iPhone 17 Price : એપલની ધમાકેદાર ઓફર! નવા આઇફોન 17 સિરિઝ પર 10000 સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો આકર્ષક ડિલ ઓફર

Apple iPhone 17 Series Discount Offer Deal : એપલે આઇફોન 17, એરબડ્સ પ્રો 3 અને વોચ સિરીઝને 10,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. આ Apple પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ એપલના ફિઝિકલ અને ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવી શકાય છે.

Written by Ajay Saroya
September 24, 2025 11:20 IST
iPhone 17 Price : એપલની ધમાકેદાર ઓફર! નવા આઇફોન 17 સિરિઝ પર 10000 સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો આકર્ષક ડિલ ઓફર
એપલે પોતાનો પાતળો અને લાઇટ વેટ સ્માર્ટફોન iPhone 17 Air લોન્ચ કર્યો છે

Apple iPhone 17 Series Discount Offer Deal : તહેવારોની સીઝન નિમિત્તે, ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ ગ્રાહકોને લલચાવવા માટે વિવિધ પ્રકારની સેલ ઓફર ચલાવી રહ્યા છે. હવે દિગ્ગજ ટેક કંપની એપલે પણ તેના તમામ ઉત્પાદનો પર તમામ ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફરની જાહેરાત કરી છે. એપલ કંપનીએ આઇફોન, મેકબુક્સ, આઇપેડ અને એપલ વોચ મોડેલો પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. એપલના ઓફલાઇન સ્ટોર્સ સિવાય આ ઓફર્સ ઓનલાઇન સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ છે. તમને જણાવી દઇયે કે, ગયા અઠવાડિયે જ એપલે Awe Dropping ઇવેન્ટમાં આઈફોન 17 સહિત ઘણી પ્રોડક્ટ લોન્ચ કરી હતી. હવે કંપનીએ નવા આઇફોન 17 પર આકર્ષક ઓફર્સ રજૂ કરી છે.

આજે અમે તમને તે એપલ પ્રોડક્ટ્સ વિશે જણાવી રહ્યા છીએ જે કંપની દ્વારા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ એપલ પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ એપલના ફિઝિકલ અને ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવી શકાય છે.

iPhone 17, iPhone 16 Series માં ડિલર ઓફર

આઈફોન 17 સિરીઝમાં એપલ કંપનીએ ચાર નવા મોડેલો રજૂ કર્યા છે – બેઝ, એર, પ્રો અને પ્રો મેક્સ. આઇફોન 17 માં 6.3 ઇંચની 120 હર્ટ્ઝ ડિસ્પ્લે, ડ્યુઅલ 48 એમપી રીઅર કેમેરા, એ 19 ચિપસેટ જેવા ફીચર્સ મળે છે. આઈફોન 17 એર મોડેલ અત્યાર સુધીનો સૌથી પાતળો આઈફોન છે અને તેની જાડાઈ 5.6 મીમી છે. હેન્ડસેટમાં 6.5 ઇંચની સ્ક્રીન, A19 Pro ચિપ અને 48MP સિંગલ કેમેરા છે. બંને પ્રો મોડેલોમાં તેજસ્વી એલટીપીઓ ઓએલઇડી ડિસ્પ્લે, ટ્રિપલ 48 એમપી કેમેરા અને એ 19 પ્રો ચિપસેટ છે. આ તમામ મોડલ્સમાં બેઝ વેરિઅન્ટમાં 256 જીબી સ્ટોરેજ છે. ગ્રાહકો વધારાના ડિસ્કાઉન્ટ સાથે આ આઇફોન મોડેલો પર 10,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે.

આઇફોન 16 સિરીઝમાં ચાર મોડલ છે – બેઝ, પ્લસ, પ્રો અને પ્રો મેક્સ. બેઝ અને પ્લસ મોડલ્સમાં અનુક્રમે 6.1 ઇંચ અને 6.7 ઇંચની OLED ડિસ્પ્લે આવે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 60 હર્ટ્ઝ, ડ્યુઅલ 48MP કેમેરા અને A17 ચિપસેટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. પ્રો અને પ્રો મેક્સ વેરિયન્ટમાં 120 હર્ટ્ઝ, LTPO ડિસ્પ્લે, ટ્રિપલ, 48MP કેમેરા અને સારા થર્મલ કન્ટ્રોલ માટે A18 Pro ચિપસેટ આપી છે.

એપલ કંપનીએ આ તમામ ચારેય મોડલરમાં એક નવો કેમેરા કન્ટ્રોલ બટન આપ્યો છે. તે ઉપરાંત એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સ પણ છે. પ્રો મેક્સ હેન્ડસેટ 5x ઓપ્ટિકલ ઝૂમને પણ સપોર્ટ કરે છે. ચારેય મોડલ યુએસબી ટાઇપ-સી અને બેઝ 128 જીબી સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યા હતા.

આ તમામ આઈફોન પર અગ્રણી બેંકો કાર્ડ સાથે 12 મહિના માટે નો કોસ્ટ ઇએમઆઈ ઓફર આપવામાં આવી રહી છે.

ઇન્સ્ટન્ટ કેશબેક ઓફર

એપલ આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ, આઇફોન એર અને આઇફોન 17 પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ સિવાય આઇફોન 16, આઇફોન 16 પ્લસ અને આઇફોન 16 ઇ પર 4000 રૂપિયાની કેશબેક ઓફર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ