Apple iPhone 17 Series Price In India : એપલે આઇફોન 17 સિરિઝ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. નવી આઈફોન સિરિઝમાં ટેક કંપનીએ આઇફોન 17 એર, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ ઉપરાંત અત્યાર સુધીની સૌથી પાતળો આઇફોન 17 એર લોન્ચ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સ્ટાન્ડર્ડ આઇફોન 17ની કિંમત અગાઉના આઇફોન 16 કરતા ઘણી વધારે છે. હવે બેઝ વેરિઅન્ટમાં 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે જ્યારે આઇફોન 16 ના બેઝ વેરિઅન્ટમાં 128 જીબી સ્ટોરેજ મળે છે.
iPhone 17 સિરિઝના તમામ મોડલ્સ – આઇફોન 17, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને આઇફોન એરનું પ્રી બુકિંગ 12 સપ્ટેમ્બરથી ભારતમાં શરૂ થશે. આ આઇફોન 19 સપ્ટેમ્બરથી દેશમાં ઓફલાઇન અને ઓનલાઇન રિટેલર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે એપલે આઇફોન 17 સિરિઝના તમામ મોડલ્સની કિંમતમાં વધારો કર્યો છે. સ્ટાન્ડર્ડ આઇફોન 17 ની કિંમત 82,900 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સની કિંમત અનુક્રમે 1,34,900 રૂપિયા અને 1,49,900 રૂપિયાથી શરૂ થાય છે. જોકે, અમેરિકામાં આ ડિવાઇસની કિંમત ઘણી ઓછી છે.
મોડેલ | ભારત | અમેરિકા | UAE/દુબઈ (AED) | યુકે (GBP) | વિયેતનામ (VND) |
---|---|---|---|---|---|
આઇફોન 17 | ₹ 82,900 | $ 799 | AED 3,399 | £ 799 | ₫ 39,024,960 |
આઇફોન એર | ₹ 119,900 | $ 999 | AED 4,299 | £ 999 | ₫ 31,999,000 |
આઇફોન 17 પ્રો | ₹ 134,900 | $ 1,099 | AED 4,699 | £ 1,099 | ₫ 34,999,000 |
આઇફોન 17 પ્રો મેક્સ | ₹ 149,900 | $ 1,199 | AED 5,099 | £ 1,199 | ₫ 37,999,000 |
(ભારતીય રૂપિયાની કિંમત – લગભગ સપ્ટેમ્બર 2025 માટે ચલણ વિનિમય દરનો ઉપયોગ કરીને: 1 ડોલર = ₹ 88.24, AED 1 = ₹24.03, 1 પાઉન્ડ = ₹ 110, ₫ 1 = ₹0.0033)
મોડેલ | ભારત (INR) | US → ભારતીય રૂપિયો | UAE/દુબઈ → રૂપિયો | UK → રૂપિયો | વિયેતનામ → રૂપિયો |
---|---|---|---|---|---|
આઇફોન 17 | ₹ 82,900 | ₹ 70,500 | ₹ 81,700 | ₹ 87,900 | ₹ 128,800 |
આઇફોન એર | ₹ 1,19,900 | ₹ 88,200 | ₹ 103,300 | ₹ 1,09,900 | ₹ 1,05,400 |
આઇફોન 17 પ્રો | ₹ 1,34,900 | ₹ 97,000 | ₹ 1,13,000 | ₹ 1,20,900 | ₹ 1,15,500 |
આઇફોન 17 પ્રો મેક્સ | ₹ 1,49,900 | ₹ 1,05,800 | ₹ 1,22,500 | ₹ 1,31,900 | ₹ 1,25,400 |
(અસ્વીકરણ: લગભગ સપ્ટેમ્બર 2025ના વિનિમય દરોનો ઉપયોગ કરી આઈફોન 17ના તમામ વિદેશી ભાવોને ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે, વાસ્તવિક રકમ દૈનિક વિદેશી વિનિમયની વધઘટ અનુસાર બદલાઈ શકે છે.)

iPhone 17 કયા દેશમાં સૌથી સસ્તી મળશે?
ઉપરના કોષ્ટકમાં જોઈ શકાય છે તેમ, યુએસ નવા આઇફોન 17, આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સ ખરીદવા માટે સૌથી સસ્તું સ્થળ છે, પછી ભલેને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા છે.
સ્ટાન્ડર્ડ આઇફોન 17 ની કિંમત ભારત અને દુબઇ / યુએઈમાં લગભગ સમાન છે.
પરંતુ આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને આઇફોન એર વચ્ચે કિંમતનો તફાવત નોંધપાત્ર છે.
આ પણ વાંચો | Apple iPhone 17 અત્યાર સુધીના સૌથી પાવરફુલ સ્માર્ટફોન, જાણો કિંમત, ફીચર્સ સહિત બધું જ
દુબઇ / યુએઈ માંથી ખરીદતી વખતે તમે આઇફોન એર, આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સ પર અનુક્રમે ₹6,600, ₹21,900 અને ₹27,400 બચાવી શકો છો.
યુનાઇટેડ કિંગડમ કિંમતની દ્રષ્ટિએ દુબઇ / યુએઈની નજીક આવે છે અને યાદીમાં ત્રીજું સૌથી સસ્તું સ્થાન ગણી શકાય છે.
વિયેતનામમાં બેઝ આઇફોન 17 ભારત કરતા વધુ મોંઘુ છે, પરંતુ આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને આઇફોન એર પર થોડાક પૈસા બચાવી શકાય છે.