scorecardresearch

ASUS Zenbook 17 Fold OLED: ભારતમાં લોન્ચ થયું દુનિયાનું પહેલું ફોલ્ડેબલ લેપટોપ, જાણો કિંમત

ASUS Zenbook 17 Fold OLED: દુનિયાનું પ્રથમ ફોલ્ડેબલ લેપટોપ (World first foldable laptop) આસુસ જેનબબુક લેપટોપ ભારતમાં લોન્ચ થયું, જુઓ કેટલી છે કિંમત (ઝીગમા) અને સુવિધાઓ (features).

ASUS Zenbook 17 Fold OLED: ભારતમાં લોન્ચ થયું દુનિયાનું પહેલું ફોલ્ડેબલ લેપટોપ, જાણો કિંમત
દુનિયાનું પ્રથમ ફોલ્ડેબલ લેપટોપ – આસુસ જેનબબુક લેપટોપ

ASUS Zenbook 17 Fold OLED: : Asus એ તેનું નવું લેપટોપ ભારતમાં 10 નવેમ્બર 2022 ના રોજ લોન્ચ કર્યું છે. Asus Zenbook 17 Fold OLED (UX9702) માં 17.3-ઇંચની ડિસ્પ્લે છે. આ દુનિયાનું પહેલું ફોલ્ડેબલ OLED લેપટોપ છે. તેમાં 12મી જનરેશન Intel CoreTM i7-1250U પ્રોસેસર, મોટી 75whr બેટરી જેવી સુવિધાઓ છે. ચાલો તમને Asus ના આ અલ્ટ્રા-કોમ્પેક્ટ લેપટોપ વિશે બધું જણાવીએ…

Asus Zenbook 17 Fold OLED (UX9702) વિશિષ્ટતાઓ

Asus ZenBook 17 Fold OLED (UX9702) 17.3-ઇંચ (2560 x 1920 પિક્સેલ્સ) ફોલ્ડ કરેલ 4:3 આસ્પેક્ટ રેશિયોવાળી સ્ક્રીન દર્શાવે છે. લેપટોપમાં ગ્લોસી ડિસ્પ્લે અને ટચ સ્ક્રીન છે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 87 ટકા છે. Asusના આ ફોલ્ડેબલ લેપટોપમાં Intel Core i7-1250U પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે 1.1 GHz પર ચાલે છે. તેમાં ગ્રાફિક્સ માટે Intel Iris Xe છે.

Asus ZenBook 17 Fold OLED (UX9702) માં 16 GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ Asus લેપટોપ વિન્ડોઝ 11 હોમ / પ્રો સાથે આવે છે. આ લેપટોપને સોફ્ટ કીબોર્ડ અને 1.4mm કી-ટ્રાવેલ સપોર્ટ મળે છે. આ લેપટોપમાં વિન્ડોઝ હેલો સપોર્ટ માટે IR ફંક્શન સાથે 5 મેગાપિક્સલનો કેમેરા છે. આ Asus લેપટોપ મિલિટરી ગ્રેડ સ્ટાન્ડર્ડ US MIL-STD 810H સાથે આવે છે.

જ્યારે ખોલવામાં આવે છે, ત્યારે Asus ZenBook 17 Fold OLED લેપટોપના ડાઈમેન્શન 378.5 x 287.6 x 8.7~11.7 mm છે. અને જ્યારે ફોલ્ડ કરવામાં આવે છે, ત્યારે ડાઈમેન્શન 287.6 x 189.3 x 17.4~31.9 મિલીમીટર રહે છે. આ લેપટોપનું વજન લગભગ 1.7 કિલો છે. Asus Zenbook 17 Fold OLED (UX9702) કનેક્ટિવિટી માટે Wi-Fi 6E, બ્લૂટૂથ 5.2, પાવર ડિલિવરી, 3.5mm કૉમ્બો ઑડિયો જેક જેવી સુવિધાઓ આપે છે. લેપટોપ સાથે 65W AC એડેપ્ટર ઉપલબ્ધ છે. તેમાં 75WHrs ક્ષમતાની બેટરી છે.

આ પણ વાંચોદેશની સૌથી નાની અને સસ્તી PMV ઇલેક્ટ્રિક કાર આ તારીખે થશે લોન્ચ, કિંમત અને ફિચર્સ?

Asus ZenBook 17 Fold OLED કિંમત

Asus ZenBook 17 Fold OLED ની કિંમત 3,29,990 રૂપિયા છે. આ લેપટોપ Asus e-shop, Amazon, Flipkart, Croma, Reliance Digital, Vijay Sales જેવા ઓનલાઈન અને ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આ લેપટોપ બ્રાન્ડ સ્ટોર્સ જેમ કે Asus એક્સક્લુઝિવ સ્ટોર, ROG સ્ટોર અને તમામ Asus અધિકૃત ડીલરો પાસે પણ ખરીદી માટે ઉપલબ્ધ છે.

Web Title: Asus zenbook 17 fold oled world first foldable laptop launched in india price

Best of Express