Maruti Victoris Launched In India : મારુતિ સુઝુકીએ ભારતમાં નવી વિક્ટોરિસ SUV સત્તાવાર રીતે લોન્ચ કરી છે. તેની શરૂઆતની કિંમત 10.50 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. વિક્ટોરિસે BNCAP અને GNCAP બંને ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવી છે. આનાથી આ એસયુવી માત્ર સ્ટાઇલિશ જ નહીં પણ સલામતીની દ્રષ્ટિએ પણ ટોપ ક્લાસ માનવામાં આવે છે.
મારુતિ વિક્ટોરિસની સીધી સ્પર્ધા હ્યુન્ડાઈ ક્રેટા, કિયા સેલ્ટોસ, ટોયોટા અર્બન ક્રુઝર હાઇરાઇડર, ટાટા હેરિયર, હોન્ડા એલિવેટ જેવી એસયુવી સાથે થશે.
એન્જીન અને માઇલેજ
નવી વિક્ટોરિસ SUV 1.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરવામાં આવી છે, જે ત્રણ વિકલ્પો માઇલ્ડ-હાઇબ્રિડ, સ્ટ્રોંગ-હાઇબ્રિડ અને CNG માં ઉપલબ્ધ હશે. તેના ટ્રાન્સમિશન ઓપ્શન વિશે વાત કરીએ તો તેમાં 5-સ્પીડ MT, 6-સ્પીડ AT અને e-CVT ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. માઇલેજ વિશે વાત કરીએ તો કંપનીનો દાવો છે કે આ SUV 28.65 kmpl સુધીની માઇલેજ આપી શકે છે.
લક્ઝરી ઇન્ટિરિયર અને ફીચર્સ
નવી વિક્ટોરિસ એસયુવીમાં LED DRLs, ઓલ-LED હેડલાઇટ, રિફ્રેશ્ડ બમ્પર, LED ટેલ-લાઇટ બાર, 17-ઇંચ ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ અને સિલ્વર રૂફ રેલ્સ આપવામાં આવ્યા છે. ગ્રાહકો તેને 10 કલર ઓપ્શન અને 6 વેરિઅન્ટમાં પસંદ કરી શકો છે.
આ પણ વાંચો – એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ : સ્માર્ટફોન પર 40% ડિસ્કાઉન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધીની છૂટ
તેના ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો તે લેવલ 2 ADAS સેફ્ટી સૂટ, 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ડોલ્બી એટમોસ મ્યુઝિક સિસ્ટમ સાથે, પાવર્ડ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, પેનોરેમિક સનરૂફ, જેસ્ચર કંટ્રોલ સાથે પાવર્ડ ટેલગેટ, 10.25-ઇંચ ડ્રાઇવર ડિસ્પ્લે, HUD, એમ્બિયન્ટ લાઇટિંગ અને ટાઇપ-C ફાસ્ટ ચાર્જિંગ પોર્ટ જેવા ફીચર્સથી સજ્જ છે.
વિક્ટોરિસ SUV કિંમત
વિક્ટોરિસ SUV ની કિંમત 10.50 લાખથી શરૂ થાય છે અને તે 19.99 લાખ રૂપિયા સુધી જાય છે.
- માઈલ્ડ-હાઈબ્રિડ: 10.50 લાખથી 17.77 લાખ રૂપિયા
- સીએનજી/ઓલગ્રિપ: 11.50 લાખથી 19.22 લાખ રૂપિયા
- સ્ટ્રોંગ-હાઈબ્રિડ: 16.38 લાખથી 19.99 લાખ રૂપિયા





