આ કંપનીએ સસ્તામાં લોન્ચ કર્યું દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત, રેન્જ અને ફિચર્સ

Numeros Scooter Launches : ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને નવો મોડ આપનાર કંપની ન્યુમરસ મોટર્સે બેંગલુરુમાં પોતાનું નવું અને અનોખું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ‘n - First’ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ ઇવી બાઇક અને સ્કૂટરનું જબરજસ્ત કોમ્બિનેશન છે

Written by Ashish Goyal
Updated : November 07, 2025 15:45 IST
આ કંપનીએ સસ્તામાં લોન્ચ કર્યું દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત, રેન્જ અને ફિચર્સ
Numeros n First Electric Scooter Launches : ન્યુમરસ મોટર્સે બેંગલુરુમાં પોતાનું નવું અને અનોખું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ‘n - First’ લોન્ચ કર્યું (તસવીર - સોશિયલ મીડિયા

Numeros n First Electric Scooter Launches : ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને નવો મોડ આપનાર કંપની ન્યુમરસ મોટર્સે બેંગલુરુમાં પોતાનું નવું અને અનોખું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ‘n – First’ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ ઇવી બાઇક અને સ્કૂટરનું જબરજસ્ત કોમ્બિનેશન છે. તેની ખાસિયતો અહીં જણાવી રહ્યા છીએ.

‘n – First’ ની શરુઆતી કિંમત 64,999 રુપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે, જે પ્રથમ 1,000 ગ્રાહકો માટે એક પ્રારંભિક ઓફર છે. તે ખાસ કરીને શહેરી યુવાનો અને મહિલાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ સ્ટાઇલ, કંફર્ટ અને અફોર્ડેબિલિટી સહિત ત્રણેય ઇચ્છે છે.

ન્યુમેરસ મોટર્સના ફાઉન્ડર અને સીઈઓ શ્રેયસ શિબુલાલે લોન્ચ સમયે જણાવ્યું હતું કે આ માત્ર એક વાહન નથી, પરંતુ એક વિઝન છે. તેનો ઉદ્દેશ્ય દરેક ભારતીયને વિશ્વસનીય, સસ્તું અને સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રદાન કરવાનો છે.

ડિઝાઇન અને પર્ફોમન્સ

‘એન-ફર્સ્ટ’ ઇટાલિયન ડિઝાઇન કંપની Wheelab સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી તેમાં આંતરરાષ્ટ્રીય લૂક અને ભારતીય મજબૂતી બંને મળે છે. તે પાંચ વેરિએન્ટ્સ અને બે કલર ઓપ્શન ટ્રાફિક રેડ અને પ્યોર વ્હાઇટમાં ઉપલબ્ધ છે.

તેની ટોપ વેરિઅન્ટ (3kWh i-Max+) ની રેન્જ 109 કિમી (IDC) છે. 2.5kWh વેરિઅન્ટ (મેક્સ અને i-મેક્સ) 91 કિમીની રેન્જ આપે છે. તેમાં PMSM મિડ-ડ્રાઇવ મોટર અને ચેઇન ટ્રાન્સમિશન છે, જે સરળ એક્સેલેરેશન અને ઉચ્ચ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે.

આ પણ વાંચો – નવી હ્યુન્ડાઇ વેન્યુ ભારતમાં લોન્ચ, કિંમત 7.90 લાખથી શરૂ, જાણો ફિચર્સ, એન્જિન અને માઇલેજ

સ્માર્ટ અને સેફ ફિચર્સ

તેમાં 16-ઇંચના વ્હીલ્સ મળે છે, જે નિયમિત સ્કૂટર કરતાં વધુ સ્થિરતા અને કંટ્રોલ પ્રદાન કરે છે. ગ્રાહકોને સ્માર્ટ કનેક્ટિવિટી (IoT) મળે છે. તે એપ-આધારિત સુરક્ષા સિસ્ટમ સાથે આવે છે જે ચોરીની ચેતવણી, ટો ડિટેક્શન, રિમોટ લોકીંગ, જીઓ-ફેન્સીંગ અને લાઇવ લોકેશન ટ્રેકિંગ જેવી હાઇ-ટેક સુવિધાઓ પ્રદાન કરે છે. તે OTA અપડેટ્સ પ્રદાન કરે છે.

રેન્જ

આ ઇવીમાં 109 કિમીની IDC રેન્જ છે, જે શહેરની ડેલી કમ્યૂટમાં કોઇ પરેશાની આવવાની નથી. 2.5kWh બેટરી વાળા વેરિઅન્ટને 0 થી 100% સુધી ચાર્જ થવામાં 5-6 કલાક લે છે. 3.0kWh બેટરી વેરિઅન્ટને ચાર્જ થવામાં 7-8 કલાક લાગે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ