Apple MacBook Air M4 Price : એપલના લેટેસ્ટ મેકબુક એર એમ4 ની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ભાવ ઘટાડા સાથે, તે સીઝનનું બેસ્ટ મેકબુક સોદામાંનું એક બની ગયું છે. એપલની એડવાન્સ્ડ એમ4 ચિપ સાથે લોન્ચ થયેલ અલ્ટ્રા સ્લિમ પાવરફુલ લેપટોપ હવે વિજય સેલ્સ પર 17,500 રૂપિયાના ઘટાડા સાથે ઉપલબ્ધ છે. તમને જણાવી દઇયે કે, મેકબેક પર આવી ઓફર ભાગ્યે જ મળે છે. તેથી જો તમે આ એપલ મેકબુક ખરીદવાનું વિચારી રહ્યા છો તો M4 પાવર્ડ Air ખરીદી શકાય છે.
MacBook Air M4 : પ્રદર્શન અને ડિસ્પ્લે
M4 મેકબુક એરમાં એપલની લેટેસ્ટ એમ4 ચિપ છે અને તે M1 Series કરતા વધુ પાવરફુલ પ્રદર્શન પ્રદાન કરે છે. જ્યારે તેનો પર્ફોમન્સ પણ એમ3 કરતા વધુ સારું છે. 10 કોર સીપીયુ ઉત્પાદકતા અને સર્જનાત્મક વર્કફ્લોમાં વધારો કરે છે. આ લેપટોપ બે એક્સટર્નલ ડિસ્પ્લેને સપોર્ટ કરે છે અને એર લાઇનઅપમાં આ પહેલીવાર બન્યું છે. વીડિયો કોલ્સ અને કન્ટેન્ટ ક્રિએશન 12 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરા સાથે આવે છે.
MacBook Air M4 : બેટરી અને ડિઝાઇન
એપલનું સ્લિમ અને લાઇટવેઇટ ડિઝાઇન લેપટોપ તેની કેટેગરીમાં સૌથી પાતળા ડિવાઇસ પૈકીનું એક છે. એમ 4 ચિપ સાથે બેટરી લાઇફ મજબૂત કરવામાં આવી છે અને કંપનીનું કહેવું છે કે તે એક જ ચાર્જમાં 18 કલાક સુધીની બેટરી લાઇફ મેળવે છે.
જૂના ઇન્ટેલ બેઝ્ડ મેકબુક્સ અથવા ફર્સ્ટ જનરેશનના એમ 1 એર યુઝર્સ માટે, સારું પ્રદર્શન, લાંબા સમય સુધી સૉફ્ટવેર સપોર્ટ અને નવા ફીચર્સ અપગ્રેડને સમજદારી ભરી લાંબા ગાળાની પસંદગી બનાવે છે. જો કે, આ અપગ્રેડ M2 અથવા M3 એર યુઝર્સ માટે આટલો મોટો ફેરફાર નથી કે તેઓએ તરત જ સ્વિચ કરવાનું વિચારવું જોઈએ.
MacBook Air M4 : ઓફર્સ અને EMI
મેકબુક એર એમ4માં 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ છે, જેની કિંમત 99,900 રૂપિયા છે. પરંતુ વિજય સેલ્સમાં, આ વેરિઅન્ટ હાલમાં 92,400 રૂપિયામાં લિસ્ટ છે અને સ્ટાઇલિશ સ્કાય બ્લુ ફિનિશ કલરમાં આવે છે. તમને જણાવી દઇયે કે, તેમા 75000 રૂપિયાનો સીધો ઘટાડો છે.
ઉપરાંત આ મેકબુકને આઈસીઆઈસીઆઈ બેંક અથવા એસબીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ સાથે 10,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે લેપટોપની અસરકારક કિંમત ઘટીને 82,400 રૂપિયા થઇ જાય છે અને કુલ 17910 રૂપિયાની બચત થાય છે.





