આ નવી ગિયર વાળી ઇ-મોટરસાઇકલ ફક્ત 25 પૈસાના ખર્ચમાં 1 કિમી દોડશે, 172 કિમી રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ

Electric Vehicles News : ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની મેટરે (Matter) ભારતીય બજારમાં નવી બાઇક Matter Aera લોન્ચ કરી છે. કંપનીએ આ બાઇકમાં ઘણા શાનદાર ફિચર્સ આપ્યા છે. ખાસ વાત એ છે કે ઇલેક્ટ્રિક હોવા છતાં પણ તેમાં ગિયર સેટઅપ છે

Written by Ashish Goyal
July 05, 2025 15:20 IST
આ નવી ગિયર વાળી ઇ-મોટરસાઇકલ ફક્ત 25 પૈસાના ખર્ચમાં 1 કિમી દોડશે, 172 કિમી રેન્જ, જાણો કિંમત અને ફિચર્સ
Electric Vehicles News : ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની મેટરે (Matter)ભારતીય બજારમાં નવી બાઇક Matter Aera લોન્ચ કરી

Electric Vehicles News : ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની મેટરે (Matter) ભારતીય બજારમાં નવી બાઇક Matter Aera લોન્ચ કરી છે. કંપનીએ આ બાઇકમાં ઘણા શાનદાર ફિચર્સ આપ્યા છે. ખાસ વાત એ છે કે ઇલેક્ટ્રિક હોવા છતાં પણ તેમાં ગિયર સેટઅપ છે. દિલ્હીમાં આ ઇલેક્ટ્રિક મોટરસાઇકલની એક્સ-શોરૂમ કિંમત 1.94 લાખ રૂપિયા છે. તમે તેને ઓનલાઈન અને શોરૂમની મુલાકાત લઈને બુક કરી શકો છો. કંપની દ્વારા 3 વર્ષ અથવા 1 લાખ કિલોમીટરની વોરંટી ઓફર કરવામાં આવી રહી છે.

એરાની મુખ્ય વિશેષતાઓમાંથી એક તેનું હાયપરશિફ્ટ ટ્રાન્સમિશન છે, જે ઇન-હાઉસ ડિઝાઇન કરાયેલ 4-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે. આ સિસ્ટમ ત્રણ રાઇડ મોડ સાથે જોડાયેલી છે, જે કુલ 12 ગિયર-મોડ કોમ્બિનેશનની મંજૂરી મળે છે. જ્યારે મોટાભાગના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ટ્વિસ્ટ-એન્ડ-ગો અનુભવ પ્રદાન કરે છે.

બાઇકને 0-40 કિમીની સ્પીડ પકડવામાં માત્ર 2.8 સેકન્ડ લાગે છે

કંપનીએ બાઇકમાં એક શક્તિશાળી બેટરી અને મોટર આપી છે. જે લિક્વિડ કૂલ્ડ ટેકનોલોજી સાથે ઓફર કરવામાં આવી રહી છે. આ બાઇકમાં IP67 રેટેડ બેટરી છે જે એક જ ચાર્જમાં 172 કિમી સુધીની રેન્જ આપે છે. તેમાં લાગેલી મોટરથી બાઇકને 0-40 કિમીની સ્પીડ પકડવામાં માત્ર 2.8 સેકન્ડ લાગે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ બાઇકને ફક્ત 25 પૈસા પ્રતિ કિલોમીટરની મિનિમમ કિંમતના ખર્ચ પર ચલાવી શકાય છે.

આ પણ વાંચો – 159 કિમીની રેન્જવાળું આ દમદાર ઇલેક્ટ્રીક સ્કુટર લોન્ચ, 8 વર્ષની બેટરી વોરંટી, જાણો કિંમત

ઇલેક્ટ્રિક મોટરસાઇકલમાં 7 ઇંચની સ્માર્ટ ટચસ્ક્રીન

આ ઇલેક્ટ્રિક મોટરસાઇકલમાં 7 ઇંચની સ્માર્ટ ટચસ્ક્રીન છે. જેમાં નેવિગેશન, રાઇડ ડેટા, મ્યુઝિક કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં OTA અપડેટ પણ આપવામાં આવ્યું છે. બાઇકમાં ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ, ABS, ડ્યુઅલ સસ્પેન્શન સિસ્ટમ, સ્માર્ટ પાર્ક આસિસ્ટ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. મેટર એપ દ્વારા બાઇકમાં કી-લેસ, રિમોટ લોક/અનલોક, લાઇવ લોકેશન, જીઓ ફેન્સિંગ પણ ઓફર કરવામાં આવી રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ