Tata Sierra Launch 2025: ટાટાની નવી સિએરા SUV લોન્ચ, 16 ડિસેમ્બરથી બુકિંગ, જાણો કિંમત અને ફિચર્સ

Tata Sierra launched in India: ટાટા મોટર્સે નવી પેઢીની સિએરા SUV રજૂ કરી છે. કારનું બુકિંગ 16 ડિસેમ્બરથી શરુ થશે અને ડિલિવરી 15 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે. નવી સિએરાના ફિચર્સ પર એક નજર કરીએ

Written by Ashish Goyal
Updated : November 25, 2025 16:41 IST
Tata Sierra Launch 2025: ટાટાની નવી સિએરા SUV લોન્ચ, 16 ડિસેમ્બરથી બુકિંગ, જાણો કિંમત અને ફિચર્સ
New Tata Sierra Mileage and Performance : ટાટા મોટર્સે નવી પેઢીની સીએરા SUV લોન્ચ કરી

Tata Sierra Price in India : ટાટા મોટર્સે નવી પેઢીની સિએરા SUV રજૂ કરી છે. કંપનીએ તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 11.49 લાખ રાખી છે. જોકે આ એક પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત છે. તે ચાર વેરિઅન્ટ, ત્રણ પાવરટ્રેન અને 6 કલર સ્કીમમાં ઉપલબ્ધ છે. કારનું બુકિંગ 16 ડિસેમ્બરથી શરુ થશે અને ડિલિવરી 15 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે. નવી સીએરાના ફિચર્સ પર એક નજર કરીએ.

સિએરા એન્જિન અને સ્પેસિફિકેશન્સ

નવી પેઢીની ટાટા સીએરા નવા 1.5-લિટર GDi ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવે છે જે 158bhp અને 255Nm ટોર્ક જનરેટ કરે. આ એન્જિન 6-સ્પીડ AT સાથે આવે છે. તમે સીએરાને 1.5-લિટર NA પેટ્રોલ સાથે પણ લઇ શકો છો. જે 105bhp અને 145Nm જનરેટ કરે છે. તે 6-સ્પીડ MT અથવા 7-સ્પીડ DCT સાથે ખરીદી શકાય છે. અન્ય ઓપ્શન 1.5-લિટર ફોર-પોટ ડીઝલ એન્જિન છે જે 116bhp અને 260Nm આપે છે, જે 6-સ્પીડ MT અથવા 7-સ્પીડ DCT માંથી કોઇ એક સાથે લઇ શકાય છે. સિએરા માટે AWD ની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ટાટાની નવી જનરેશનની ગાડીઓમાં આ ટેકનોલોજી મેળવનાર પ્રથમ ટાટા મોડલ હશે.

ટાટા સિએરા 5 સીટેડ છે. કેબિનમાં ત્રિપલ સ્ક્રિન સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં એક ડ્રાઇવર ડિસ્પ્લે, બીજુ ઇન્ફોટેનમેન્ટ અને ત્રીજુ પેસેન્જર સ્ક્રીનનાં રુપમાં આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ એસયુવીમાં કેબિન સાથે બૂટ સ્પેસ પણ શાનદાર આપવામાં આવ્યું છે. એસયુવી 622 લીટર લગેજ સ્પેસ (ડેકી) સાથે આવે છે.

સિએરા ડિઝાઇન અને સલામતી

ટાટા સિએરાના ડિઝાઇન હાઇલાઇટ્સમાં બોક્સી સિલ્હૂટ, આલ્પાઇન ગ્લાસ રૂફ, 19-ઇંચ એલોય વ્હીલ્સ, ફુલ-એલઇડી લાઇટ પેકેજ, રીઅર સ્પોઇલર અને સિગ્નેચર ટાટા ગ્રિલનું નવું વર્ઝન સામેલ છે. તે છ એક્સટીરિયર અને ત્રણ ઇંટીરિયર કલર સ્કીમમાં ઉપલબ્ધ છે. સિએરાના બધા વર્ઝનમાં 6 એરબેગ્સ, EBD સાથે ABS, સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટિંગ પોઈન્ટ્સ સાથે આવે છે. તેની લંબાઇ 4.6 મીટર છે અને વ્હીલબેઝ 2.7 મીટર છે.

આ પણ વાંચો – iPhone ચોરી થવા કે ખોવાઇ જવા પર હવે AppleCare+ પ્લાનથી મળશે તાત્કાલિક રિપ્લેસમેન્ટ, જાણો કેવી રીતે

સિએરા ઇન્ટીરિયર અને ફીચર્સ

સિએરાનું કેબિન કર્વ જેવું જ છે, પરંતુ તેમાં પહેલીવાર ટાટા ડિઝાઇન ભાષાના કેટલાક એલિમેંટ્સ સામેલ કર્યા છે, જેમ કે ટ્રિપલ-સ્ક્રીન લેઆઉટ, સાઉન્ડબાર સાથે 12-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ, HUD અને નવું સેન્ટર કન્સોલ. અન્ય ફીચર્સમાં ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, કનેક્ટેડ કાર ટેકનોલોજી, લેવલ 2 ADAS, 360-ડિગ્રી કેમેરા અને પાવર્ડ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ. આઇકોનિક આલ્પાઇન રુફને આજના જમાના પ્રમાણે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં કોઈ કર્વેચર નથી. તે હવે એક એક્સેન્ટેડ ફ્લેટ ગ્લાસ છે. સનરૂફ જગ્યા બનાવવામાં મદદ કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ