 2024 10:48 IST
Apple iPhone 16 Launch Date: આઈફોન 16 સૌથી મોટો એપલ ફોન હશે? સ્ટોરેજ અને ફીચર્સ મામલે આઈફોન 15 કરતા હશે વધુ ખાસ
Apple iPhone 16 Launch Date: આઈફોન 16 9 સપ્ટેમ્બરના રોજ યોજાનાર એપલની ઈટ્સ ગ્લોટાઈમ ઈવેન્ટમાં લોન્ચ થશે. (Photo: @AppleSupport)

Apple iPhone 16 Launch Date: એપલ આઈફોન 16 લોન્ચ થવાની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. આઈફોન 16 ઘણા ખાસ ફીચર્સ અને ડિઝાઇન સાથે રજૂ થાય તેવી અપેક્ષા છે. ક્યુપરટિનો સ્થિત આ ટેક જાયન્ટ તેના સ્માર્ટફોનમાં નવા નવા ઇનોવેશન માટે જાણીતી છે. પરંતુ એપલે હંમેશાની જેમ આગામી આઇફોન સાથે જોડાયેલી કોઇ જાણકારી શેર કરી નથી. લોન્ચિંગ પહેલા સતત લીક થયેલી માહિતી અને મીડિયા રિપોર્ટ્સમાં આઇફોન 16 સિરીઝની જાણકારી સામે આવી રહી છે. હવે ખુલાસો થયો છે કે આગામી આઇફોન 16 પ્રો મેક્સ 2TB સુધી સ્ટોરેજ આપી શકે છે.

એપલ આઈફોન 16 સ્ટોરેજ (Apple iPhone 16 એtorage)

તમને જણાવી દઈએ કે હાલમાં જ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આઈફોન 16 પ્રો મેક્સ વધુમાં વધુ 2 ટીબી સ્ટોરેજ સાથે લોન્ચ થઇ શકે છે. જો આ રિપોર્ટની વાત સાચી માનીએ તો હાઈ એન્ડ આઈફોન મોડલમાં સ્ટોરેજની દ્રષ્ટિએ આ એક મોટું અપગ્રેડ હશે. નોંધનીય છે કે અત્યાર સુધી આઇફોન પ્રો મોડલના પ્રીમિયમ વેરિએન્ટ 1 ટીબી સુધી સ્ટોરેજ મેળવતા હતા.

નેવર બ્લોગ પર ન્યૂઝ એગ્રીગેટર યેક્સ 1122ને ટાંકીને એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આઇફોન 16 પ્રો મોડલ્સને આઇફોન 15 પ્રો મોડલ્સ કરતા બમણું મેક્સિમમ સ્ટોરેજ મળશે. અગાઉ જાન્યુઆરીમાં એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એપલ તેના ઉચ્ચ સ્ટોરેજ મોડેલો માટે higher-density Quad-Level Cell (QLC) NAND ફ્લેશ મેમરીમાં સ્વિચ કરી શકે છે. જો રિપોર્ટ સાચો સાબિત થાય છે કે એપલ ઓછી જગ્યામાં વધુ સ્ટોરેજ ફિટ કરવા માટે ક્યુએલસી એનએએનડીનો ઉપયોગ કરી શકે છે. તે ટ્રિપલ-લેવલ સેલ (ટીએલસી) એનએએનડી ફ્લેશ મેમરીની તુલનામાં પણ કિફાયતી છે.

apple iPhone | iPhone 16 Launch Poster Leacks | apple iPhone 16 Launch date | iPhone 16 price
Apple iPhone 16 Launch Poster Leacks: એપલ આઇફોન 16 લોન્ચ થવાનું પોસ્ટર લીક થયું છે. (Photo: Social Media)

આઇફોન 16 પ્રો મેક્સ અત્યાર સુધીનો સૌથી મોટો આઇફોન હશે? (Apple iPhone 16 Design)

સ્ટોરેજ ઉપરાંત અનેક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આઇફોન 16 પ્રો મેક્સમાં 6.9 ઇંચની મોટી સ્ક્રીન આવી શકે છે. જ્યારે આઇફોન 15 પ્રો મેક્સમાં 6.7 ઇંચની સ્ક્રીન હશે. ડિવાઇસને એલટીપીઓ ટેકનોલોજી સાથે અપગ્રેડેડ OLED પેનલ આપી શકાય છે જે વેરિયેબલ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આઇફોન 16 પ્રો મેક્સને પણ અત્યાર સુધીના સૌથી સ્લિમ બેઝલ્સ આપવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

પરફોર્મન્સની વાત કરીએ તો આઇફોન 16 પ્રો મેક્સને એ18 પ્રો ચિપ દ્વારા સંચાલિત કરી શકાય છે. હેન્ડસેટમાં આઇફોન 15 પ્રો મેક્સની જેમ કેમેરા ડિઝાઇન મળી શકે છે. અપકમિંગ આઇફોનમાં 48 મેગાપિક્સલનો વાઇડ-એંગલ લેન્સ, 48 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ અને 5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 12-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ આપી શકાય છે. આ નવા આઇફોન 16 પ્રો મેક્સમાં 4676mAhની બેટરી મળી શકે છે, જે આઇફોન 15 પ્રો મેક્સ કરતા 5 ગણા ઓપ્ટિકલ ઝૂમ મળશે.

આ પણ વાંચો | iPhone 15 Plus પર અત્યાર સુધીની બેસ્ટ ઓફર, આઈફોન 16 લોન્ચ થાય તે પહેલા કિંમતો ઘટી, ચેક કરો ઓફર્સ

નોંધનીય છે કે આઇફોન 16 પ્રો મેક્સથી સંબંધિત ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તમામ જાણકારી રિપોર્ટ પર આધારિત છે. એપલે હજી સુધી આગામી સ્માર્ટફોન સિરીઝ વિશે કોઈ વિગતો જાહેર કરી નથી. આમાંથી કેટલાક અહેવાલો સાચા સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 9 સપ્ટેમ્બરના રોજ યોજાનાર એપલની ઈટ્સ ગ્લોટાઈમ ઈવેન્ટમાં આઈફોન 16 વિશે સત્તાવાર માહિતી મળશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ