ભારતમાં લોન્ચ થયું આ દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, ફેમિલી રાઇડર્સ માટે શાનદાર ફિચર્સ, જાણો કિંમત

Magnus Grand Electric Scooter : જો તમે વિશ્વસનીય અને સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક સ્કૂટર શોધી રહ્યા છો તો Ampere નું નવું Magnus Grand એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટીનું આ નવું સ્કૂટર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે

Written by Ashish Goyal
September 18, 2025 15:32 IST
ભારતમાં લોન્ચ થયું આ દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, ફેમિલી રાઇડર્સ માટે શાનદાર ફિચર્સ, જાણો કિંમત
Ampere નું નવું Magnus Grand ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં લોન્ચ (તસવીર - સોશિયલ મીડિયા)

Magnus Grand Electric Scooter Launch : જો તમે વિશ્વસનીય અને સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક સ્કૂટર શોધી રહ્યા છો તો Ampere નું નવું Magnus Grand એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટીનું આ નવું સ્કૂટર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જેની કિંમત ₹89,999 (એક્સ-શોરૂમ) છે. મેગ્નસ નિઓનું અપગ્રેડેડ વર્ઝન છે. ચાલો તેના ફિચર્સ વિશે વિગતવાર જાણીએ.

મેગ્નસ ગ્રાન્ડની સૌથી મોટી ખાસિયત તેનું લિથિયમ ફેરો ફોસ્ફેટ (LFP) બેટરી પેક છે, જે તેને વધારે સુરક્ષિત અને સસ્ટનેબલ બનાવે છે. એમ્પીયર તેના પર 5-વર્ષ/75,000 કિમી વોરંટી ઓફર કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે તમારે હવે બેટરી લાઇફ અને પ્રદર્શન વિશે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.

ફેમિલી અને ડેઇલી રાઇડર્સ બંને માટે બેસ્ટ

નવા મેગ્નસ Grand ને વધુ પ્રીમિયમ લૂક આપવા માટે તેમાં બે નવા ડ્યુઅલ-ટોન કલર વિકલ્પોમાં ઓફર કરવામાં આવ્યા છે. જેમાં મેચા ગ્રીન અને ઓશિયન બ્લુ છે. ગોલ્ડ-ફિનિશ બેજિંગ તેની ડિઝાઇનને વધુ ખાસ બનાવે છે. તેમાં મજબૂત ગ્રેબ રેલ, સ્પેશિયસ સીટિંગ અને હાઇ પેલોડ ક્ષમતા છે. તે ફેમિલી રાઇડર્સ અને રોજિંદા મુસાફરી કરનારા બંને માટે બેસ્ટ છે.

સ્કૂટરમાં ઘણા નવા એડવાન્સ ફિચર્સ ઉમેર્યા

Ampere આ સ્કૂટરમાં ઘણા નવા એડવાન્સ ફિચર્સ ઉમેર્યા છે. તેમાં હવે ડિજિટલ ડિસ્પ્લે છે, જે ક્લિન અને સારી વિઝિબિલિટી સાથે આવે છે. તેમાં એડવાન્સ બ્રેકિંગ ટેકનોલોજી પણ છે, જે શહેરના ટ્રાફિકમાં સલામત સવારી સુનિશ્ચિત કરે છે. તેમાં ડ્યુઅલ-ફ્રેમ ચેસિસ છે, જે વધારે મજબૂતી અને વધુ સારી હેન્ડલિંગ પ્રદાન કરે છે. તેમાં વધારે બૂટ સ્પેસ પણ મળે છે, જે ફેમિલી અને રોજિંદા મુસાફરી માટે આદર્શ છે.

આ પણ વાંચો – રેડમીના બજેટ સ્માર્ટફોનથી પડદો ઉંચકાયો, જાણો કિંમત અને ફિચર્સ

ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટીના એમડી વિકાસ સિંહ કહે છે મેગ્નસ Grand ફક્ત અમારા માટે ફક્ત એક પ્રોડક્ટ નથી પરંતુ શહેરી મોબિલિટીનું એક નવું ચેપ્ટર છે. તે ટેકનોલોજી, ડિઝાઇન અને સેફ્ટીનું પરફેક્ટ કોમ્બિનેશન છે, જે ખાસ કરીને ફેમિલી અને ડેઇલી રાઇડર્સ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

Ampere Magnus Grand એ કંપનીએ મિડ-રેન્જ ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં રજુ કર્યું છે. સસ્તી કિંમત, લાંબી બેટરી વોરંટી અને ફેમિલી ફ્રેન્ડલી ફિચર્સના કારણે આ સ્કૂટર ઓલા, ટીવીએસ અને એથર જેવી કંપનીઓ સાથે સીધી સ્પર્ધા કરશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ